અમેરિકા ભારતને આપશે 24 MH-60R રોમિયો હેલિકોપ્ટર
દુશ્મનોને સરળતાથી તબાહ કરનારા બે ડઝન નવા ઘાતક હેલિકૉપ્ટર જલ્દી જ ભારતની પાસે હશે. અમેરિકાએ 24 MH 60 રોમિયો સિહૉક હેલિકૉપ્ટરના વેચાણની મંજૂરી આપી છે.
આ ઘાતક હેલિકૉપ્ટરથી મિસાઈલો પણ ફાયર
કરી શકાય છે. હેઈન્સ હેલિકોપ્ટરને ખાસકરીને સમુદ્રી મિશન માટે બનાવવામા આવ્યા છે.
અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યુ કે 2.4 અરબ ડૉલરની અનુમાનિત કિંમત પર ભારતને
આ હેલિકૉપ્ટર આપવામાં આવશે.
લૉકહીડ માર્ટિન દ્વારા નિર્મિત આ
હેલિકૉપ્ટર, સબમરીન અને જહાજો અચૂક નિશાન સાધવામાં સક્ષમ છે. સાથે જ
હેલિકૉપ્ટર સમુદ્રમાં શોધ અને બચાવ કાર્યોમા પણ ઉપયોગી છે.
ટ્રમ્પ વહીવટી તંત્રએ મંગળવારે
કોંગ્રેસમાં સૂચિત કરવામાં આવ્યા કે તેમણે 24 MH 60 રોમિયો બહુઉપયોગી હેલિકૉપ્ટરના
વેચાણને મંજૂરી આપી છે. આ હેલિકૉપ્ટર ભારતીય સુરક્ષા દળોને સબમરીન રોધી યુદ્ધ
મિશનને સફળતા સાથે અંજામ આપવામાં સક્ષમ બનાવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો