Tuesday, 5 June 2018

ફિફા વર્લ્ડકપ : પ્રથમવાર VAR ટેક્નોલોજીનો ઉપયોગ


- VAR માટે ફૂટબોલ ગ્રાઉન્ડ ફરતે ૧૪ હાઇસ્પિડ કેમેરા લગાવાશે, આ કેમેરાથી પ્રત્યેક સેકન્ડમાં ૫૦૦ ફ્રેમ

ગોલ થવામાં કે પ્લેયરને યલો-રેડ કાર્ડ આપવામાં શંકા જણાય તો મેચ રેફરી 'વિડીયો આસિસ્ટન્ટ રેફરી'ની મદદ લઇ શકશે
રશિયા ખાતે બરાબર ૧૦ દિવસ બાદ ફૂટબોલના મહાકૂંભ 'ફિફા વર્લ્ડકપ'નો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ફિફા વર્લ્ડકપ-૨૦૧૮માં ૧૫ જુલાઇ સુધી ૩૨ ટીમ વચ્ચે સર્વોપરિતા માટે મુકાબલો ખેલાશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આઇસીસી દ્વારા વારંવાર કોઇને કોઇ પરિવર્તન કરવામાં આવતું હોય છે. આઇસીસીની સરખામણીએ ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા 'ફિફા' દ્વારા ફૂટબોલની રમતમાં પરિવર્તન કે અદ્યતન ટેક્નોલોજી ઝડપથી સ્વિકારવામાં આવતી નથી.

પરંતુ હવે ફિફાએ  રમતને વધુ બહેતર બનાવવા માટે અદ્યતન ટેક્નોલોજી અપનાવવાનું શરૃ કરી દીધું છે. જેના ભાગરૃપે આ વખતે ફિફા વર્લ્ડકપમાં 'વિડીયો આસિસ્ટન્ટ રેફરી'નો ઉપયોગ કરવામાં આવશે. સામાન્ય શબ્દોમાં કહીએ તો કોઇ નિર્ણય શંકાસ્પદ જણાય ત્યારે ક્રિકેટમાં જેમ થર્ડ અમ્પાયરનો અને ટેનિસમાં વિડીયો રેફરલનો ઉપયોગ કરવામાં આવે છે તેમ ફૂટબોલમાં આ 'વિડીયો આસિસ્ટન્ટ રેફરી' છે.

આ ટેક્નોલોજી ગોલ લાઇન ટેક્નોલોજી કરતા અલગ છે. કેમકે, ગોલ લાઇન ટેક્નોલોજીમાં માત્ર ગોલ યોગ્ય રીતે થયો છે કે કેમ તે ચકાસવામાં આવે છે. અલબત્ત વિડીયો આસિસ્ટન્ટ રેફરીનો ઉપયોગ કોઇ પણ ટીમ દ્વારા નહીં થઇ શકે.

આ ટેક્નોલોજી શું છે?

મેચ દરમિયાન રેફરીના કોઇ નિર્ણયથી સંતોષ જણાય નહીં તો ટીમ તેની સામે અપીલ કરી શકે છે. રેફરી વોકીટોકી દ્વારા તેની જાણ ત્રણ સભ્યોની ટીમને કરે છે. આ ત્રણેય સભ્યો વિડીયો રિપ્લે જોયા બાદ પોતાનો નિર્ણય જાહેર કરે છે. આ ત્રણ સભ્યોમાં વિડીયો આસિસ્ટન્ટ રેફરી, તેમના સહાયક અને રિપ્લે ઓપરેટરનો સમાવેશ થાય છે.

આ ટેક્નોલોજી કઇ રીતે કામ કરે છે?
Review and advice by VARs
પિચ (ફૂટબોલનું ગ્રાઉન્ડ)માં કુલ ૧૪ હાઇ સ્પિડ કેમેરા લગાવવામાં આવેલા હશે. જેમાંથી ૭ કેમેરા ગોલપોસ્ટની નજીક હશે. આ કેમેરાથી પ્રત્યેક સેકન્ડમાં ૫૦૦ ફ્રેમ કેદ થઇ શકે છે. જે ફાઇબર ઓપ્ટિક કેબલ દ્વારા ૧૫ કમ્પ્યુટરમાં ટ્રાન્સમિટ થશે.  બોલની સ્થિતિ ૩ડી કેમેરા દ્વારા તુરંત કેદ કરવામાં આવશે. જેના દ્વારા થયેલો ગોલ માન્ય છે કે કેમ તે નક્કી થશે. ફિફા વર્લ્ડકપની યજમાની કરી રહેલા રશિયાના તમામ ૧૨ સ્ટેડિયમમાં તેના માટે ખાસ કન્ટ્રોલ રૃમ બનાવાયો છે. મહત્વની વાત એ છે કે ગોલ લાઇન ટેક્નોલોજી માત્ર રેફરીને સલાહ આપશે. આખરી નિર્ણય લેવાની સત્તા તો રેફરીના હાથમાં જ રહેશે. રેફરીને કોઇ નિર્ણય માટે શંકા જણાય તો તે ટચલાઇન પાસેના મોનિટરમાં ફૂટેજ ચકાસી શકે છે. ખૂબ જ નજીકના અંતરનો ગોલ ચૂકી જવાયો હોય તો સ્ટેડિયમના મોટા સ્ક્રિન અને ટીવી પર તેનો ૩ડી વ્યૂ મળશે. આ રિપ્લે સિસ્ટમ બોલની ૩ડી પોઝિશન પ્રત્યેક ૨ મિલિસેકન્ડમાં બદલે છે.

કયા નિર્ણય માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ થશે?

- ગોલ : બોલ લાઇન ઓળંગે એ દરમિયાન કોઇ નિયમનો ભંગ થતો જણાય.
- પેનલ્ટિસ : ગોલપોસ્ટની અંદર હોય તો કોઇ નિયમનો ભંગ થયો છે કે કેમ તે જાણવા.
- કાર્ડ્સ : કોઇ પ્લેયરને યલો કે રેડ કાર્ડ આપવામાં ભૂલ થઇ છે કે કેમ તે ચકાસવા માટે

એક નિર્ણય માટે ૨.૫ મિનિટ

વિડીયો આસિસ્ટન્ટ રેફરી દ્વારા એક નિર્ણય લેવામાં સરેરાશ ૨.૫ મિનિટ થશે. જેના કારણે સમય વેડફાશે અને ચાહકોના રોમાંચ ઉપ પણ બ્રેક વાગશે. ટોટ્ટનહામ હોટસ્પરના પ્લેયર પોચેટ્ટિનોએ એવી દલિલ કરી છે કે વીએઆર ટેક્નોલોજીથી ફૂટબોલની રમત મરી જશે. પ્લેયરની રીધમ પણ ખોરવાશે. બીજી તરફ ફીફાનું માનવું કે કંઇક જોઇતું હોય તો કંઇક ગુમાવવું પડે છે. ગોલ કે યલો-રેડ કાર્ડને કારણે કોઇ ટીમને અન્યાય થાય નહીં માટે આવી અદ્યતન ટેક્નોલોજી અપનાવવી જરૃરી છે. સમય વેડફાશે પણ નિર્ણયમાં ચોક્કસતા આવશે.

વીએઆર ક્યારે લઇ શકાય?
Decision or action being taken

રેફરી નિર્ણય લીધા બાદ વીએઆર લઇ શકે છે અથવા તો વીએઆર ટીમને કંઇ શંકાસ્પદ લાગે તો તેઓ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે. જેમાં વીએઆર ટીમને લાગે કે રેફરીએ ભૂલ કરી છે તો તેની જાણ રેફરીને કરશે. 

આ પછી રેફરી પાસે ત્રણ વિકલ્પ રહેશે:-

૧.વીએઆરના રીવ્યુ લેવાના પ્રસ્તાવને ફગાવે. 
૨. આ ઘટના જાતે જ મોનિટર પર ચકાસે. 
૩. પોતાના જ નિર્ણયમાં યથાવત્ રહે.

વીએઆરનો અત્યારસુધી ક્યાં ઉપયોગ?

વીએઆરનો સૌપ્રથમ ઉપયોગ ઓગસ્ટ ૨૦૧૬માં મેજર લીગ સોકરમાં કરવામાં આવ્યો હતો. ૨૦૧૬ના કન્ફડરેશન કપ સાથે વીએઆરનો સૌપ્રથમ ઉપયોગ ફૂટબોલ ટુર્નામેન્ટમાં થયો હતો. ૨૦૧૭માં જર્મની- ઇંગ્લેન્ડની ફ્રેન્ડલી મેચમાં વીએઆરનો ઉપયોગ થયો હતો. જાન્યુઆરી ૨૦૧૮માં બ્રાઇટન અને ક્રિસ્ટલ પેલેસ વચ્ચેની મેચ સાથે સ્પર્ધાત્મક ફૂટબોલમાં વીએઆર ટેક્નોલોજીએ પદાર્પણ કર્યું હતું. વર્તમાન સિરી એ સિઝનમાં વીએઆરથી કેટલીક ભૂલ થઇ હોવાનું સામે આવ્યું હતું.

ખેલાડી ચાલુ મેચે ટીમ ઓફિશિયલ સાથે ચર્ચા કરી શકશે!


ફિફા વર્લ્ડકપ-૨૦૧૮માં આ વખતે અન્ય એક પણ નવી ટેક્નોલોજી જોવા મળશે. જેમાં ભાગ લઇ રહેલી તમામ ૩૨ ટીમ બે ટેબ્લેટનો ઉપયોગ કરી શકશે. જેમાંથી એક ટેબ્લેટ નક્કી કરેલા એનાલિસ્ટ અને એક મેદાનમાં રમી રહેલા પ્લેયર પાસે રહેશે. આ ટેબ્લેટથી તે પ્લેયરની ફિટનેસ, રિયલ ટાઇમ પોઝિશ્નલ ડેટા, વિડીયો ફૂટેજ મેળવી શકાશે. એનાલિસ્ટ ચાલુ મેચે પ્લેયર સાથે મેચ અંગે ચર્ચા કરી શકશે. આ તમામ વાતચીત રેકોર્ડ થશે. હાફ ટાઇમ અને મેચ પૂરી થયા બાદ ટેબ્લેટ મેચ ઓફિશિયલ્સને આપવાની રહેશે. જેનું વિશ્લેષણ પણ કરવામાં આવશે.


World Environment Day - 5th june

Image result for environment day
5000 કિમી દૂર પ્રહાર કરી શકતી અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ


 - અગ્નિ-5 ભારતની પહેલી ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ છે

નવી દિલ્હી, તા. 3 જૂન 2018 રવિવાર


ભારતે આજે ફરી એક વખત બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે. ઓરિસ્સાના અબ્દુલ કલામ આઈલેન્ડની ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી સવારે 9 વાગ્યેને 48 મિનિટે મિસાઈલને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી હતી. 

આ પરીક્ષણ સફળ હોવાનો દાવો સુરક્ષા એજન્સીઓએ કર્યો છે. ભારતના ભાગમાં અગ્નિ-1 મિસાઈલ પહેલેથી જ છે. જેનું સંચાલન સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા કરવામાં આવે છે. જ્યારે અગ્નિ-2ની પ્રહાર ક્ષમતા 2000 કિલોમટીર જેટલી છે. અગ્નિ 3 મિસાઈલની મારક ક્ષમતા 3500 કિલોમીટરની છે અને તે ન્યુક્લિયર બોમ્બનું વહન કરવા માટે સક્ષમ છે.ભારતના ફુટબોલ કેપ્ટન સુનિલ છેત્રીને 'ગાર્ડ ઓફ ઓનર' અપાયું


- કેન્યા સામે તેની ૧૦૦મી આં.રા. મેચ રમી

ભાઈચુંગ ભુટિયા પછી ભારતના ફૂટબોલને નવી પેઢીમાં લઈ જવાનું પ્રદાન જેણે આપ્યું છે તેવા વર્તમાન ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ આજે ઈન્ટર કોન્ટિનેન્ટલ ટુર્નામેન્ટમાં કેન્યા સામે ઉતરવા સાથે જ ૧૦૦મી આંતરરાષ્ટ્રીય મેચ રમવાની સિધ્ધી મેળવી હતી.

ભારતના ખેલાડીઓએ મુંબઈના ફૂટબોલ એરેના સ્ટેડિયમમાં તે મેચ રમવા ઉતર્યો ત્યારે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભારતે પ્રથમ મેચમાં તૈપીઈને ૫-૦થી હરાવ્યું હતું. જેમાં છેત્રીની હેટ્રિક સામેલ હતી. સુનિલ છેત્રીએ ૯૯ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૫૯ ગોલ ફટકાર્યા છે. જ્યારે ૨૩૦ કલબ મેચોમાં તેના ગોલનો આંક ૧૧૮ છે.

છેત્રીની ચાહકોને સ્ટેડિયમમાં મેચ જોવા આવવાની અપીલને જોરદાર પ્રતિસાદ સાંપડયો હતો અને સ્ટેડિયમ ૭૦ ટકા પ્રેક્ષકોથી ભરાઈ ગયું હતું. જેવું ફૂટબોલ મેચમાં મુંબઈમાં જોવા નથી મળતું.18 વર્ષીય શિવાંગી પાઠક માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી નાની વયની ભારતીય કિશોરી બની


Image result for shivangi,pathak,youngest,girl,to,conquer,mount,everest,people,thought,she,is,dead,while,climbing

- શિવાંગીએ સૌથી નાની ઉંમરમાં સૌથી ઊંચો શિખર સર કરી પ્રેરણાની મિસાલ કાયમ કરી

હરિયાણાની એક કિશોરીએ દુનિયાના સૌથી ઊંચા પર્વત ચોટી સાગરમાથા (એવરેસ્ટ)ને સર કરીને પ્રેરણાની મિસાલ કાયમ કરી છે.

શિવાંગી પાઠક એવરેસ્ટના શિખર પર ત્રિરંગો લહેરાવીને ભારતની સૌથી ઓછી ઉંમરની છોકરી છે. શિવાંગીનું આ વિજય અભિયાન ઘણું કપરુ રહ્યું.Related image

એકવાર તેની સાથેનો સંપર્ક તૂટી જવા પર બધા ખામોશ હતા. લોકો અનુમાન લગાવવા લાગ્યા કે શિવાંગીની જીવન લીલા સમાપ્ત થઇ ગઇ. પરંતુ 10 કલાક પછી પર્વત શિખર પાસેથી જાણકારી મળી કે શિવાંગી એવરેસ્ટ સર કરનાર સૌથી ઓછી ઉંમરની ભારતીય કિશોરી બની ગઈ છે.

શિવાંગીની માતા આરતીએ કહ્યું, 'અમે તેની સુરક્ષાને લઇને ચિંતામાં હતા. અમારા આખા પરિવારે અન્ન-જળ ગ્રહણ કર્યુ જ ન હતું. બધા ભગવાન પાસે તેની સલામતી માટે પ્રાથના કરી રહ્યા હતા. પરંતુ તેઓ શિખર પર પહોંચી ચૂકી હતી. આ વાતને જાણીને અમને જે ખુશી મળી છે. તે અમે શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. અમને તેમના પર ગર્વ છે. એણે જે ધાર્યુ તેના પર જીત હાંસલ કરી.'

શિવાંગીની આ યાત્રાની શરૂઆત તેની માતાની એક મશ્કરીથી થઇ. આરતીએ જણાવ્યું, 'અમે એવરેસ્ટ સર કરનાર મમતા સોધાને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તરીકે નિયુક્ત કર્યાના સમાચાર સાંભળ્યા. અમે મશ્કરીમાં શિવાંગીને કહ્યુ કે તે આવું જ કોઇ મોટું કાર્ય કરી બતાવે.'

ત્યાર બાદ શિવાંગીએ ભારતની પ્રથમ વિકલાંગ મહિલાને એવરેસ્ટ સર કર્યાના કેટલાક વીડિયો જોયા, જેનાથી પ્રેરણા લઇને તેણે નવેમ્બર 2016માં એવરેસ્ટ સર કરવાનો નિર્ણય કર્યો. આ પડકાર સ્વીકારીને તેણે પોતાને ટ્રેનિંગ આપવાનું ચાલુ કર્યુ.

શિવાંગીએ જણાવ્યું તેણે ટ્રેનર રિન્કૂ પન્નૂના ડાયરેક્શનમાં ટ્રેનિંગની શરૂઆત કરી. તેઓ મારા ગુરુ છે, તેમણે મારો ઉત્સાહ વધાર્યો. હું તેમની આભારી છું. તે દરરોજ છથી સાત કલાક ટ્રેનિંગ લેતી હતી એટલા માટે તે સ્કૂલ જઇ શકતી ન હતી અને તેનો પૂરો સમય એવરેસ્ટ સર કરવાની તૈયારીમાં જ પસાર કરતી હતી.

પન્નૂએ આશ્ચર્યમાં કહ્યુ, 'જોયું શિવાંગીનું સમર્પણ.' શિંવાગી એક એપ્રિલે નેપાળ ગઇ અને પાંચ એપ્રિલે ત્યાં બેઝ કેમ્પ પહોંચી. બે અઠવાડિયા ત્યાંના વાતાવરણમાં રહ્યા બાદ છેવટે 10મે ના રોજ તેણે એવરેસ્ટ મિશનની શરૂઆત કરી.

શિવાંગીએ પોતાની આ સફરને યાદ કરતા જણાવ્યું કે, 'મારી ટ્રેનરે તો પહેલા મારા વાળના સ્ટાઇલને લઇને જ કહ્યું કે શું તું રમતના મેદાનમાં આવી છે કે ફેશન વૉક કરવા માટે. હું જાડી હતી અને મારા વાળ લાંબા હતા. મને ઇજા થઇ પરંતુ મને કોઇ ફરક ન પડ્યો કારણ કે હું મોટું સપનું જોઇ રહી હતી.'
સખત પરિશ્રમ અને ધગશથી મેં મારું સપનું સાકાર કર્યુ. તેણે પોતાના વાળ નાના કરાવ્યા અને પોતાના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં મહેનત કરવાનું શરૂ કર્યું. આ પહેલા તેનું વજન 65 કિલોગ્રામ હતું જે બે વર્ષ પછી શિખર સર કરતી વખતે ઘટીને માત્ર 48 કિલોગ્રામ થઇ ગયું હતું.


શિવાંગીએ જણાવ્યું, 'આખા માર્ગમાં કાંકરા-પથ્થર હતા. આગળ પણ કેટલાય અવરોધ આવ્યા હતા. શિખર પર પહોંચવાના એક દિવસ પહેલા પહાડી ક્ષેત્રમાં તોફાનનો સામનો કરવો પડ્યો. પરંતુ હું સતત ઉત્સાહ સાથે આગળ વધતી રહી.' શિવાંગી સાથે તેના ગાઇડ અંગ તેંબ શેરપા હતા. તેણે જણાવ્યું, ' આ અભિયાન દરમિયાન ગાઇડ જ મારા ભગવાન હતા. તેઓ મને નાની બહેનની જેમ વ્યવહાર કરતા હતા, જેનાથી મને પોતાના પરિવારથી દૂર રહ્યાનો અનુભવ ન થયો. મારી બધી મુશ્કેલીઓમાં તેઓ મારી સાથે હતા.