સોમવાર, 31 ડિસેમ્બર, 2018


ત્રણ દ્વીપોના નામ બદલાશે, રોસ આઈલેન્ડનું નામ નેતાજી સુભાષચંદ્ર બોઝ કરાશે
Image result for pm-modi-in-andaman-and-nicobar

વડાપ્રધાન નરેન્દ્રમોદી પહેલી વખત 2004ના સુનામીમાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આંદામાન-નિકોબાર પહોંચ્યા હતા. મોદી આજે કેન્દ્ર શાસિત સ્થિત દ્વીપોનાં નામ બદલવાની જાહેરાત કરી શકે છે.

અંગ્રેજોનાં નામ પર રખાયેલા દ્વીપોનાં નામ બદલશે મોદી સરકાર
રોસ આઈલેન્ડ, નીલ આઈલેન્ડ, અને હૈવલોક આઈલેન્ડ દ્વીપોનું નામ બદલશે. આ દ્વીપોને ક્રમશઃ નેતાજી સુભાષચંદ્ર બોઝ આઈલેન્ડ , શહીદ દ્વીપ  અને સ્વરાજ દ્વીપ નામ આપવામાં આવશે. 

30 ડિસેમ્બર, 1943નાં રોજ નેતાજી બોઝે બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનીયો દ્વારા કબ્જો કર્યા બાદ પહેલી વખત ત્રિરંગો લહેરાવ્યો હતો.  ત્યારે નેતાજીએ આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહનું નામ બદલીને શહીદ અને સ્વરાજ દ્વીપ કરવા અગેનું સૂચન કર્યુ હતુ. તેમની યાદમાં મોદી સરકાર પોસ્ટે સ્ટેમ્પ અને સિક્કો બહાર પાડશે. 



આજથી જૂના મેગ્નેટિક સ્ટ્રિપ વાળા ક્રેડિટ/ડેબિટ કાર્ડ કામ નહિ લાગે, EMV ચિપ હવે ફરજિયાત
Debit cards
ગત સપ્ટેમ્બરમાં રિઝર્વ બેન્કે જાહેર કરેલ સુચના મુજબ 31 ડિસેમ્બરની મધરાત સુધીમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બદલાઈ રહ્યા છે. મોટાભાગની બેન્કો દ્વારા અત્યાર સુધી વપરાશમાં લેવાતાં કાર્ડમાં બ્લેક કલરની મેગ્નેટિક સ્ટ્રિપના ડિકોડિંગ વડે ટ્રાન્જેક્શન થતા હતા. હવે એ કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે અને તેના સ્થાને મોબાઈલના સિમકાર્ડ જેવી EMV ચિપ ફરજિયાત થઈ રહી છે. SBI સહિત દરેક બેન્કોએ પોતાના કસ્ટમરને નવા કાર્ડ ઈસ્યુ કરી દીધા છે, પરંતુ હજુ પણ અડધો-અડધ કાર્ડ એક્ટિવેટ થયા નથી આથી 1 જાન્યુઆરીથી ઓનલાઈન ટ્રાન્જેક્શનમાં ખાસ્સો ઘટાડો થવાની શક્યતા જોવાઈ રહી છે.

શા માટે કાર્ડ બદલવા પડ્યા?

અત્યાર સુધી વપરાતાં કાર્ડમાં પાછળની બાજુએ કાળા રંગની મેગ્નેટિક સ્ટ્રિપ હતી, જેમાં ગ્રાહકના એકાઉન્ટની વિગતો સમાયેલી હતી. આ ભાગ મશીનમાં ઘસવાથી કમ્પ્યૂટર પ્રોગ્રામ દ્વારા તેને ડિકોડ કરીને ટ્રાન્જેક્શન થઈ શકતા હતા. 

પરંતુ આ કાર્ડની મર્યાદા એ હતી કે સ્વાઈપ મશીન વગર પણ મેગ્નેટિક સ્ટ્રિપ ડિકોડ કરવી બહુ આસાન હતી. આથી ઓનલાઈન ટ્રાન્જેક્શનમાં છેતરપીંડીનું પ્રમાણ ખાસ્સું ઊંચું બન્યું હતું. આથી રિઝર્વ બેન્ક દ્વારા EVM ચિપ ફરજિયાત બનાવવામાં આવી. 
 
શું છે EMV ચિપ?

EMV કાર્ડને ચિપ કાર્ડ અથવા IC કાર્ડ પણ કહેવામાં આવે છે. આ કાર્ડમાં ડાબી બાજુ મોબાઈલના સિમકાર્ડ જેવી ચીપ હોય છે, જેમાં એકાઉન્ટ સંબંધિત માહિતી એન્ક્રિપ્ટેડ કરેલ હોય છે. 
 
મેગ્નેટિક સ્ટ્રિપ પરની માહિતી ડિકોડિંગથી જાણી શકાય છે, પરંતુ EMV ચિપ પરની માહિતી એન્ક્રિપ્ટેડ (સાંકેતિક) હોવાથી ડિકોડ કર્યા પછી પણ તેને ઉકેલવા માટે ખાસ પ્રકારનું (બેન્કિંગનું) પ્રોગ્રામિંગ હોવું જોઈએ. આથી મેગ્નેટિક સ્ટ્રિપની સરખામણીએ EMV ચિપ વધુ ભરોસાપાત્ર ગણાય છે. 
 
સુરક્ષા અંગે ત્રણ મોટી ક્રેડિટ કાર્ડ કંપની યુરો-પે, માસ્ટરકાર્ડ અને વિઝા દ્વારા સ્વિકૃત હોવાથી આ કાર્ડ EMV તરીકે ઓળખાય છે. 



દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા ફિલ્મ સર્જક મૃણાલ સેનનું 95 વર્ષની વયે અવસાન
- સત્યજીત રે અને ઋતવિક ઘટક શ્રેણીના મૃણાલ સેન અંતિમ મણકા સમાન હતા
સત્યજીત રે અને ઋતવિક ઘટક શ્રેણીના મૃણાલ સેન  અંતિમ મણકા સમાન ફિલ્મ સર્જક અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા મૃણાલ સેનનું આજે ૯૫ વર્ષની વયે અવસાન થયું હતું.વય સબંધીત બીમારીઓના કારણે તેઓ લાંબા સમયથી બીમાર રહેતા આજે સવારે સાડા દસ વાગે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો, એમ તેમના પરિવારના સ્ત્રોતોએ કહ્યું હતું.' વય સબંધીત બીમારીઓના કારણે મૃણાલ સેન આજે અવસાન પામ્યા હતા'એમ તેમના પરિવારના એક સભ્યે આજે કહ્યું હતું.