સોમવાર, 29 ઑક્ટોબર, 2018

આબેની હોલીડે વિલામાં મોદી માટે ખાસ ડીનર, રોબોટ ફેક્ટરીની મુલાકાત લીધી

 

- આબેના હોલીડે હોમની મુલાકાત લેનારા મોદી પહેલા વિદેશી નેતા : બન્નેએ આઠ કલાક સાથે વિતાવ્યા


- મોદીએ આબેને પથ્થરની બનાવટની કટોરી અને રાજસ્થાની ગાલીચો ભેટ કર્યો

 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ જાપાનની મુલાકાતે છે. આ દરમિયાન તેઓએ જાપાનના વડા પ્રધાન સિંઝો આબેની સાથે બેઠક યોજી હતી. અહીં આવેલી એક રોબોટ બનાવતી ફેક્ટ્રીની પણ મોદીએ મુલાકાત લીધી હતી.
આબે અને મોદી બન્નેએ સાથે આઠ કલાક વિતાવ્યા હતા. ૧૩મી ભારત-જાપાન સમીટમાં જોડાવા માટે મોદી હાલ જાપાનના પ્રવાસે છે.
રવિવારે શરૃ થયેલી આ સમીટ સોમવારે પણ ચાલશે. જે દરમિયાન ભારત અને જાપાન વચ્ચેના વ્યાપાર સંબંધી મુદ્દાઓને લઇને પણ ચર્ચા કરવામાં આવશે.
મોદીના જાપાનમાં પ્રવેશ  સમયે જાપાનના વડા પ્રધાન સિંઝો આબેએ ટ્વિટ કરીને મોદીનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મોદીએ આબેને એક પથ્થરની કટોરી અને રાજસ્થાની બનાવટની ચાદર ભેટમાં આપી હતી. આ બન્ને ભેટ હાથ બનાવટની છે જે ખાસ જાપાનની મોદીની મુલાકાત માટે જ બનાવવામાં આવી હતી.
બનાવટ વખતે તેની દેખરેખ અમદાવાદની એનઆઇડીએ રાખી હતી. આ સાથે જ એક જોધપુરી વૂડન ચેસ્ટ પણ ભેટવામાં આપવામાં આવી હતી. દરમિયાન મોદીને જાપાનમાં બનતા વિવિધ રોબોટ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. બન્ને નેતાઓએ સાથે મળીને રોબોટના વિવિધ ફોર્મેટ અંગે ચર્ચા પણ કરી હતી.
ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જાપાનના વડા પ્રધાન આબેની આગતા સ્વાગતા કરી હતી. આબેની હોલીડે વિલામાં મોદી માટે ખાસ ડીનરનું આયોજન કરાયું હતુંઆબેના આ હોલીડે હોમની મુલાકાત લેનારા મોદી પહેલા વિદેશી નેતા બન્નેએ  આઠ કલાક સાથે વિતાવ્યાબન્નેએ સાથે ડીનર લીધા બાદ ટોક્યોની ટ્રેનમાં સાથે મુસાફરી પણ કરી હતી.
ટોક્યોમાં બન્ને નેતાઓ સોમવારે એક બેઠક યોજશે જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કવામાં આવશે. એક અહેવાલ મુજબ જાપાનના વડા પ્રધાન સિંઝો આબેએ નરેન્દ્ર મોદી એક મહાન દેશના વડા પ્રધાન છેજે દિવસે જાપાની બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઇની વચ્ચે દોડશે તે દિવસ ભારત અને જાપાન માટે ઐતિહાસિક હશે.