સોમવાર, 1 ઑક્ટોબર, 2018


ભારતના મહાન નેત્ર ચિકિત્સક ડોક્ટર ગોવિંદપ્પા વેન્કટસ્વામીનો આજે 100મો જન્મદિન

 
ડોક્ટર ગોવિંદપ્પા વેન્કટસ્વામી ભારતના એક મહાન નેત્ર ચિકિત્સક હતા. તેમનો જન્મ 1 ઓક્ટોબર 1918એ થયો હતો અને 87 વર્ષની ઉંમરમાં 7 જુલાઈ 2006એ તેમનું  નિધન થયુ હતુ. 
ઘણા ગરીબ પરિવારમાંથી આવતા ગોવિંદપ્પા વેન્કટસ્વામીએ એક એવા નેત્ર હોસ્પિટલનું સપનુ જોયુ, જેમાં ગરીબોને ઘણી ઓછી કિંમત પર દાક્તરી સુવિધાઓ ઉપલબ્ધ થાય. તેમણે પોતાના આ સપનાને પૂરુ પણ કર્યુ. 
- ડોક્ટર ગોવિંદપ્પા વેન્કટસ્વામી ગરીબ પરિવારમાંથી આવતા હતા પરંતુ તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો કેમ કે તેમના એક અમીર અંકલે તેમના ભણવાનો ખર્ચ આપ્યો હતો. 
- ભણતર બાદ તેમણે ઈન્ડિયન આર્મીનો મેડીકલ કોર્સ જોઈન કર્યો જ્યાં તેમણે યુદ્ધમાં ઈજાગ્રસ્ત સૈનિકોનો ઈલાજ કર્યો.
- તેમણે ગરીબો માટે એવી આંખોનું હોસ્પિટલ ખોલવાનું સપનુ જોયુ હતુ જેમાં ઘણા ઓછા પૈસામાં ગરીબોની સારવાર થાય. જે બાદ તેમણે અરવિંદ આઈ કેર સેન્ટરની સ્થાપના કરી.
- હોસ્પિટલ માટે તેમને બેન્કે લોન આપવાની મનાઈ કરી દીધી હતી. ત્યારે તેમણે પૈસાની સગવડ કરવા માટે પોતાનું ઘર ગીરવી મૂક્યુ હતુ.
- ડોક્ટર ગોવિંદપ્પાને પોતાનું આઈ કેર સેન્ટર ખોલવાની પ્રેરણા મેકડોનાલ્ડની એસેમ્બલી લાઈન ઓપરેશનમાં મળી હતી. 
- ડોક્ટર ગોવિંદપ્પા વેન્કટસ્વામીએ 56 વર્ષની ઉંમરમાં 1976માં મદુરાઈમાં અરવિંદ આઈ હોસ્પિટલ ખોલ્યુ હતુ. તેઓ આજીવન લગ્ન ન કર્યા અને પોતાના ભાઈની સાથે રહ્યા હતા.


PM નરેન્દ્ર મોદીએ 1120 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતનની મુલાકાતે આવ્યા હતા. દિવસ દરમિયાન વડાપ્રધાન જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. PM મોદી આણંદ, કચ્છ અને રાજકોટમાં વિવિધ યોજનાનું લોકાર્પણ કર્યુ.

આણંદ:
- અમૂલના રૂપિયા 300 કરોડના અલ્ટ્રા મોડેલ ચોકલેટ પ્લાન્ટ અને વિદ્યા ડેરીના સ્ટુડન્ટ ટ્રેનીંગ આઈસ્ક્રીમ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યુ.
- PM રૂપિયા 1120 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ.
- એગ્રીકલ્ચરલ યુનિ.ના ઇન્કયુલેશન સેન્ટર કમ સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ફૂડ પ્રોસેસીંગ પ્લાન્ટનું તેમજ મુજકુમાવ ખાતે ભારતનાં સૌ પ્રથમ સોલાર કો-ઓપરેટીવ સોસાયટીનું ઉદ્ધાટન કર્યુ.
- આણંદ ખાતે અમૂલનાં અમૂલ મિલ્ક પ્રોસેસીંગ, પેકેજીંગ અને બટર મેન્યુફેકચરીંગ પ્લાન્ટના વિસ્તરણનું, ખાત્રજ ખાતેના અમુલ ચીઝ મેન્યુફેકચરીંગ પ્લાન્ટનું ખાતમુર્હુત કર્યુ.
કચ્છ:
- અંજારના સતાપર ખાતે મુંદ્રા એલએનજી ટર્મિનલ તથા અન્ય પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યુ.
- આંતરરાજ્યોને સાંકળતી કુદરતી ગેસ પરિવહનના સૌથી લાંબી પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુર્હુત કર્યુ.
- પાલનપુર પાલી-બાડમેર પાઇપલાઇન ઉપરાંત જેટકોના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યુ.
- ભીમાસર-અંજાર- ભુજ રાષ્ટ્રીય ધોરી માર્ગનું ખાતમૂર્હુત કર્યુ.
- અંજાર વિદ્યુત કચેરી સબ સ્ટેસનનું લોકાર્પણ કરશે
રાજકોટ:
- ગાંધીજી જયાં ભણ્યા હતા તેવી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મહાત્મા મ્યુઝિયમને ખુલ્લુ મુક્યુ.
- ચૌધરી શાળાનાં મેદાનમાં જ આઈ-વે પ્રોજેક્ટ ફેઝ-૨ તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ અને સામૂહિક ગૃહ પ્રવેશ કરાવ્યુ.
વડાપ્રધાન મોદી આણંદનાં મોગર, કચ્છમાં અંજાર તથા રાજકોટની ચૌધરી હાઈસ્કૂલનાં મેદાનમાં એમ કુલ 3 જાહેર સભાઓને સંબોધન કર્યુ.