PM નરેન્દ્ર
મોદીએ 1120 કરોડના વિવિધ
પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતનની મુલાકાતે આવ્યા હતા.
દિવસ દરમિયાન વડાપ્રધાન જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. PM મોદી આણંદ, કચ્છ અને રાજકોટમાં વિવિધ યોજનાનું
લોકાર્પણ કર્યુ.
આણંદ:
- અમૂલના રૂપિયા 300 કરોડના અલ્ટ્રા મોડેલ ચોકલેટ
પ્લાન્ટ અને વિદ્યા ડેરીના સ્ટુડન્ટ ટ્રેનીંગ આઈસ્ક્રીમ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યુ.
- PM રૂપિયા 1120 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ
અને ખાતમુહૂર્ત કર્યુ.
- એગ્રીકલ્ચરલ યુનિ.ના ઇન્કયુલેશન સેન્ટર કમ સેન્ટર ઓફ
એક્સેલન્સ ઇન ફૂડ પ્રોસેસીંગ પ્લાન્ટનું તેમજ મુજકુમાવ ખાતે ભારતનાં સૌ પ્રથમ
સોલાર કો-ઓપરેટીવ સોસાયટીનું ઉદ્ધાટન કર્યુ.
- આણંદ ખાતે અમૂલનાં અમૂલ મિલ્ક પ્રોસેસીંગ, પેકેજીંગ અને બટર મેન્યુફેકચરીંગ પ્લાન્ટના વિસ્તરણનું, ખાત્રજ ખાતેના અમુલ ચીઝ મેન્યુફેકચરીંગ પ્લાન્ટનું
ખાતમુર્હુત કર્યુ.
કચ્છ:
- અંજારના સતાપર ખાતે મુંદ્રા એલએનજી ટર્મિનલ તથા અન્ય
પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યુ.
- આંતરરાજ્યોને સાંકળતી કુદરતી ગેસ પરિવહનના સૌથી લાંબી પાઇપલાઇન
પ્રોજેક્ટનું ખાતમુર્હુત કર્યુ.
- પાલનપુર પાલી-બાડમેર પાઇપલાઇન ઉપરાંત જેટકોના પ્રોજેક્ટનું
ઉદ્ધાટન કર્યુ.
- ભીમાસર-અંજાર- ભુજ રાષ્ટ્રીય ધોરી માર્ગનું ખાતમૂર્હુત કર્યુ.
- અંજાર વિદ્યુત કચેરી સબ સ્ટેસનનું લોકાર્પણ કરશે
રાજકોટ:
- ગાંધીજી જયાં ભણ્યા હતા તેવી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મહાત્મા
મ્યુઝિયમને ખુલ્લુ મુક્યુ.
- ચૌધરી શાળાનાં મેદાનમાં જ આઈ-વે પ્રોજેક્ટ ફેઝ-૨ તથા
પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ અને સામૂહિક ગૃહ પ્રવેશ કરાવ્યુ.
વડાપ્રધાન મોદી
આણંદનાં મોગર, કચ્છમાં અંજાર તથા રાજકોટની ચૌધરી હાઈસ્કૂલનાં મેદાનમાં એમ
કુલ 3 જાહેર સભાઓને સંબોધન કર્યુ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો