Thursday, 21 June 2018

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દેશભરમાં ઉત્સાહભેર ઉજવણીની તૈયારી

Image result for yoga day 2018 india

- વડાપ્રધાન દેહરાદૂન ખાતે કાર્યક્રમની આગેવાની લેશે

- દેશભરના વિવિધ શહેરોમાં યોગના ૫૦૦૦ જેટલા કાર્યક્રમો યોજાશે: દિલ્હીમાં આઠ સ્થળોએ ઉજવણી

દેશભરમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તૈયારી થઇ ચૂકી છે. વડાપ્રધાન મોદી દેહરાદૂન ખાતે ૫૫૦૦૦ યોગ ઉત્સુક લોકોની આગેવાની લઇ યોગાસનો કરશે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં થશે. વિદેશમાં સંખ્યાબંધ ભારતીય સંસ્થાઓએ ઉજવણીની તૈયારી કરી લીધી છે.

ભારતમાં પાંચ હજાર જેટલા સ્થળોએ યોગાસનની શિબિરો થશે. પાટનગર દિલ્હીમાં આઠ સ્થળોએ યોગાસનો થશે જેમાં રાજપથ મુખ્ય છે. ૨૦૧૫માં પ્રથમ યોગ દિવસની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજપથ ઉપર કરી હતી.


વર્ષની સૌથી ભવ્ય ઉજવણી ઉત્તરાખંડના દેહરાદૂન ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટયૂટના મેદાનમાં થશે જેમાં વડાપ્રધાન આગેવાની લેશે. કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ, ગડકરી, સુરેશ પ્રભુ, ઉમા ભારતી વિગેરે દેશના  વિવિધ શહેરોમાં ઉજવણીની આગેવાની લેશે

દિલ્હીના લાલ કિલ્લા ખાતે બ્રહ્મા કુમારી દ્વારા આયોજિત યોગ કાર્યક્રમમાં બીએસએફ, સીઆરપીએફના જવાનો સહિત ૫૦૦૦ લોકો યોગાસનો કરશે.અનુકૃતી વાસ બની મિસ ઇન્ડિયા-2018, મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે પહેરાવ્યો તાજ

Image result for anukriti vas

- તમિલનાડુની અનુકૃતિએ 29 સ્પર્ધકોને પાછળ રાખી ખિતાબ પોતાના નામે કર્યો

ફેમિના મિસ ઇન્ડિયા-2018 તમિલનાડૂની અનુકૃતી વાસ બની છે. અનુકૃતિએ 29 કન્ટેસ્ટંટને પાછળ રાખીને આ ખિતાબ પોતાના નામે કર્યો છે. મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે તેને તાજ પહેરાવ્યો.

મંગળવારે મુંબઇમાં ફેમિના મિસ ઇન્ડિયા-2018 સ્પર્ધાનું આયોજન થયું. જેમાં બોલીવુડના ઘણાં સ્ટાર્સનું પરફોર્મન્સ હતું. જે બાદ દેશને નવી મિસ ઇન્ડિયા મળી.

તમિલનાડુની અનુકૃતિ વાસે મિસ ઇન્ડિયા વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો. આ સ્પર્ધામાં હરિયાણાની મીનાક્ષી ચૌધરી ફર્સ્ટ રનર્સ અપ રહી જ્યારે આંધ્રપ્રદેશની શ્રેયા રાવ સેકન્ડ રનર્સ અપ રહી.

અનુકૃતિ વાસ વ્યવસાયે ખેલાડી અને ડાંસર છે. તે ફેંચ ભાષામાં BA કરી રહી છે. તે સુપર મોડલ બનવા માંગે છે તેમજ બાઇક ચલાવવાનો શોખ પણ ધરાવે છે. આ કાર્યક્રમમાં અભિનેત્રી માધુરી દીક્ષિત, કરીના કપુર તેમજ જેકલિન ફર્નાંડિસે ડાંસ પરફોર્મન્સ આપ્યું હતું.ગુજરાતના એકમાત્ર મહારાષ્ટ્રીયન શરણાઈવાદક


- શ્રી રમાકાંત સંત કહે છે કે પારંપરિક વાદ્ય પ્રત્યે નવયુવાનોની રૂચિ ઓછી થતી જોવા મળી રહી છે

21 જૂનને સમગ્ર વિશ્વ સંગીત દિવસ તરીકે ઉજવે છે ત્યારે ભારત માટે અફસોસની વાત એ છે કે નવયુવાનોમાં પારંપરિક વાદ્ય મહારાષ્ટ્રીયન શહેનાઈ પ્રત્યેની રુચિ ઓછી થઈ રહી છે.

તેમ ગુજરાતના એકમાત્ર મહારાષ્ટ્રીયન શહેનાઈ વાદક તેમજ ગૌરવ પુરસ્કારથી સન્માનિત શ્રીરમાકાંત સંતે જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે શહેનાઈ વગાડનારા તો ઘણા છે પરંતુ તેમાં નિપુણતા પ્રાપ્ત કરનારા ભારતમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા બચ્યા છે.

સંગીતએ ઈશ્વર સુધી પહોંચવાનો સરળ રસ્તો છે. આ સંગીત આજે મારી નસમાં સમાયેલું છે. શહેનાઈ એ મારા નાના તેમજ પિતાજી તરફથી વારસામાં મળેલી ભેટ છે.

૭૮ વર્ષની ઉંમરે પહોંચેલા શ્રીરમાકાંત સંત કહે છે કે દિવસ ગમે તેટલો વ્યસ્ત હોય છતાં પણ દરરોજ બે કલાક શહેનાઈ વગાડું જ છું. અને જો ક્યારેક મન થાય તો આઠ કલાક સુધી બેઠા બેઠા શહેનાઈ વગાડયા કરું છું.

ખયાલ ઘરાનાની શહેનાઈ શ્રીરમાકાંતે ૯ વર્ષની ઉંમરથી શીખવાની શરુ કરી હતી. આ ઉંમરે તેઓ શહેનાઈની સાથે વાયોલિન પણ શીખતા હતા.

૨૦ વર્ષની ઉંમરે રાજકોટની મ્યુઝિક એકેડમીમાં વાયોલિનના શિક્ષક બનેલા શ્રીરમાકાંત કહે છે કે મેં ગુજરાત, રાજસ્થાન સહિત અનેક શાળાઓમાં સંગીતની તાલિમ આપી પરંતુ મહારાષ્ટ્રીય શહેનાઈમાં રુચિ ધરાવતો શિષ્ય કોઈ મળ્યો નહીં.

જો કે થોડા મહિનાથી વલસાડનો એક વિદ્યાર્થી શહેનાઈ શીખવા દર રવિવારે આવી રહ્યો છે જે મારા માટે ખુશીની વાત છે.

- બનારસી અને મહારાષ્ટ્રીયન શહેનાઈ વચ્ચે શું છે તફાવત?

બનારસી શહેનાઈને વિશ્વ સ્તરે પહોંચાડનાર ઉસ્તાદ બિસ્મિલા ખાન છે.  ડો. આશિષ સંતે જણાવ્યું કે બનારસી શહેનાઈમાં સાત કાણાઓમાંથી સૂર નીકળે છે જ્યારે મહારાષ્ટ્રીયન શહેનાઈમાં ૮ કાણા હોય છે. બનારસી શહેનાઈ નાની અને મધુર  હોય છે.

જેને વગાડવી સરળ છે.શહેનાઈનો મુખભાગ નદીના નરમ ઘાસમાંથી બનાવવામાં આવે છે જે ગંગાનદીના કિનારે જ ઊગે છે. જ્યારે મહારાષ્ટ્રીય શહેનાઈનો મુખભાગ ખજૂરના ઝાડની તાડપત્રીમાંથી બનાવવામાં આવે છે. આ શહેનાઈની ઊંચાઈ ખૂબ જ હોય છે તેમજ તેને વગાડવા માટે ફેફ્સામાં ખૂબ જોર પડે છે.

૫૦ વર્ષ જૂની મહારાષ્ટ્રીયન શહેનાઈ વગાડતા શ્રીરમાકાંત કહે છે કે સયાજીરાવ ગાયકવાડે શહેનાઈને પ્રચલિત કરી હતી અને છેલ્લા શ્વાસ સુધી તેમણે મહારાષ્ટ્રીય શહેનાઈને જીવંત રાખવાના પ્રયત્નો કર્યા હતા.
જો કે હવે મહારાષ્ટ્રીય શહેનાઈનું ભવિષ્ય ધૂંધળુ દેખાઈ રહ્યું છે. અને મને ડર છે કે શહેનાઈ તેમજ તેના સુર મ્યુઝિયમમાં બંધ થઈને ન રહી જાય.

બે પેઢીએ એકસાથે બનારસી શહેનાઈ, સિતાર અને તબલાની પ્રસ્તુતિ કરી.

વડોદરામાં સયાજીરાવના દરબારથી સંત પરિવારની પેઢી વડોદરામાં પોતાની કલાને જીવંત રાખી છે. આજે તેમના પરિવારની પાંચમી પેઢીએ પણ આ પરંપરા જાળવી રાખી છે.

આજે બંને ભાઈઓએ 12 વર્ષના પુત્ર સાથે મધુવંતી રાગની બનારસી શહેનાઈરા સંસ્કૃતિ કરી હતી.

આ રાગ સંધિકાંશ દરમિયાન 4થી 7 વાગ્યાની વચ્ચે ગાવામાં આવે છે. આ પરિવારમાં તમામ લોકો વર્ષોથી શહેનાઈ, જલતરંગ, તબલા, સિતાર, વાયોલિન અને વાંસળી વગાડવામાં નિપુણ છે.

- મારુ બિહાગ રાગ સંભળ અને હાર્મોનિયમની જુગલબંધી સાથે શહેનાઈ દ્વારા વગાડયો

- રાત્રિના પ્રથમ પ્રહાર 7થી 10 દરમિયાન આ રાગ વગાડાય છે.

- વડોદરામાં ૨૦ સદીના આરંભમાં મહારાષ્ટ્રીયન શહેનાઈનો ઉદય થયો

- પં.ગણપતરાવ વસઈકર પ્રથમ શહેનાઈવાદક જેમણે શહેનાઈ પર ૪ પુસ્તકો બનાવી


World Music Day 2018

Image result for world music day

 - જાણો, ક્યારે અને કેવી રીતે મ્યૂઝિક ડેની શરૂઆત થઈ હતી

- આજે વિશ્વ યોગ દિવસની સાથે-સાથે વિશ્વ મ્યૂઝિક ડે પણ મનાવવામાં આવી રહ્યો છે

તમે ખુશ હોવ કે દુખી, સંગીત તમારા મૂડના અનુસાર હંમેશા તમારી સાથે રહે છે. સંગીત એક એવી દોસ્તી છે.

જે તમારું ડિપ્રેશન દૂર કરીને તમારો મૂડ સારો કરી શકે છે. આજે આખુંય વિશ્વ વર્લ્ડ યોગા દિવસની સાથે-સાથે વર્લ્ડ મ્યૂઝિક ડે પણ મનાવી રહ્યું છે.

જાણો, શા માટે 21 જૂનના દિવસને વર્લ્ડ મ્યૂઝિક ડે તરીકે મનાવવામાં આવે છે. શું છે આ દિવસની ખાસિયત...?

વર્લ્ડ મ્યૂઝિક ડેનું આયોજન સૌથી પહેલા ફ્રાન્સમાં થયું હતું. ફ્રાન્સમાં આ જલસાને 'Fete de la Musique'ના નામથી પણ ઓળખવામાં આવે છે.

હકીકતમાં ફ્રાન્સના લોકોની સંગીત માટેની દિવાનગી જોઇને 21 જૂન 1982એ સત્તાવાર રીતે સંગીત-દિવસ જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદથી વિશ્વભરમાં મ્યૂઝિક ડેની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે.

વર્ષ 1976માં અમેરિકાના જાણિતા સંગીતકાર જોએલ કોહેનએ ફ્રાંસમાં સંગીત પર આધારિત એક જલસાનું આયોજન કર્યુ હતું. ત્યારબાદ દર વર્ષે 21 જૂને વર્લ્ડ મ્યૂઝિક ડે મનાવવામાં આવે છે.

ખાસ વાત એ છે કે આ જલસો દુનિયાના એક અથવા બે નહીં પરંતુ 31થી વધારે દેશોમાં આયોજિત કરવામાં આવે છે. જેમાં અલગ-અલગ દેશોના સંગીતકાર પોત-પોતાના વાદ્યની મદદથી આખી રાત પોતાના કાર્યક્રમ રજૂ કરતા રહે છે.

ફ્રાન્સમાં આ સંગીતોત્સવ માત્ર 21 જૂને જ નથી મનાવવામાં આવતો પરંતુ કેટલાય શહેરમાં આ દિવસની તૈયારીઓ એક મહિના પહેલાથી જ શરૂ થવા લાગે છે.

ત્યારબાદ સંગીત સાથે સંકળાયેલા કેટલાય કાર્યક્રમ જેવા કે મ્યૂઝિક-રિલીઝ, સી ડી લૉન્ચિંગ, કૉન્સર્ટ્સ વગેરે દરરોજ જોવા મળે છે. આટલું જ નહીં 3 દિવસ પહેલાથી શહેરનાં રસ્તા રિઝર્વ્ડ થઇ જાય છે.

આ ઉત્સવમાં અલગ-અલગ દેશમાંથી આવતાં જાણિતા સંગીતકાર લોકો માટે પાર્ક, મ્યૂઝિયમ, રેલ્વે સ્ટેશન પર લોકો માટે સંગીત વગાડે છે. લોકોનું મનોરંજન કરવા માટે તેઓ તેમની પાસેથી કોઇ પૈસા પણ લેતા નથી.


ફ્રાન્સ ઉપરાંત આ સંગીતોત્સવનું આયોજન અર્જેન્ટિના, બ્રિટન, લક્ઝમબર્ગ, જર્મની, ચીન, લેબનૉન, કોસ્ટા રિકા અને હવે ભારતમાં પણ થવા લાગ્યું છે. માનવામાં આવે છે કે સંગીતકાર આ જલસા દ્વારા વિશ્વમાં અમન તેમજ શાંતિનો સંદેશ ફેલાવવા માંગે છે.હુંજા સમુદાયના લોકો સરેરાશ ૧૦૦ વર્ષથી વધુનું આયુષ્ય ધરાવે છે

Image result for hunja community

- ભારત પાક નિયંત્રણ રેખા નજીક ગિલગિટની ઉત્તરમાં રહેતા

- હુંજા સમુદાય વિશ્વનો સૌથી વધુ ઉંમર ધરાવતો માનવસમૂહ ગણાય છે

- બ્લડ પ્રેશર, દમ,એલર્જી તથા ડાયાબિટીસ જેવી બીમારીઓનું નામ પણ સાંભળ્યું નથી નવી

જમ્મુ કાશ્મીરમાં ભારત પાકિસ્તાનની નિયંત્રણ રેખા નજીક ગિલગિટની ઉત્તરમાં હુંજાઘાટી આવેલી છે. અહીંના હુંજા સમુદાયના ૮૫ હજાર લોકો સરેરાશ ૧૦૦ વર્ષથી વધુનું આયુષ્ય ધરાવે છે. ગિલગિટ -બાલ્ટિસ્તાનની ઘાટીઓમાં રહેતા આ વિશિષ્ટ સમુદાયની મહિલાઓ હોય કે પુરુષો જલદી વૃધ્ધ થતા નથી. એન્ટી એજિંગ દવાઓ અને ક્રિમનો કરોડો રુપિયાનો કારોબાર ધમધમે છે પરંતુ હુંજીઘાટીની ૬૫ થી ૭૦ વર્ષની મહિલાઓના ચહેરા પર ઘડપણની ચરચલીઓ જોવા મળતી નથી.

એટલું જ નહી આટલી ઉંમરે ઘણી મહિલાઓ બાળકને જન્મ પણ આપે છે. પુરુષો ૯૦ વર્ષની ઉંમરે પિતા બન્યા હોય તેવા અનેક કિસ્સાઓ જોવા મળે છે. કુદરતી રીતે જ ખૂબ લાંબુ જીવતા આ સમુદાયના લોકો ભાગ્યે જ બીમાર પડે છે. બ્લડ પ્રેશર, દમ,એલર્જી તથા ડાયાબિટીશ જેવી બીમારીઓ આપણે ત્યાં સામાન્ય થઇ ગઇ છે જયારે અહીંના લોકોએ આવી તકલીફનું નામ પણ સાંભળ્યું નથી. આ હુજા જનજાતિ અંગે ડો રોબોટ મેકકૈરિસને ઇન ડેફિસિયન્સી ડિસીઝ નામના પુસ્તકમાં પણ ઉલ્લેખ ક્રર્યો છે.

પહાડો પરની ચોખ્ખી હવા, પાણી અને ખોરાકના લીધે તેઓ તંદુરસ્ત રહે છે. આમ તો પહાડોનું જીવન હાડમારીભર્યુ ભર્યુ હોય છે તેમ છતાં તેને સરળતાથી લે છે. રોજ ૧૫ થી ૨૦ કિમી ચાલવુંએ તેમની જીવનશૈલીનો એક ભાગ બની ગયું છે. હુજા લોકો  શાકભાજી અને અનાજ જાતે જ ઉગાડીને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બાજરા અને બંટી તેમનો અનાજમાં મુખ્ય આહાર છે. તેઓ અખરોટ અને જરદાલુંનો પણ ખોરાકમાં લે છે. આમ ફાયબર પ્રોટિન અને મિનરલ તેમને કુદરતી રીતે ખોરાકમાંથી જ મળી રહે છે.

શુન્ય ડિગ્રી તાપમાનમાં પણ ઠંડા પાણીએ નહાય છે
આ હુજા સમુદાયને વિશ્વનો સૌથી વધુ ઉંમર ધરાવતો યુવાન માનવસમૂહ કહેવામાં આવે છે. હુંજા સમુદાયના લોકો શુન્ય ડિગ્રી તાપમાનમાં પણ હોયતો પણ ઠંડા પાણીએ નહાય છે. તેઓ પોતાની પરંપરાને અનુસરીને ઓછું ખાય છે પોતાને ફિટ રાખવા માટે જયૂસ પણ લે છે.  તેમની પાસે સુખ ભોગવવા માટેની  ભૌતિક સમૃધ્ધિ ન હોવા છતાં હંમેશા હસતા ચહેરામાં જ રહે છે. ૭૦ વર્ષના પુરુષો ૪૦ વર્ષના હોય તેવા લાગે છે. તેઓ પોતાને મહાન સિંકદરના વંશજ હોવાનું જણાવે છે. તેઓ પોતાની આગવી બુરુશસ્કી ભાષા બોલે છે જે અન્ય ભાષાઓ કરતા સાવ જુદી પડે છે.