ગુરુવાર, 21 જૂન, 2018

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દેશભરમાં ઉત્સાહભેર ઉજવણીની તૈયારી

Image result for yoga day 2018 india

- વડાપ્રધાન દેહરાદૂન ખાતે કાર્યક્રમની આગેવાની લેશે

- દેશભરના વિવિધ શહેરોમાં યોગના ૫૦૦૦ જેટલા કાર્યક્રમો યોજાશે: દિલ્હીમાં આઠ સ્થળોએ ઉજવણી

દેશભરમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તૈયારી થઇ ચૂકી છે. વડાપ્રધાન મોદી દેહરાદૂન ખાતે ૫૫૦૦૦ યોગ ઉત્સુક લોકોની આગેવાની લઇ યોગાસનો કરશે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં થશે. વિદેશમાં સંખ્યાબંધ ભારતીય સંસ્થાઓએ ઉજવણીની તૈયારી કરી લીધી છે.

ભારતમાં પાંચ હજાર જેટલા સ્થળોએ યોગાસનની શિબિરો થશે. પાટનગર દિલ્હીમાં આઠ સ્થળોએ યોગાસનો થશે જેમાં રાજપથ મુખ્ય છે. ૨૦૧૫માં પ્રથમ યોગ દિવસની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજપથ ઉપર કરી હતી.


વર્ષની સૌથી ભવ્ય ઉજવણી ઉત્તરાખંડના દેહરાદૂન ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટયૂટના મેદાનમાં થશે જેમાં વડાપ્રધાન આગેવાની લેશે. કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ, ગડકરી, સુરેશ પ્રભુ, ઉમા ભારતી વિગેરે દેશના  વિવિધ શહેરોમાં ઉજવણીની આગેવાની લેશે

દિલ્હીના લાલ કિલ્લા ખાતે બ્રહ્મા કુમારી દ્વારા આયોજિત યોગ કાર્યક્રમમાં બીએસએફ, સીઆરપીએફના જવાનો સહિત ૫૦૦૦ લોકો યોગાસનો કરશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો