છોટાઉદેપુરના આદિવાસી
વિદ્યાર્થીનું ચિત્ર પર્યાવરણ પુસ્તકના કવરપેજ પર
- ત્રીજા ધોરણમાં ભણતા ગરીબ પરિવારના
વિદ્યાર્થીએ છોટાઉદેપુર જિલ્લાને અપાવ્યુ ગૌરવ
છોટાઉદેપુર
તાલુકાનાં કાછેલ પ્રાથમિક શાળાનાં દોરણ ત્રણ ના વિદ્યાર્થીનું દોરેલું ચિત્ર
ગુજરાત રાજ્ય પાઠય પુસ્તક મંડળે પસંદ કરી તેને ધોરણ ત્રણના પર્યાવરણ વિષયના
પુસ્તકના મુખ્ય પૃષ્ઠ પર સ્થાન આપ્યું છે. કાન્તિ રાઠવાએ સ્વચ્છતા અભિયાનના
ચિત્રમાં ગાંધીજી સફાઇ કરી રહ્યા છે તેવું દોર્યું છે.
ધોરણ ત્રણમાં
ભણતો વિદ્યાર્થી રાઠવા કાન્તિ જેન્દુભાઇ ગરીબ પરિવારમાંથી આવતો આ બાળકના માતા-પિતા
છુટક મજુરી કરીને ગુજરાન ચલાવે છે. આ બાળકની કલાને શિક્ષકે પારખી જઇ પ્રોત્સાહન
આપ્યું હતું. ચિત્ર સ્પર્ધા માટે તેને ગાંધીનગર લઇ જવામાં આવ્યો તેની સાથે જનાર
વાલીએ પ્રથમવાર ગાધીનગર જોયું હતું. અને જે
હોલમાં ચિત્ર સ્પર્ધા યોજવાની હતી તે હોલને જોઇ જ કાન્તિના પિતા જેન્દુભાઇના
મોમાંથી આશ્ચર્યના શબ્દો સરી પડયા હતા. કે આ હોલ માંતો અમારૃ આખું ગામ સમાઇ જાય
સ્વચ્છતા અભિયાનને લગતાં દોરેલા ક્રાન્તિના ચિત્રમાં ગાંધીજી સફાઇ કરી રહ્યા છે,
તેવું બતાવ્યું છે. કાંન્તિને આ ચિત્ર બદલ સરકાર દ્વારા ઇનામ પણ
આપવામાં આવશે.
છોટાઉદેપુર
જિલ્લાનાં ધાણક ફળિયા કાથેલ (કા) શાળા અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો