આજે
સૂર્યના આદ્રા નક્ષત્રમાં પ્રવેશ સાથે જૈનો કેરીનો ત્યાગ કરશે
- આદ્રા નક્ષત્રમાં વરસાદ પડે તો
સમગ્ર સિઝન મબલખ જતી હોવાની લોકવાયકા
ચોમાસાની
શરૃઆત અને તેને કારણે થતી જીવોત્પતિ સાથે નાતો ધરાવતા સંયોગનો ૨૨ જૂન-શુક્રવારથી
પ્રારંભ થશે. આ ઉપરાંત આવતીકાલે સવારે ૧૧:૧૪ વાગે સૂર્ય મૃગશિયા નક્ષત્રમાંથી
આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેની સાથે જ જૈન શ્રાવકો 'ફળોના રાજા' કેરીનો ત્યાગ
કરશે.
એક કહેવત છે
કે, ' જો વરસે
આદ્રા તો બારે મહિના પાધરા'. જેનો મતલબ થાય છે કે, આદ્રા નક્ષત્રમાં વરસાદ થાય તો આગામી ચોમાસું ભરપુર રહેવાની ખાતરી મળી જાય
છે.
સૂર્ય ૨૧ જૂનથી ૫ જુલાઇ આદ્રા નક્ષત્રમાં રહેશે. ભેજવાળા વાતાવરણમાં જીવોત્પતિ
ખૂબ જ વધારે પ્રમાણમાં થતી હોવાથી જૈન શ્રાવકો કેરી, જાંબુ વગેરે ફળનો
ત્યાગ કરે છે.
આદ્રા
બેસતાં જ આમ્રફળના સ્વાદમાં પણ ફરક પડવા લાગે છે. આદ્રા પછી કેરી આરોગવાનું ચાલુ
રાખવામાં આવે તો પેટ-વાયુના રોગો થવાની સંભાવના વધી જાય છે. શુક્રવારે સવારે ૧૧:૧૩
સુધી સૂર્ય મૃગશિયા નક્ષત્રમાં રહેશે અને ત્યારબાદ તેનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ
થશે.
આદ્રા
નક્ષત્રમાં પ્રવેશ બાદ સૂર્યનું વાહન હાથી છે. આમ, મેઘરાજા હાથી પર
સવારી કરીને મેઘરાજાનું આગમન થતી હોવાની લોકવાયકા છે.
શાસ્ત્રવિદોના મતે પણ
સૂર્યનારાયણ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે તેની આસપાસના સમયથી જ ચોમાસાની મોસમનો
પ્રારંભ થતો હોય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો