Monday, 4 March 2019


PM મોદીએ અમેઠીમાં ઈન્ડો-રશિયન રાઈફલ્સ પ્રા.લિ. રાષ્ટ્રને કર્યું સમર્પિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆજે ઉત્તરપ્રદેશના અમેઠીના પ્રવાસ પર છે. તેઓ અમેઠીની મુલાકાત પણ હતા. તેમણે અમેઠી ખાતે ઇન્ડો રશિયન રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. અહીં તેમણે જન સભા પણ સંબોધી હતી. 
જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, વધુમાં તેમણે કહ્યું , કે તત્કાલીન સરકાર પાસે સેનાએ બુલેટ પ્રુફ જેકેટ અને અત્યાધુનિક શસ્ત્રો પણ માંગ્યાં હતા. 
પણ તે સરકારે ધ્યાન આપ્યું ન હતું. પણ એનડીએ સરકારે , સેના માટે 2 લાખ 30 હજાર બુલેટ પ્રુફ જેકેટ ખરીદ્યાં છે. ઉલ્લેખનીય છે , કે પ્રધાનમંત્રીએ, આજે અમેઠી ખાતે 530 કરોડથી વધુની કિંમતની 17 જેટલી વિકાસલક્ષી યોજનાઓનું  લોકાર્પણ કર્યું હતું. આજે મહા શિવરાત્રીનું પાવન પર્વ, સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર

સોમનાથ મહાદેવ મંદિરે પ્રાતઃશૃંગાર દર્શન અને આરતીમાં માનવમહેરામણ ઉમટ્યુ
આજે મહા શિવરાત્રીનું પાવન પર્વ છે.
તે નિમિત્તે ગુજરાત સ્થિત પ્રથમ જયોતિર્લીગ ગણાતા સોમનાથ મંદિર ખાતે મોડી રાત્રીથી જ મોટી સંખ્યામાં શિવ ભકતો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. દર્શનાર્થીઓને ભોળાનાથના દર્શન થાય તે આશયથી આગામી બે દિવસ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સળંગ 42 કલાક સુધી મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત શિવરાત્રીના દિવસે ભોળાનાથની ભવ્ય શોભા યાત્રા સાથે , પાલખી યાત્રા યોજાશે. મહાપૂજા સાથે ચાર પ્રહરની આરતી- શૃંગાર દર્શન, ઘ્વજ પુજા, મહા મૃત્યુજય યજ્ઞ, હોમાત્મક લઘુરૂદ્ર સહિત , ધાર્મિક કાર્યક્રમોનું , આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પરિષરમાં તંત્ર દ્વારા વિશેષ અને સઘન સુરક્ષા કરવામા આવી છે.અમદાવાદ-આજે વિશ્વ ઉમિયા ધામ પરિસરનું ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી

નબળા વર્ગના વિદ્યાર્થીઓના છાત્રાલયનો પણ શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં બે દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી અનેક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાના છે. 
પ્રથમ કડીમાં રૂપિયા એક હજાર કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા 'વિશ્વ ઉમિયા ધામ' મંદિરના પરિસર ખાતે ખાતમુર્હત કરશે. ઉપરાંત મંદિર પરિસરમાં સમાજના જરૂરિયાતમંદો માટે વેપાર, શિક્ષણ, સ્વાસ્થ્ય વિષયો અંગે માહિતી આપતા કેન્દ્રો પણ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મંગળવારના રોજ , ગાંધીનગર નજીક આવેલા અડાલજ ખાતે ,માં અન્નપૂર્ણા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે. પછી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. આ સાથે પ્રધાનમંત્રી આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે નિર્માણ પામનાર છાત્રાલયનો શિલાન્યાસ પણ કરશેઅમદાવાદીઓની આતુરતાનો અંત, આજે મેટ્રો ટ્રેનની ગિફ્ટ આપશે PM

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે તેઓ અમદાવાદીઓ જે મેટ્રો ટ્રેનની આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યાં છે તેનો અંત આવશે.
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. પ્રાથમિક તબક્કે મેટ્રો ટ્રેન વસ્ત્રાલ થી એપરેલ પાર્ક સુધી દોડાવવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર મેટ્રો રેલની રેન્જ વધારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મેટ્રો શરૂ થતા શહેર ટ્રાફિકનો ભારણ ઘટશે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુ સક્ષમ બનશે.

પાકના 1000 વર્ષ જુના આ શિવમંદિરમાં ભારતીયો વગર મનાવાઈ રહી છે શિવરાત્રી, જાણો ઈતિહાસ
 
પાકિસ્તાનમાં લાહોરથી 280 કિમી દુર આવેલા 1000 વર્ષ કરતા પણ વધારે જુના ભગવાન શિવના કટાસરાજ મંદિરમાં આજે એક પણ ભારતીય ભાવિકની હાજરી વગર જ શિવરાત્રી ઉજવાઈ રહી છે.
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ચકવાલ જિલ્લામાં આવેલુ આ મંદિર પૌરાણિક ઈમારતોથી ઘેરાયેલુ છે.તેની વચ્ચે સરોવર આવેલુ છે.દર વર્ષે સેકંડો ભારતીય શ્રધ્ધાળુઓ શિવરાત્રી નિમિત્તે ત્યાં જતા હોય છે.જોકે ભારત અને પાક વચ્ચેના તનાવના પગલે એક પણ ભારતીયે આ વખતે મંદિરમાં દર્શન કરવા જવા વિઝા માંગ્યો નથી.
આવુ પહેલા 1999ના કારગીલ યુધ્ધ અને 2008ના મુંબઈ હુમલા બાદ થયુ હતુ.
શિવરાત્રીને ધ્યાનમાં રાખીને ઐતહાસિક ધરોહર સમા મંદિરની સફાઈ કરાવાઈ હતી.મંદિરમાં સરોવરનુ પાણી કાચ જેવુ ચોખ્ખુ છે.
થોડા સમય પહેલા નજીકમાં આવેલી સીમેન્ટ ફેક્ટરીઓ જમીનમાંથી પાણી ખેંચી રહી હોવાથી મંદિરના આ જળાશયનુ પાણી ઘટી ગયુ હતુ અને તે સુકાઈ જવાની અણી પર આવી ગયુ હતુ.એ પછી સિંધમાં રહેતા હિન્દુઓએ કરેલી પિટિશન બાદ પાક સુપ્રીમ કોર્ટે સરોવરની કાળજી લેવાનો આદેશ આપ્યો હતો.
આ વખતે 141 ભાવિકોએ મંદિરમાં દર્શન કરવા વિઝા માંગ્યા હતા પણ પછી તેમણે હાલના તનાવને જોતા પાક જવાની યોજના માંડી વાળી છે.હવે સિંધના હિન્દુ પરિવારો ભગવાન શિવને શિવરાત્રી નિમિત્તે અભિષેક કરશે.
1972માં નક્કી થયેલા પ્રોટોકોલ પ્રમાણે દર વર્ષે 200 ભારતીયોને આ મંદિરમાં દર્શન કરવા માટે વિઝા આપી શકાય છે.
છઠ્ઠી સદીમાં મંદિરનુ નિર્માણ કરાવાયુ હતુ.કહેવાય છેકે મંદિર મહાભારત યુગમાં પણ હતુ.પાંડવોએ વનવાસનો કેટલોક સમય આ મંદિરમાં વિતાવ્યો હતો.મંદિરનુ જે કટાક્ષ કુંડ છે તે ભગવાન શંકરના આંસુથી બનેલો હોવાનો મનાય છે.એક કથા એવી છે કે જ્યારે દેવી સતીનુ નિધન થયુ ત્યારે ભગવાન શિવ તેમના દુખમાં એટલા રડ્યા હતા કે આંસુઓની એક નદી બની હતી.જેમાંથી બે કુંડ બન્યા હતા .એક કુંડ રાજસ્થાના પુષ્કરમાં છે અને બીજો કુંડ પાકિસ્તાના આ મંદિરમાં છે.