પાકના 1000 વર્ષ જુના આ શિવમંદિરમાં ભારતીયો વગર મનાવાઈ રહી
છે શિવરાત્રી, જાણો ઈતિહાસ
પાકિસ્તાનમાં
લાહોરથી 280 કિમી દુર આવેલા 1000 વર્ષ કરતા પણ વધારે જુના ભગવાન
શિવના કટાસરાજ મંદિરમાં આજે એક પણ ભારતીય ભાવિકની હાજરી વગર જ શિવરાત્રી ઉજવાઈ રહી
છે.
પાકિસ્તાનના
સિંધ પ્રાંતમાં ચકવાલ જિલ્લામાં આવેલુ આ મંદિર પૌરાણિક ઈમારતોથી ઘેરાયેલુ છે.તેની
વચ્ચે સરોવર આવેલુ છે.દર વર્ષે સેકંડો ભારતીય શ્રધ્ધાળુઓ શિવરાત્રી નિમિત્તે ત્યાં
જતા હોય છે.જોકે ભારત અને પાક વચ્ચેના તનાવના પગલે એક પણ ભારતીયે આ વખતે મંદિરમાં
દર્શન કરવા જવા વિઝા માંગ્યો નથી.
આવુ પહેલા 1999ના કારગીલ યુધ્ધ અને 2008ના મુંબઈ હુમલા બાદ થયુ હતુ.
શિવરાત્રીને
ધ્યાનમાં રાખીને ઐતહાસિક ધરોહર સમા મંદિરની સફાઈ કરાવાઈ હતી.મંદિરમાં સરોવરનુ પાણી
કાચ જેવુ ચોખ્ખુ છે.
થોડા સમય પહેલા
નજીકમાં આવેલી સીમેન્ટ ફેક્ટરીઓ જમીનમાંથી પાણી ખેંચી રહી હોવાથી મંદિરના આ
જળાશયનુ પાણી ઘટી ગયુ હતુ અને તે સુકાઈ જવાની અણી પર આવી ગયુ હતુ.એ પછી સિંધમાં
રહેતા હિન્દુઓએ કરેલી પિટિશન બાદ પાક સુપ્રીમ કોર્ટે સરોવરની કાળજી લેવાનો આદેશ
આપ્યો હતો.
આ વખતે 141 ભાવિકોએ મંદિરમાં દર્શન કરવા વિઝા માંગ્યા હતા પણ પછી તેમણે
હાલના તનાવને જોતા પાક જવાની યોજના માંડી વાળી છે.હવે સિંધના હિન્દુ પરિવારો ભગવાન
શિવને શિવરાત્રી નિમિત્તે અભિષેક કરશે.
1972માં નક્કી થયેલા પ્રોટોકોલ પ્રમાણે દર વર્ષે 200 ભારતીયોને આ મંદિરમાં દર્શન કરવા માટે વિઝા આપી શકાય છે.
છઠ્ઠી સદીમાં
મંદિરનુ નિર્માણ કરાવાયુ હતુ.કહેવાય છેકે મંદિર મહાભારત યુગમાં પણ હતુ.પાંડવોએ
વનવાસનો કેટલોક સમય આ મંદિરમાં વિતાવ્યો હતો.મંદિરનુ જે કટાક્ષ કુંડ છે તે ભગવાન
શંકરના આંસુથી બનેલો હોવાનો મનાય છે.એક કથા એવી છે કે જ્યારે દેવી સતીનુ નિધન થયુ
ત્યારે ભગવાન શિવ તેમના દુખમાં એટલા રડ્યા હતા કે આંસુઓની એક નદી બની હતી.જેમાંથી
બે કુંડ બન્યા હતા .એક કુંડ રાજસ્થાના પુષ્કરમાં છે અને બીજો કુંડ પાકિસ્તાના આ
મંદિરમાં છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો