બુધવાર, 5 જુલાઈ, 2017


ઇઝરાયેલ વિશેની માહિતી....



  • ઇઝરાયેલ ખ્રિસ્તીઓ, યહૂદીઓ, અને મુસ્લિમો માટે પવિત્ર ભૂમિ ગણવામાં આવે છે.
  • ઇઝરાયલની સત્તાવાર ભાષા હીબ્રુ છે ઇંગ્લીશનો વ્યાપકપણે બીજી ભાષા તરીકે ઉપયોગ થાય છે, અને તાજેતરમાં રશિયન સામાન્ય બની ગયું છે.
  • ઇઝરાયેલનો કુલ વિસ્તાર - 20,770 km²
  • ઈઝરાયલની રાજધાની - યરૂશાલેમ



મોદીની ઇઝરાયેલ મુલાકાત….




ઈઝરાયેલની ત્રિદિવસીય મુલાકાત અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે તેલ અવીલ પહોંચ્યા હતા. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાનયાહૂ પ્રોટોકોલનો ભંગ કરીને વડાપ્રધાન મોદીને બેન ગુરિયન એરપોર્ટ પર સ્વાગત કરવા પહોંચ્યા હતા. ત્યાં નેતાનયાહૂએ મોદીને જોઈને કહ્યું હતું કે, 'આપકા સ્વાગત હૈ, મેરે દોસ્ત'. એ પછી મોદીએ પણ હિબુ્ર ભાષામાં નેતાનયાહૂને કહ્યું હતું કે, શાલોમ (હેલ્લો), આઈ એમ હેપ્પી ટુ બી હિયર.

મોદીની મુલાકાત વખતે ઈઝરાયેલ મિલિટરી બેન્ડે રાષ્ટ્રીય ગીત વગાડયું હતું. બાદમાં સેનાએ વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપ્યું હતું.

મોદીની ઈઝરાયેલ મુલાકાતની સાથે સાથે...

* મોદીની મુલાકાતની યાદમાં ઈઝરાયેલે વિકસાવેલા 

'ક્રાયસનથુમુન' ફૂલને 'મોદી' નામ અપાશે

* નેતાનયાહૂએ મોદીને દાંઝિગર ફ્લાવર પાર્કની મુલાકાત કરાવી એ પછી ટ્વિટ કરીને આ માહિતી આપતા વિશ્વ આશ્ચર્યમાં

* નાઝીઓએ મોતને ઘાટ ઉતારેલા યહૂદીઓની યાદમાં બનાવાયેલા મેમોરિયલ 'યાદ વાશેમ'ની પણ મોદીએ મુલાકાત લીધી

* ઈઝરાયેલે ૧૯૫૩માં જેરુસલેમ નજીકના માઉન્ટ ઓફ રિમેમ્બ્રન્સ પર યાદ વાશેમ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી હતી

* આશરે ૪,૨૦૦ સ્ક્વેર મીટરમાં ફેલાયેલું આ મેમોરિયલ અન્ડરગ્રાઉન્ડ છે, જ્યાં નાઝીયુગની યાદ અપાવતી ઐતિહાસિક ચીજવસ્તુઓ સચવાઈ છે. 

6 જુલાઈના રોજ વડાપ્રધાન નેતન્યાહૂ સાથે હાઈફા કબ્રસ્તાન જશે. અહીંયા પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ ભારતીય સૈનિકોને દફનાવવામાં આવ્યા હતા. જે બાદ બંને નેતા ગેલ મોબાઈલ-ઈન્ટીગ્રેટેડ વોટર પ્યોરિફિકેશન જોવા જશે. જેને હાઈક્લોવિટી પીવાનું પાણી તૈયાર કરવા બનાવવામાં આવ્યું છે. તેનો ઉપયોગ સંકટ સમયે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા થાય છે.
=======================================================================


નેતાનયાહૂએ વડાપ્રધાન મોદીને દાંઝિગરના વિખ્યાત ફ્લાવર ફાર્મની મુલાકાત કરાવી હતી. 

દાંઝિગરના વિખ્યાત ફ્લાવર ફાર્મની મુલાકાત

ઈઝરાયેલની ફ્લોરીકલ્ચર કંપની છે, જે આશરે ૮૦ હજાર સ્ક્વેર મીટરમાં અત્યાધુનિક ગ્રીનહાઉસ પદ્ધતિથી અનેક પ્રકારના ફૂલોની ખેતી કરે છે. વર્ષ ૧૯૫૩માં સ્થપાયેલો આ ફ્લાવર ગાર્ડન જેરુસલેમથી ૫૬ કિ.મી. દૂર મોરાવ મિશામાર હાશિવામાં આવેલો છે. આ બાગમાં ઉગતા ફૂલો ઈઝરાયેલ સહિત ૬૦ દેશોમાં વેચાય છે.

પ્રથમ વિશ્વયુધ્ધ દરમિયાન ઇસ ૧૯૧૮માં હૈફા સીટીને તુર્કીના કબ્જામાંથી છોડાવવા ૮ ભારતીય સૈનિકો શહિદ અને ૩૪ ઘાયલ થયા હતા.ઇઝરાયલમાં આવેલું આ સ્થળ આજે ભારતીય સૈનિકોના સ્મારક તરીકે ઓળખાય છે.ભારતના ઘોડેસવાર બ્રિગેડનું હૈફા સીટીની લડાઇમાં મહત્વનું યોગદાન રહયું હતું.

હાઈફા કબ્રસ્તાન 


આ હૈફામાં સૈનિકોની સહાદતની યાદમાં દર વર્ષે ભારતીય સેના હૈફા ડેને અચૂક યાદ કરે છે.

આ લડાઇમાં જોધપુર,હૈદરાબાદ અને મૈસૂર રજવાડાના ઘોડેસવાર સૈનિકોએ ભાગ લીધો હતો.જો કે એ સમયે ઇઝરાયલ નામનો દેશ બન્યો ન હતો પરંતુ  હૈફા આજે ઇઝરાયેલનું ત્રીજા નંબરનું મોટું શહેર છે.
૨૩ સપ્ટેમ્બર ૧૯૧૮ના રોજ બ્રિટીશ ભારતના ઘોડેસવારોએ હૈફા શહેર પર કબ્જો મેળવી ઓટોમન તૂર્કો પર હુમલો કર્યો હતો.આ લડાઇમાં તુર્કી સેના મશીનગનો અને આર્ટિલરી જેવા શસ્ત્રોથી સજજ હતી.જયારે ભારતીય જવાનો પાસે ભાલા અને તલવાર જેવા પરંપરાગત હથિયારો હતા.તેમ છતાં જવાનોએ પરાક્રમ દાખવી તુર્કી સૈનિકોને હરાવ્યા હતા.
=======================================================================


પીએમ મોદી જે હોટેલમાં રોકાયા છે તે કિંગ ડેવિડ હોટેલના ડિરેક્ટર ઓફ ઓપરેશન્સ શેલ્ડન રિટ્ઝ કહે છે કે, ભારતના પીએમ અત્યારે ચિંતામુક્ત થઈને અહીં સુઈ શકે છે. કારણકે આ ધરતીની સૌથી સુરક્ષિત સ્વીટ છે. તેમના રુમ પર કોઈ પણ પ્રકારના બોમ્બ અથવા કેમિકલ અટેકની કોઈ અસર નહીં થાય. 

મોદી અને ટીમ માટે 110 રુમ તેમણે આગળ કહ્યું કે, જો હોટલને બોમ્બથી ઉડાવી દેવામાં આવે તો પણ તેમના રુમનો વાળ પણ વાંકો નહીં થઈ શકે. નરેન્દ્ર મોદી અને ભારતના પ્રતિનિધિમંડળને રોકાવા માટે હોટલના 110 રુમ ખાલી કરાવવામાં આવ્યા છે. અમે આ સદીના દરેક અમેરિકન પ્રેસિડન્ટની આગેવાની કરી છે. ક્લિન્ટન, ઓબામાથી લઈને ટ્રંપ સુધી દરેકની અને હવે મિસ્ટર મોદીના યજમાન બન્યા છીએ.