ગુરુવાર, 17 જાન્યુઆરી, 2019

વર્ષ 2015, 2016, 2017 અને 2018 માટે ગાંધી શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી

o  


વર્ષ 2015, 2016, 2017 અને 2018 માટે ગાંધી શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામીણ ભારતના વિકાસ માટે વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીને વર્ષ 2015 માટે, વર્ષ 2016 માટે મધ્યાન ભોજન તરીકે ઓળખાતી ખાનગી સંસ્થા અક્ષયપાત્ર અને શૌચાલય માટે જાણીતી સંસ્થા સુલભ ઇન્ટરનેશનલને પુરસ્કાર અપાયો છે. આ ઉપરાંત જનજાતિ વિસ્તારમાં બાળકોના શિક્ષણ ઉપર ધ્યાન આપતી સંસ્થા એકલ અભિયાન ટ્રસ્ટને વર્ષ 2017 માટે અને ભારત સહિત દુનિયામાં લેપ્રેસી માટે કાર્ય કરનાર સંસ્થાના શ્રી યોહી સાસાકાવાને 2018 માટે પુરસ્કાર અપાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ પુરસ્કાર વિજેતાઓને શુભકામના આપી છે.


હજીરામાં બનેલી કે-9 વજ્ર ટેન્ક વડાપ્રધાન રાષ્ટ્રને અર્પણ કરશે

 

- નરેન્દ્ર મોદી પ્લાન્ટની મુલાકાત પણ લેશેઃ બોફોર્સને ટક્કર મારે તેવી બીજી ૧૦૦ ટેન્ક એલએન્ડટી તૈયાર કરશે

- વડાપ્રધાનના કાર્યક્રમ માટે ૪૦૦ બસ ફાળવાઇ:હજારો મુસાફરો રઝળશે

Image result for made-in-hazira-k-9-vajra-tank
ગુજરાતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન મોદી શનિવારે સુરતના હજીરાની એલ એન્ડ ટીમાં તૈયાર થયેલી આર્મી માટેની કે-૯ વજ્ર ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરશે.  મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટથી તૈયાર થયેલી આ ટેન્કથી ભારતીય સેનાની તાકાતમાં વધારો થશે.

વડાપ્રધાન શનિવારે હજીરા ખાતે ટેન્ક તૈયાર થઇ તે પ્લાન્ટની મુલાકાત લઇ ફાઉન્ડેશન સ્ટોન ઓફ હજીરા ગન ફેકટરી કાર્યક્રમમાં હાજરી આપશે હાલમાં એક ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરાશે. આવી ૧૦૦ ટેન્ક તૈયાર કરવામાં આવી રહી છે. એક ટેન્ક બનાવ્યા બાદ ડેમો બનાવી આર્મીને ટેસ્ટીંગ માટે મોકલવામાં આવી હતી. જેમાં થોડા સુધારા-વધારા પણ સૂચવાયા હતા. 

ડિફેન્સ નિષ્ણાંતોના મતે આ ટેન્કને સેલ્ફ પ્રોપેલ્ડ હૉવીટઝર ગન કહેવાય છે. આ કે-૯ વજ્ર ટેન્ક બોફોર્સ ટેન્કને પણ ટક્કર મારે તેવી છે. બોફોર્સ એક્શન માં આવતા પહેલા પાછળ જતી હતી. જ્યારે કે-૯ ઓટોમેટિક ટેન્ક છે. કે-૯ વજ્ર એક સ્વયં-સંચાલિત આટલરી સિસ્ટમ છે, જે ૪૦ કિલોમીટરથી ૫૨ કિ.મી સુધીની (વિસ્તૃત મોડ) મારક ક્ષમતા ધરાવે છે. ઓપરેશનલ રેન્જ ૪૮૦ કિ.મી છે. કે-૯ ૧૫ સેકંડની અંદર ત્રણ શેલ છોડી શકે છે.

આ ટેન્ક બનાવવા માટે હજીરામાં ફેકટરી સ્થાપવામાં આવી છે. ટેન્કને રાષ્ટ્રને અર્પણ કરવાના પ્રસંગે ભારતના રક્ષામંત્રી પણ ઉપસ્થિત રહેશે.

ભારતના પહેલા સમાનવ અતંરિક્ષ માટે એરફોર્સના ત્રણ પાયલોટ્સની પસંદગી થશે


 
ભારતના પહેલા સમાનવ અંતરિક્ષ અભિયાન માટેના અવકાશ યાત્રીઓની પસંદગી આ વર્ષે થઈ જશે.
આ માટે ભારતીય વાયુસેનાના દિગ્ગજ પાયલોટ્સમાં થી કોઈની પસંદગી કરવામાં આવશે.જોકે શોર્ટ લિસ્ટ થનારા ઉમેદવારોએ સંખ્યાબંધ પરીક્ષાઓમાંથી પાસ થવુ પડશે.
એરફોર્સના એક ઓફિસરે એક અખબાર સાથે કરેલી વાતચીત પ્રમાણે એરફોર્સ અને ઈસરો વચ્ચે આ માટે વાતચીત ચાલી રહી છે.અંતરિક્ષયાત્રીઓની પસંદગી આ વર્ષના અંત સુધીમાં થઈ જશે.
સરકારે જ્યારે 2022ના પ્રારંભમાં આ મિશન લોન્ચ કરવાનુ નક્કી કર્યુ છે ત્યારે હવે પહેલી બેચના અવકાશયાત્રીઓની પસંદગી કરવા માટે અને તેમને એ પછી તાલિમ આપવા માટે બહુ ઓછો સમય રહ્યો છે.
સૂત્રોના કહેવા પ્રમાણે અભિયાન માટે 3 ક્રુ મેમ્બરની ચૂંટણી થશે.આ માટે જોકે એક આખા ગ્રુપને રેડી કરવુ પડશે.સ્પેશ મિશન પહેલા સંખ્યાબંધ રીતે પાયલોટ્સની તપાસ કરવામાં આવશે.વાયુસેનાના ટેસ્ટ પાયલોટ્સ અભિયાન માટે પહેલી પસંદગી બની શકે છે.કારણકે તેમને ઈમરજન્સી સાથે કામ પાર પાડવાનો વિશેષ અનુભવ છે.આ મિશન માટે એક મહિલા પાયલોટની પણ પસંદગી થશે.

ગુજરાત અને નેધર લેન્ડ વચ્ચે વિવિધ 6 MOU કરાયા

 Image result for mou between gujarat and netharland
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સાથે નેધરલેન્ડના મિનિસ્ટર ઓફ ટેક્ષેશન એન્ડ કસટમ્સ મેન્નો સ્નેલ અને પ્રતિનિધિ મંડળની યોજાયેલી બેઠકમાં ગુજરાત અને નેધર લેન્ડ વચ્ચે વિવિધ 6 MOU કરવામાં આવ્યા હતા.
તદ્દાનુસાર સોલાર એનર્જીમાં ફ્લેક્સિબલ સોલાર પેનલ. ઓફ શોર એન્ડ ઓન શોર વિન્ડ એનર્જી વડોદરા મહાનગર પાલિકા સાથે હાઇ એફિસિયન્સી વેસ્ટ ટુ એનર્જી મેનેજમેન્ટ ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજી પી પી પી મોડલ પર રેડિયો એન્ડ કાર્ડિયોલોજી સેન્ટર તેમજ સેલાઇન ફાર્મિંગના ક્ષેત્રોમાં MOU થયા હતા.
નેધરલેન્ડ પોર્ટ ડેવલપમેન્ટમાં પાયોનિયર છે અને ગુજરાત 1600 કિ.મી જેટલો વ્યુહાત્મક દરિયા કિનારો ધરાવે છે, તે સંદર્ભમાં નેધરલેન્ડના સહયોગ અંગે તેમજ ધોલેરામાં વિવિધ માળખાકીય સુવિધામાં પણ સહયોગ અંગે બેઠકમાં વિચાર વિમર્શ થયો હતો.
ગુજરાત અને ભારત સાથે નેધરલેન્ડના દ્વિપક્ષીય સંબંધોના પરિણામે 45 જેટલી ડચ કંપનીઓ કાર્યરત છે. તેની વિગતો પણ નેધરલેન્ડ પ્રતિનિધિ મંડળે આપી હતી. આ બેઠકમાં ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.