ભારતના પહેલા
સમાનવ અતંરિક્ષ માટે એરફોર્સના ત્રણ પાયલોટ્સની પસંદગી થશે
ભારતના પહેલા
સમાનવ અંતરિક્ષ અભિયાન માટેના અવકાશ યાત્રીઓની પસંદગી આ વર્ષે થઈ જશે.
આ માટે ભારતીય વાયુસેનાના દિગ્ગજ
પાયલોટ્સમાં થી કોઈની પસંદગી કરવામાં આવશે.જોકે શોર્ટ લિસ્ટ થનારા ઉમેદવારોએ
સંખ્યાબંધ પરીક્ષાઓમાંથી પાસ થવુ પડશે.
એરફોર્સના એક ઓફિસરે એક અખબાર સાથે
કરેલી વાતચીત પ્રમાણે એરફોર્સ અને ઈસરો વચ્ચે આ માટે વાતચીત ચાલી રહી
છે.અંતરિક્ષયાત્રીઓની પસંદગી આ વર્ષના અંત સુધીમાં થઈ જશે.
સરકારે જ્યારે 2022ના પ્રારંભમાં
આ મિશન લોન્ચ કરવાનુ નક્કી કર્યુ છે ત્યારે હવે પહેલી બેચના અવકાશયાત્રીઓની પસંદગી
કરવા માટે અને તેમને એ પછી તાલિમ આપવા માટે બહુ ઓછો સમય રહ્યો છે.
સૂત્રોના કહેવા પ્રમાણે અભિયાન માટે 3 ક્રુ મેમ્બરની
ચૂંટણી થશે.આ માટે જોકે એક આખા ગ્રુપને રેડી કરવુ પડશે.સ્પેશ મિશન પહેલા સંખ્યાબંધ
રીતે પાયલોટ્સની તપાસ કરવામાં આવશે.વાયુસેનાના ટેસ્ટ પાયલોટ્સ અભિયાન માટે પહેલી
પસંદગી બની શકે છે.કારણકે તેમને ઈમરજન્સી સાથે કામ પાર પાડવાનો વિશેષ અનુભવ છે.આ
મિશન માટે એક મહિલા પાયલોટની પણ પસંદગી થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો