ગુરુવાર, 17 જાન્યુઆરી, 2019

હજીરામાં બનેલી કે-9 વજ્ર ટેન્ક વડાપ્રધાન રાષ્ટ્રને અર્પણ કરશે

 

- નરેન્દ્ર મોદી પ્લાન્ટની મુલાકાત પણ લેશેઃ બોફોર્સને ટક્કર મારે તેવી બીજી ૧૦૦ ટેન્ક એલએન્ડટી તૈયાર કરશે

- વડાપ્રધાનના કાર્યક્રમ માટે ૪૦૦ બસ ફાળવાઇ:હજારો મુસાફરો રઝળશે

Image result for made-in-hazira-k-9-vajra-tank
ગુજરાતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન મોદી શનિવારે સુરતના હજીરાની એલ એન્ડ ટીમાં તૈયાર થયેલી આર્મી માટેની કે-૯ વજ્ર ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરશે.  મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટથી તૈયાર થયેલી આ ટેન્કથી ભારતીય સેનાની તાકાતમાં વધારો થશે.

વડાપ્રધાન શનિવારે હજીરા ખાતે ટેન્ક તૈયાર થઇ તે પ્લાન્ટની મુલાકાત લઇ ફાઉન્ડેશન સ્ટોન ઓફ હજીરા ગન ફેકટરી કાર્યક્રમમાં હાજરી આપશે હાલમાં એક ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરાશે. આવી ૧૦૦ ટેન્ક તૈયાર કરવામાં આવી રહી છે. એક ટેન્ક બનાવ્યા બાદ ડેમો બનાવી આર્મીને ટેસ્ટીંગ માટે મોકલવામાં આવી હતી. જેમાં થોડા સુધારા-વધારા પણ સૂચવાયા હતા. 

ડિફેન્સ નિષ્ણાંતોના મતે આ ટેન્કને સેલ્ફ પ્રોપેલ્ડ હૉવીટઝર ગન કહેવાય છે. આ કે-૯ વજ્ર ટેન્ક બોફોર્સ ટેન્કને પણ ટક્કર મારે તેવી છે. બોફોર્સ એક્શન માં આવતા પહેલા પાછળ જતી હતી. જ્યારે કે-૯ ઓટોમેટિક ટેન્ક છે. કે-૯ વજ્ર એક સ્વયં-સંચાલિત આટલરી સિસ્ટમ છે, જે ૪૦ કિલોમીટરથી ૫૨ કિ.મી સુધીની (વિસ્તૃત મોડ) મારક ક્ષમતા ધરાવે છે. ઓપરેશનલ રેન્જ ૪૮૦ કિ.મી છે. કે-૯ ૧૫ સેકંડની અંદર ત્રણ શેલ છોડી શકે છે.

આ ટેન્ક બનાવવા માટે હજીરામાં ફેકટરી સ્થાપવામાં આવી છે. ટેન્કને રાષ્ટ્રને અર્પણ કરવાના પ્રસંગે ભારતના રક્ષામંત્રી પણ ઉપસ્થિત રહેશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો