સોમવાર, 15 ઑક્ટોબર, 2018


કુંભમેળા પહેલા યાત્રાધામ અલ્હાબાદનુ નામ બદલાશે, જાણો કયુ નામ સૂચવાયુ

 Related image
દેશના સૌથી મોટી રાજ્ય ઉત્તરપ્રદેશના સૌથી મોટા યાત્રાધામ પૈકીના એક અલ્હાબાદનુ નામ બદલવાનુ સરકારે નક્કી કર્યુ છે.
અલ્હાબાદનુ નામ બદલીને પ્રયાગરાજ કરવાનુ સુચન સંત સમુદાયે કર્યુ છે. જેને યોગી સરકારે સ્વીકાર્યુ છે. અલ્હાબાદમાં કુંભમેળો યોજાવાનો છે ત્યારે તેના માટે સંતો સાથે યોજાયેલી બેઠકમાં આ સૂચન થયુ હતુ.રાજ્યપાલે પણ આ સૂચન સાથે સંમતિ દર્શાવી છે.
યોગીએ કહ્યુ હતુ કે અહીંયા ગંગા અને યમુના એમ બે પવિત્ર નદીઓનો સંગમ થાય છે.માટે અલ્હાબાદના પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવશે.
યુપી કેબિનેટની આગામી બેઠકમાં આ નિર્ણય પર મંજુરીની મહોર મારવામાં આવે તેવી શક્યતા છે.
હાલમાં અલ્હાબાદમાં કુંભમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.



શરમજનક સ્થિતિ, ગ્લોબર હંગર ઈન્ડેક્સમાં 119 દેશોમાં ભારત 103મા સ્થાને


ભારતમાં એક તરફ શહેરોની ચકાચૌંધ છે તો બીજી તરફ કારમી ગરીબી છે. લાખો લોકોને પેટ પુરતુ ખાવાનુ પણ મળતુ નથી.
ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારત પાછળ સરક્યુ છે.જે દેશ માટે શરમજનક કહી શકાય. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ એટલે કે ભૂખમરાની સ્થિતિની રીતે જોવામાં આવે તો દુનિયાના 119 દેશોમાં ભારત 103મા સ્થાને છે. ગયા વર્ષે આ યાદીમાં ભારત 100મા સ્થાને હતુ.
ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટુ અર્થતંત્ર બન્યુ હોવાનુ ગૌરવ ભલે લેવાતુ હોય પણ વાસ્તિવકતા જુદી જ છે. હંગર ઈન્ડેક્સમાં ખાસ કરીને એ બાબત પર ભાર મુકવામાં આવતો હોય છે કે જે તે દેશમાં લોકોને પુરતા પ્રમાણમાં ભોજન મળે છે કે કેમ અને કેટલા લોકો કુપોષણનો શિકાર છે.
આ મામલામાં તો ભારતની સ્થિતિ નેપાળ અને બાંગ્લાદેશ કરતા પણ ખરાબ છે. ઈન્ડેક્સમાં બાંગ્લાદેશ 86, નેપાળ 72 અને શ્રીંલકા 67મા સ્થાને છે. પાડોશી દેશોમાં એક માત્ર પાકિસ્તાન ભારત કરતા પાછળ 106મા ક્રમે છે.