શરમજનક સ્થિતિ, ગ્લોબર હંગર
ઈન્ડેક્સમાં 119 દેશોમાં ભારત
103મા સ્થાને
ભારતમાં એક તરફ
શહેરોની ચકાચૌંધ છે તો બીજી તરફ કારમી ગરીબી છે. લાખો લોકોને પેટ પુરતુ ખાવાનુ પણ
મળતુ નથી.
ગ્લોબલ હંગર
ઈન્ડેક્સમાં ભારત પાછળ સરક્યુ છે.જે દેશ માટે શરમજનક કહી શકાય. ગ્લોબલ હંગર
ઈન્ડેક્સ એટલે કે ભૂખમરાની સ્થિતિની રીતે જોવામાં આવે તો દુનિયાના 119 દેશોમાં ભારત 103મા સ્થાને છે. ગયા વર્ષે આ યાદીમાં
ભારત 100મા સ્થાને હતુ.
ભારત દુનિયાની
છઠ્ઠી સૌથી મોટુ અર્થતંત્ર બન્યુ હોવાનુ ગૌરવ ભલે લેવાતુ હોય પણ વાસ્તિવકતા જુદી જ
છે. હંગર ઈન્ડેક્સમાં ખાસ કરીને એ બાબત પર ભાર મુકવામાં આવતો હોય છે કે જે તે
દેશમાં લોકોને પુરતા પ્રમાણમાં ભોજન મળે છે કે કેમ અને કેટલા લોકો કુપોષણનો શિકાર
છે.
આ મામલામાં તો
ભારતની સ્થિતિ નેપાળ અને બાંગ્લાદેશ કરતા પણ ખરાબ છે. ઈન્ડેક્સમાં બાંગ્લાદેશ 86, નેપાળ 72 અને શ્રીંલકા 67મા સ્થાને છે. પાડોશી દેશોમાં એક માત્ર પાકિસ્તાન ભારત કરતા
પાછળ 106મા ક્રમે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો