શનિવાર, 13 ઑક્ટોબર, 2018

અજોડ સૂરબહાર વાદક અન્નપૂર્ણાદેવીનું નિધન

Image result for Annapurna-devi Classical-Instrumentalist

-પંડિત રવિશંકરના પહેલાં પત્ની હતાં

-ઘણાં વાદ્યોનાં અજોડ વાદક હતાં


ભારતીય શાસ્ત્રીય સંગીતના અજોડ ઉપાસક અને સિતાર, સરોદ, સૂરબહાર, બિન ઇત્યાદિ વાજિંત્રોના અદ્વિતીય પ્રસ્તુતકર્તા શ્રીમતી અન્નપૂર્ણાદેવીનું આજે સવારે નિધન થયું હતું.
ટોચના બાંસુરીવાદક હરિપ્રસાદ ચૌરસિયા, ડૉક્ટર સુનીલ શાસ્ત્રી, નિત્યાનંદ હલદીપુરકર વગેરે કલાકારોના ગુરુ એવા અન્નપૂર્ણા દેવી આવરદાના નવમા દાયકામાં હતાં અને છેલ્લાં થોડા સમયથી પથારીવશ હતાં. શિષ્યોમાં પૂજ્ય મા તરીકે તેઓ ળખાતા્ં હતાં.
મૈહર ઘરાનાના એક અને અપ્રતીમ સ્વર સાધક ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન સાહેબનાં પુત્રી એવાં અન્નપૂર્ણા દેવીનાં લગ્ન ઉસ્તાદજીના પ્રથમણ હરોળના  શિષ્ય અને પાછળથી જગવિખ્યાત 
સિતારવાદક બનેલા પંડિત રવિશંકર સાથે થયાં હતાં. આરંભે બંને સાથે સ્ટેજ પર સંગીત રજૂ કરતાં હતાં. કેટલાક લોકોને એમ લાગતું હતું કે પંડિતજી કરતાં પૂજ્ય મા વધુ સરસ રીતે સિતાર વગાડે છે. પરિણામે પંડિત રવિશંકરનો અહંક્લેશ થયો હતો અને એમણે પોતાના ગુરુ ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાનને ફરિયાદ કરી હતી. પતિનો અસંતોષ જોઇને ખુદ માએ જાહેરમાં સિતાર સરોદ વાદન કરવાનું બંધ કર્યું હતું અને એ રીતે કળિયુગનાં સતી બની રહ્યાં હતાં. પંડિત રવિશંકરથી એમને એક પુત્ર થયો હતો જે કિશોર વયે પિતાની પાસે ગયો હતો અને અમેરિકામાં જ એનું અકાળ અવસાન થયું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો