મંગળવાર, 16 મે, 2017

દીપ્તિ  શર્મા-પૂનમ રાઉતે ઈતિહાસ સર્જી દીધો...

દક્ષિણ આફ્રિકા ખાતે યોજાઇ રહેલી ચાર દેશની વન-ડે ટુર્નામેન્ટમાં આયર્લેન્ડ સામેના મુકાબલા દરમિયાન ભારતની ઓપનર્સ દીપ્તિ  શર્મા-પૂનમ રાઉતે ઈતિહાસ સર્જી દીધો છે. દીપ્તિ શર્મા-પૂનમ રાઉતે પ્રથમ વિકેટ માટે ૪૫.૩ ઓવરમાં ૩૨૦ રનની ભાગીદારી નોંધાવી હતી. વિમેન્સ વન-ડે ક્રિકેટમાં કોઇ પણ વિકેટ માટેની શ્રેષ્ઠ ભાગીદારીનો આ વર્લ્ડ રેકોર્ડ છે.

રેકોર્ડબુક

-     દીપ્તિ શર્મા- પૂનમ રાઉત વચ્ચે પ્રથમ વિકેટ માટે ૩૨૦ રનની ભાગીદારી નોંધાઇ. જે વિમેન્સ વન-ડે ક્રિકેટમાં કોઇ પણ વિકેટ માટેની સર્વશ્રેષ્ઠ ભાગીદારી છે. ૨૬૮ રન સાથે અગાઉનો રેકોર્ડ ઇંગ્લેન્ડની ટિફિન્સ-એટકિન્સને નામે હતો. 
-     મેન્સ વન-ડે ક્રિકેટમાં પ્રથમ વિકેટની શ્રેષ્ઠ ભાગીદારીનો રેકોર્ડ (૨૮૬ રન) જયસૂર્યા-તરંગાને નામે છે. 
દીપ્તિ શર્માએ ૧૮૮ રન નોંધાવ્યા. જે વિમેન્સ વન-ડે ક્રિકેટમાં બીજો શ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર છે. બેલિન્ડા ક્લાર્ક (૨૨૯* વિ. ડેન્માર્ક, ૧૯૯૭) સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ ધરાવે છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો