અયોધ્યામાં શ્રીરામમંદિરનું થયુ ભૂમિપૂજન
આજનો દિવસ સત્ય, અહિંસા, આસ્થા અને બલિદાનને ન્યાયપ્રિય
ભારતની અનુપમ ભેટ : PM
આજનો દિવસ
કરોડો રામભક્તોના સંકલ્પની સત્યતાનું પ્રમાણ હોવાનું જણાવતા પ્રધાનમંત્રી
અયોધ્યામાં ભવ્ય રામમંદિરના
નિર્માણ માટે અનેક લોકોએ વર્ષોથી જોયેલુ સપનું આજે રામમંદિરના ભૂમિ પૂજનની સાથે
પૂર્ણ થયું છે... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાસ્ત્રોક્તવિધિ અને વૈદિક
મંત્રોચ્ચારથી અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય રામમંદિરનો આજે શિલાન્યાસ કર્યો
હતો..
ભૂમિ પૂજાના
અનુષ્ઠાન સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી
આદિત્યનાથ., રાજ્યપાલ આનંદીબેન પટેલ., રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મહંત , નૃત્ય ગોપાલ
દાસ , અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા , મોહન ભાગવત
ખાસ વિધિમાં સહભાગી થયાં હતાં.. વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર
મોદીએ અષ્ટ ઉપશિલા પૈકી કૂર્મશીલાનુ પૂજન પણ કર્યું હતું.. રામ મંદિરના શિલાન્યાસ
માટે પ્રધાનમંત્રી સવારે 9:30 કલાકે હેલિકોપ્ટર દ્વારા દિલ્હીથી
લખનઉ પહોંચ્યા હતાં.. લખનઉથી અયોધ્યા પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌ
પ્રથમ હનુમાનગઢીમાં દર્શન કર્યા હતાં અને પૂજા-અર્ચના કરી હતી.. ત્યાર બાદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામમંદિરના ભૂમિપૂજન સ્થળ પર પહોંચ્યા હતાં જ્યાં , ભૂમિ પૂજન
સ્થળે પ્રધાનમંત્રીએ રામ લલાના સાક્ષાત દંડવત થઈને દર્શન કર્યાં હતાં.. અને વિશેષ
પૂજા આરતી કરી હતી.. આ તકે તેમનું મંદિરના સાધુ-સંતો અને મહંતો દ્વારા વિશેષ
સ્વાગત કરવામાં આવ્યું હતું..
અહીં
પ્રધાનમંત્રીએ પારિજાતના છોડનું વૃક્ષારોપણ પણ કર્યું હતું.. મહત્વપૂર્ણ છે કે, ભૂમિ પૂજન
લઈને અયોધ્યા નગરીને , દુલ્હનની જેમ શણગારવામાં આવી છે.
રામમય થયેલી અયોધ્યામાં , છેલ્લાં ત્રણ દિવસથી સતત ધાર્મિક
અનુષ્ઠાનો ચાલી રહ્યાં છે.