જાણો ટેક્સહેવન શું છે અને આવા દેશોમાં લોકો પૈસા કેમ રોકે છે ?
- દુનિયાભરમાં આશરે
૯૦ જેટલા ટેક્સ હેવન દેશો છે
- 19 દેશોના નામ બહાર આવ્યા છે
પનામા પેપરની
જેમ પેરેડાઇઝ પેપરમાં પણ એવો જ ઘટસ્ફોટ થયો છે. જે મુજબ આ મોટી હસ્તીઓએ ટેક્સ હેવન
દેશોમાં ગુપ્ત રીતે મોટી રકમ રોકી છે. દુનિયાભરમાં આશરે ૯૦ જેટલા ટેક્સ હેવન દેશો
છે. જેમાં આ યાદીમાં 19 નામો સામે આવ્યા છે કે જ્યાં
ભારતીયો સહીતનાએ નાણા રોક્યા છે.
ટેક્સ હેવન
દેશોમાં ટેક્સ સંબંધી કાયદા બહુ જ લચીલા છે. અને અહીં વ્યાજદર શૂન્ય અથવા તો ન બરાબર
હોય છે. તેથી રોકાણ પર ઓછો ટેક્સ ચુકવવો પડે છે. બાદમાં અહીં જે પૈસા રોક્યા હોય
તેને એવા દેશોમાં વિદેશી રોકાણ જેવા ગતકડાં કરીને પૈસા રોકવામાં આવે છે કે જ્યાં
વ્યાજદર વધુ હોય.
ઉદાહરણ તરીકે
ભારત. આ બધુ હવાલા મારફતે પણ થતું હોય છે. ટેક્સ હેવન દેશોમાં જેમના પણ નાણા હોય
તેમના નામ ગુપ્ત રાખવામાં આવે છે. વળી ટેક્સ હેવન દેશોના આ લાભ લેવા માટે ત્યાના
સ્થાનીક નાગરીક હોવું પણ જરૃરી નથી. અન્ય દેશોમાં રહીંને પણ આ ટેક્સ હેવન દેશોની
બેંકોમાં પૈસા રાખી શકો છો.
શું છે પેરેડાઇઝ પેપર ?
બરમૂડાની 119 વર્ષ જુની એક આંતરરાષ્ટ્રીય લો કંપની એપલબયના લીક થયેલા પેરેડાઇઝ પેપર
સૌપ્રથમ જર્મનની એક અખબારના હાથમાં આવ્યા હતા, જેને બાદમાં આ
અખબારે ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇંવેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (આઇસીઆઇજે)ને
સોપવામાં આવ્યા.
આ સંસ્થાએ જુદા
જુદા દેશની કુલ 96 મીડિયા સંસ્થાઓ સાથે મળીને આ
પેપરની તપાસ કરી. આ પેપરમાં કુલ 1.34 કરોડ ડોક્યુમેન્ટ્સ
સામેલ છે. બરમૂડાની આ આંતરરાષ્ટ્રીય કંપનીએ ભારત સહીત 180 દેશોના
ઉધ્યોગપતીઓ, મોટી હસ્તીઓ અને રાજનેતાઓની કંપનીઓ ટેક્સહેવન
દેશોમાં ઉભી કરી આપી હતી. ટેક્સહેવન દેશો એવા હોય છે કે જ્યાં ટેક્સની ભરપાઇથી
છુટછાટ મળતી હોય છે. આ પેરેડાઇઝ પેપરમાં હજુ પણ ખુલાસા થઇ શકે છે.