મંગળવાર, 24 એપ્રિલ, 2018

ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો: ISRO મિલિટ્રી સેટેલાઈટ લોન્ચ કરશે
- ઈસરો 800 કરોડ રૂપિયાના ચંદ્રયાન-2 મિશન પર કામ કરી રહ્યુ છે


ઈસરો 800 કરોડ રૂપિયાના ચંદ્રયાન-2 મિશન પર કામ કરી રહી છે. આ સેટેલાઈટને ઓક્ટોબરમાં લોન્ચ કરવાનું છે પરંતુ આવનાર કેટલાક મહિનામાં ઈસરો કેટલાક મહત્વપૂર્ણ સેટેલાઈટ પણ લોન્ચ કરવાનું છે.

આ સેટેલાઈટ સામરિક દ્રષ્ટિથી ઘણું મહત્વપૂર્ણ હશે અને ભારતીય સેનાની આંખ બનીને પાડોશી દેશો પર નજર રાખશે. સેટેલાઈટ દ્વારા ધરતી અને સમુદ્રની સરહદો પર બાજ નજર રાખવામાં મદદ મળશે.

ઈસરો GSAT-7Aને સપ્ટેમ્બરમાં ભારતીય વાયુસેના IAF માટે લોન્ચ કરશે ત્યાં આ વર્ષના અંત સુધી સર્વિલાંસ માટે રીસેટ-2એને લોન્ચિંગ કરવામાં આવશે. GSAT-7Aને જીએસએલવી એમકે2 રોકેટ સાથે લોન્ચ કરવામાં આવશે.

આ વાયુસેના વિભિન્ન ગ્રાઉન્ડ રડાર સ્ટેશનો, એરબેઝ અને એરક્રાફ્ટને ઈન્ટરલિંક કરવાની સુવિધા પૂરી પાડશે. આ IAFની નેટવર્ક-કેન્દ્રિત યુદ્ધ ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાની સાથે જ તેમને વૈશ્વિક પરિચાલનમાં વૃદ્ધિ કરશે.

આ સેટેલાઈટ જીસેટ-7 અથવા રૂક્મણિ સમાન જ હશે. જેને 29 સપ્ટેમ્બર 2013એ લોન્ચ કરવામાં આવ્યુ હતુ. આ વિશેષરીતે નૌસેના માટે હતી. રૂક્મિણી ભારતીય નૌસેનાને હિંદ મહાસાગર ક્ષેત્રને મોનિટર કરવામાં મદદ કરે છે. આ સેટેલાઈટમાં લગભગ 2000 નોટિકલ માઈલ છે. જે નૌસેનાને યુદ્ધજહાજો, સબમરીન અને મરીટાઈમ એરક્રાફ્ટની રીયલ ટાઈમ જાણકારી પૂરી પાડે છે. આ સિવાય આને ઉંડા સમુદ્રમાં સેનાની કાર્યક્ષમતાને વધારવાનું કામ કર્યું છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો