વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી UAE, પેલેસ્ટાઈન અને ઓમાનનના પ્રવાસે
- ભારત-UAE વચ્ચે 12 કરાર થશે
- પેલેસ્ટાઈન પ્રવાસ કરનાર નરેન્દ્ર મોદી પહેલા ભારતીય વડાપ્રધાન
વડાપ્રધાન
નરેન્દ્ર મોદી પહેલા ભારતીય વડાપ્રધાન છે જે પેલેસ્ટાઈનના પ્રવાસે જઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પશ્ચિમી એશિયાઈ દેશો પેલેસ્ટાઈન, ઓમાનની
અને UAEના પ્રવાસે ઉપડયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પેલેસ્ટાઈન, સયુંક્ત આરબ અમીરાત (UAE) અને ઓમાનના પ્રવાસે રવાના થશે. પીએમ મોદીના આ પ્રવાસ દરમિયાન ભારત અને આ દેશો વચ્ચે વ્યાપાર, રોકાણ, સુરક્ષા, આતંકવાદ વિરુદ્ધ સહયોગ, ઉર્જા સહિત દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂકવામાં આવશે.
પ્રવાસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત માટે ખાડી અને પશ્ચિમ એશિયા પ્રમુખ પ્રાથમિકતાવાળા ક્ષેત્ર છે અને તેમના આ પ્રવાસનો હેતુ ક્ષેત્રના સંબંધોને મજબુત બનાવવાનો છે. વડાપ્રધાને પેલેસ્ટાઈન અને ઓમાનના પ્રવાસની પૂર્વ સંધ્યાએ આ વાત કરી. વર્ષ 2015 બાદ ખાડી અને પશ્ચિમ એશિયા વિસ્તારનો આ તેમનો પાંચમો પ્રવાસ છે.
9થી 12 ફેબ્રુઆરી સુધી આ દેશોના પ્રવાસે જનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી વૈશ્વિક ગતિવિધિઓમાં આ ક્ષેત્રને ખુબ પ્રાથમિકતા આપવામાં આવી છે. અમારા અહીંના દેશો સાથે મલ્ટી ડાઈમેન્શનલ સંબંધ છે.

કોઈ
પણ ભારતીય વડાપ્રધાનનો આ પહેલો પેલેસ્ટાઈન પ્રવાસ છે.
ભારત-UAE વચ્ચે 12 કરાર થશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુઈએ યાત્રા દરમિયાન બંને પક્ષો વચ્ચે 12 કરાર પર હસ્તાક્ષર થશે.
- તેલ સંપન્ન યુએઈ અને ભારત પરસ્પર આર્થિક સહયોગને વધુ ઊંડો કરવા માટે ઈચ્છુક છે.
- બંને પક્ષો વચ્ચે નાણા અને કૌશલ વિકાસ જેવા ક્ષેત્રોમાં કરાર થવાની સંભાવના છે.