આજથી ભવનાથના મેળાનો પ્રારંભ, સાધુ-સંતોની
નીકળશે રવાડી
શિવની આરાધનાના પર્વનો આજથી ગિરનારની તળેટીમાં પ્રારંભ થશે.
મહાદેવના મંદિર ખાતે ધ્વજારોહમ સાથે મહાશિવરાત્રિના ધાર્મિક મેળાનો પ્રારંભ થશે.
સાથે જ સંતો ધૂણ ધખાવી શિવજીની આરાધનામાં લીન બની જશે.
ભવનાથ મંદિરે ધ્વજારોહણ થયા બાદ
પરંપરાગત રીતે રવાડીમાં ભાગ લેતા મુખ્ય ત્રણ અખાડામાં ધ્વજારોહણ કરવામાં આવશે અને
ત્યાર બાદ વિવિધ ધાર્મિક સ્થળો, આશ્રમોમાં ધ્વજા ચઢશે. આ દરમિયાન
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ભવનાથ સ્થિત મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ યોજાનાર
નાગા સાધુઓની રવાડીના દર્શન કરશે.
ગીરનારની-વિશેષતા
ગીરનાર અગાઉ રેવતાચલ પર્વત તરીકે ઓળખાતો હતો. એ ગુજરાતમાં સૌથી મોટામાં મોટો પર્વત છે.
નવ નાથ, ૮૪ સિદ્ધ, ૬૪ યોગિની, ૫૨ વીર, તેમજ ૩૩ કરોડ દેવતાના અને ગુરૃદત્તાત્રેયના બેસણા છે. ગીરનારની વિશેષતા એ પણ છે કે એમાં સાત શિખર આવેલા છે. જેમાં ગોરખનાથનું શિખર સૌથી ઉંચુ છે.
ગીરનાર પર્વતમાં ૧૮ મંદીરો આવેલા છે. વળી ગુરૃદત્તાત્રેય ભીમકુંડ, ભૈરવજપ, ગૌ મુખી ગંગા, રા માંડલિકનો શિલાલેખ, જૈન દેરાસરો, અંબાજી મંદિર, ઓઘડ શીખર, દત શિખર, મહાકાળી માતાજી મંદિર, નગારિયો પથ્થર એ એમની ખાસ પહેચાન છે. આમ જોઈએ તો એની આકૃતિ સુતેલા ઋષિ સમાન લાગે છે.
ભવનાથમાં 57 એકરમાં કુંભ મેળાનું આયોજન કરવામાં
આવ્યું છે. આજથી 5 દિવસીવ શિવરાત્રી મેળો તળેટીમાં
યોજાશે. શિવરાત્રીના દિવસે ભવનાથમાં સાધુ – સંતોની રવાડી નીકળશે. રવેડી બાદ સાધુઓ
મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે. દેશભરમાંથી 2200થી વધારે દિગમ્બર સાધુઓ આ ધાર્મિક
પર્વમાં જોડાશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો