શનિવાર, 14 એપ્રિલ, 2018

આજે ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જયંતિ 'બંધારણ બચાવો દિન' તરીકે ઉજવાશે



ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિ ૧૪ એપ્રિલ-શનિવારે છે અને તેને 'બંધારણ બચાવો દિન' તરીકે મનાવવામાં આવશે. આ નિમિત્તે અમદાવાદમાં આવતીકાલે ૩૬મી ભવ્ય સામૂહિક નગરયાત્રા, રથયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વની સૌથી નાની ૧.૨ સેન્ટીમીટરની વનસ્પતિ ડાંગ, તાપી, નર્મદામાં થાય છે




- દુનિયામાં આ વનસ્પતિની ૪૫ પ્રજાતિ છે

- ઓલપાડનાં મિતેષ પટેલે ૪૬મી અને સૌથી નાની પ્રજાતિ શોધી જે ડાયનોસરના અસ્તિત્વના સમયની છે

આ અગોચર વિશ્વમાં એવો કેટલોય ખજાનો છે જે માણસને અચંબિત કરે છે. ખાખા ખોળા કરતા માણસને સૃષ્ટિમાંથી કંઇને કંઇ અજુગતુ મળી જ રહે છે. ઓળપાડના પીએચ.ડી સ્ટુડન્ટને પણ આવા પ્રકારે એક વનસ્પતિ મળી છે. જે અજોડ છે કેમ કે ઊંચાઇની દ્રષ્ટિઅએ એ વિશ્વની સૌથી નાની વનસ્પતિ હોવાનો દાવો કરાયો છે.

ફળ ફૂલ વિનાની વનસ્પતિ પર પીએચ.ડી સંશોધન કરી રહેલા સુરત જિલ્લાના ઓલપાડના ઇશનપોર ગામના મિતેષ પટેલને ડાંગના ઝાંખાના ગામમાંથી એક અજોડ નવસ્પતિ હાથ લાગી છે. જેની ઊંચાઇ માત્ર ૧ થી ૧.૨ સેમી છે. દુનિયામાં આ વનસ્પતિની ૪૫ પ્રજાતિ છે આ ૪૬મી તેમણે શોધી છે જે ઊંચાઇને દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી નાની હોવાનો દાવો કરાયો છે. ભારતમા આ પ્રકારની ૧૪ પ્રજાતિ હતી હવે ૧૫ થઇ ગઇ. મિતેષ પટેલના જણાવ્યા અનુસાર આ વનસ્પતિ ડાયનોસોરના અસ્તિત્વ સમયની છે. અર્થાત ત્યારથી આ વનસ્પતિનું પણ અસ્તિતત્વ છે. એ નાશ પામે અને ફરી ઉગે એ રીતે. તેમણે આ વનસ્પતિને ઓફયોગ્લોસમ માલ્વે એવુ નામ આપ્યુ છે. જેમાં માત્ર બે જ પાંદડા હોય છે. ક્યારેક પણ હોય પરંતુ બેથી વધુ ક્યારેય થતા નથી.

પ્રોફેસર મંદાદી નરસિમ્હા રેડ્ડીનાં માર્ગદર્શન હેઠળ છેલ્લા એક વર્ષથી આ સંશોધનકાર્ય ચાલી રહ્યુ હતું. ડીપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સમાં અભ્યાસ કરી રહેલા મિતેશ પટેલનાં આ સંશોધન પત્રને જાણીતા નેચર સાઇન્ટિફીક રીપોર્ટસમાં તા-૧૨મી એપ્રિલે પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. આ નેચર સાયન્ટીફિક રીપોર્ટસે પણ નોંધ્યુ છે કે આ વનસ્પિત વિશ્વની સૌથી સ્મોલ વનસ્પતિ છે. સંશોધનકર્તાના જણાવ્યા અનુસાર આ વનસ્પતિ ગુજરાતમાં ડાંગ, નર્મદા અને તાપી જિલ્લામાં જોવા મળે છે.

વનવાસીઓ તાવમાં આ પાનનો ઉપયોગ કરતા
આ વનસ્પતિ એન્ટી માઇક્રોબ્યુલ અને એન્ટી ઓક્સિડન્ટ ક્ષમતા ધરાવે છે. સુક્ષ્મ જીવાણુઓનો ખાત્મો બોલાવતી આ સુક્ષ્મ વનસ્પતિ ખાસ કરીને સામાન્ય તાવમાં ઉપયોગી છે. વનવાસીઓ આનો ઔષધ તરીકે ઉપયોગ કરતા અને કરે છે. તેના પાન ખાવાથી તાવ જેવા સામાન્ય રોગમાં રાહત થાય છે. એન્ટી કેન્સર તરીકે પણ આનો ઉપયોગ થઇ શકે એના પર સંશોધન ચાલી રહ્યુ છે.

ભારતના કોમનવેલ્થમાં ૧૭ ગોલ્ડ : શૂટિંગ-કુસ્તીમાં જીતનો સિલસિલો જારી




- ૧૫ વર્ષનો અનીશ ભાનવાલાએ ભારતના યંગેસ્ટ ગોલ્ડ મેડાલીસ્ટનો રેકોર્ડ સર્જ્યો

- ભારતે એક જ દિવસમાં ૩ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૪ બ્રોન્ઝ સાથે કુલ ૧૧ મેડલ જીત્યા

- અનીશ અને તેજસ્વીની સાવંતને શૂટિંગમાં અને બજરંગ પુનિયાને કુસ્તીમાં ગોલ્ડ મેડલ
શૂટરો અને કુસ્તીબાજોએ જીતના સિલસિલાને આગળ ધપાવતા ભારતે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં જીતેલા ગોલ્ડ મેડલની સંખ્યા ૧૭ થઈ ગઈ છે. આજે ગેમ્સના ૯માં દિવસે ભારતે શૂટિંગમાં બે અને કુસ્તીમાં એક એમ ત્રણ ગોલ્ડની સાથે સાથે ચાર સિલ્વર અને ચાર બ્રોન્ઝ એમ કુલ ૧૧ મેડલ જીત્યા હતા. આ સાથે ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની રીતે ૨૦૧૦ પછીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. ભારતે ૨૦૧૦ના નવી દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં ૩૮ ગોલ્ડ જીત્યા હતા. જ્યારે ચાર વર્ષ બાદ ગ્લાસગોમાં ભારત ૧૫ ગોલ્ડ સાથે ૬૪ મેડલ જીતી શક્યું હતુ. જ્યારે હાલમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારત ૧૭ ગોલ્ડ, ૧૧ સિલ્વર અને ૧૪ બ્રોન્ઝ સાથે ૪૨ મેડલ જીતીને મેડલ ટેબલમાં ત્રીજા સ્થાને છે.

૧૫ વર્ષના અનીશ ભાનવાલાએ ૨૫ મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં સૌથી યુવા વયે ભારત તરફથી ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ સર્જ્યો હતો. તેની સાથે સાથે મહિલાઓની ૫૦ મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં તેજસ્વીની સાવંતે ગોલ્ડ અને અંજુમ મુદગીલે સિલ્વર જીતવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી.

કુસ્તીમાં બજરંગ પુનિયાએ ૬૫ કિગ્રા વજન વર્ગની ફ્રિસ્ટાઈલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે મૌસમ ખત્રીએ મેન્સ ૯૭ કિગ્રામાં અને પૂજા ધાન્દાએ વિમેન્સ ૫૭ કિગ્રા કુસ્તીમાં સિલ્વર મેડલ મેળવ્યા હતા. ભારતની માનિકા બત્રા અને મૌમા દાસની જોડીએ વિમેન્સ ડબલ્સ ટેબલ ટેનિસમાં સિલ્વર મેળવ્યો હતો. ભારતના નમન તનવર, મનોજ કુમાર તેમ હુસામુદ્દીને બોક્સિંગમાં તેમજ દિવ્યા કાકરાને કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

શૂટિંગ: ૧૫ વર્ષના અનીશનો પહેલો અને ૩૭ વર્ષની તેજસ્વીનીનો ત્રીજો ગોલ્ડ
ભારતના ૧૫ વર્ષીય શૂટર અનીશ ભાનવાલાએ કારકિર્દીમાં પહેલી વખત કોમનવેલ્થ ગેમ્સમાં રમતાં ૨૫ મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઈવેન્ટમાં રેકોર્ડ ૩૦નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ક્વોલિફિકેશનના બીજા સ્ટેજમાં અનીશે ૫૮૦નો સ્કોર કર્યો હતો, જેમાં ૨૨ સેન્ટ્રલ બુલના નિશાના હતા. ઓસ્ટ્રેલિયાના સર્ગેઈ ઈવગ્લેવસ્કીને (૨૮ પોઈન્ટ) સિલ્વર અને ઈંગ્લેન્ડના સેમ ગોવીનને (૧૭) બ્રોન્ઝ મળ્યો હતો.

શૂટિંગમાં ભારતનો બીજો ગોલ્ડ ૩૭ વર્ષીય તેજસ્વીની સાવંતે ૫૦ મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં ૪૫૭.૯ના રેકોર્ડ સ્કોર સાથેગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ગઈકાલે જ ૫૦ મી. રાઈફલ પ્રોનમાં સિલ્વર જીત્યો હતો. આ સાથે તેજસ્વીનીએ કારકિર્દીની ત્રણ કોમનવેલ્થ ગેમ્સમાં કુલ ૩ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ એમ સાત મેડલ જીત્યા છે. તેની સાથે ભારતની અંજુમ મુદગીલે  ૪૫૫.૭ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે શૂટિંગમાં ભારત ૬ ગોલ્ડ, ૪ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ સાથે ૧૫ મેડલ જીતી ચક્યું છે.

ભારતીય કુસ્તીબાજોને વધુ એક ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ
ભારતીય કુસ્તીબાજોએ બીજા દિવસે પણ મેડલ જીતવાનો સિલસિલો આગળ ધપાવ્યો હતો. ભારતના ૨૪ વર્ષીય બજરંગે ૬૫ કિગ્રાની ફ્રિસ્ટાઈલ કુસ્તીની ફાઈનલમાં વેલ્સના કેન ચેરીગને ૧૦-૦થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચાર વર્ષ પહેલા સિલ્વર જીતનારા બજરંગ કારકિર્દીમાં પહેલી વખત કોમનવેલ્થમાં ગોલ્ડ જીત્યો હતો. જોકે ભારતના મૌસમ ખત્રીને મેન્સ ૯૫ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં સાઉથ આફ્રિકાના માર્ટીન ઈરાસ્મુસ સામેની ફાઈનલમાં હાર સાથે સિલ્વર સ્વીકારવો પડયો હતો. ભારતની પુજા ધાન્દાએ પણ મહિલાઓની ૫૭ કિગ્રા ઈવેન્ટની ફાઈનલમાં નાઈજીરિયાની ઓડુનાયો એડેકુરોયો સામેની હાર સાથે સિલ્વર મેળવ્યો હતો. જ્યારે ભારતની દિવ્યા કાકરાનને ૬૮ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

મેડલ ટેબલ
રેન્ક
દેશ
ગોલ્ડ
સિલ્વર
બ્રોન્ઝ
કુલ
૧.
ઓસ્ટ્રેલિયા
૬૫
૪૯
૫૪
૧૬૮
૨.
ઇંગ્લેન્ડ
૩૧
૩૪
૩૪
૯૯
૩.
ભારત
૧૭
૧૧
૧૪
૪૨
૪.
કેનેડા
૧૪
૩૪
૨૬
૭૪
૫.
સા.આફ્રિકા
૧૩
૧૦
૧૨
૩૫
૬.
ન્યૂઝીલેન્ડ
૧૦
૧૪
૧૨
૩૬
૭.
સ્કોટલેન્ડ
૦૯
૧૩
૧૯
૪૧
૮.
સાયપ્રસ
૦૮
૦૧
૦૩
૧૨
૯.
વેલ્સ
૦૭
૦૯
૧૧
૨૭
૧૦.
મલેશિયા
૦૫
૦૫
૦૯
૧૯

કોમનવેલ્થ ગેમ્સમાં આજના મેડલ વિજેતા
એથ્લીટ
મેડલ
ગેમ
ઈવેન્ટ
તેજસ્વીની સાવંત
ગોલ્ડ
શૂટિંગ
૫૦ મી. રાઈફલ થ્રી પોઝિશન
અનીશ ભાનવાલા
ગોલ્ડ
શૂટિંગ
૨૫ મી. રેપિડ ફાયર પિસ્તોલ
બજરંગ પુનિયા
ગોલ્ડ
કુસ્તી
ફ્રિસ્ટાઈલમાં ૬૫ કિગ્રા વર્ગ
અંજુમ મુદગીલ
સિલ્વર
શૂટિંગ
૫૦ મી. રાઈફલ થ્રી પોઝિશન
પૂજા ધાન્દા
સિલ્વર
કુસ્તી
ફ્રિસ્ટાઈલમાં ૫૭ કિગ્રા વર્ગ
મૌસમ ખત્રી
સિલ્વર
કુસ્તી
મેન્સ ફ્રિસ્ટાઈલમાં ૯૭ કિગ્રા વર્ગ
માનિકા બત્રા-મૌમા દાસ
સિલ્વર
ટેબલ ટેનિસ
વિમેન્સ ડબલ્સ
દિવ્યા કાકરાન
બ્રોન્ઝ
કુસ્તી
ફ્રિસ્ટાઈલમાં ૬૮ કિગ્રા વર્ગ
નમન તનવર
બ્રોન્ઝ
બોક્સિંગ
૯૧ કિગ્રા વજન વર્ગ
મનોજ કુમાર
બ્રોન્ઝ
બોક્સિંગ
૬૯ કિગ્રા વજન વર્ગ
હુસામુદ્દીન
બ્રોન્ઝ
બોક્સિંગ
૫૬ કિગ્રા વજન વર્ગ

ટેબલ ટેનિસ: વિમેન્સ ડબલ્સમાં ભારતનો સૌપ્રથમ સિલ્વર
ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મહિલા ટેબલ ટેનિસમાં માનિકા બત્રા અને મૌમા દાસની જોડીએ સિલવર મેડલ અપાવ્યો હતો. આ કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં વિમેન્સ ડબલ્સ ટેબલ ટેનિસમાં ભારતનો સૌપ્રથમ મેડલ છે. આજે રમાયેલી ફાઈનલમાં માનિકા અને મૌમાની જોડીને ફાઈનલમાં સિંગાપોરની ફેંગ ટીએનવેઈ અને યુ મેન્ગયુએ ૧૧-૫, ૧૧-૪, ૧૧-૫થી હરાવી હતી. જ્યારે ભારતની સુતીર્થા મુખર્જી અને પૂજા સહસ્ત્રબુદ્ધેની જોડી બ્રોન્ઝ મેડલ મેચમાં મલેશિયાની હો યીંગ અને કારેન લીન સામે હારીને ચોથા ક્રમે રહી હતી.

શરથ-સાથીયાનની ગોલ્ડ, હરમીત-સનિલની બ્રોન્ઝની મેચ
ગોલ્ડ કોસ્ટ ટેબલ ટેનિસની ટીમ ઈવેન્ટમાં ભારતને ગોલ્ડન સફળતા અપાવવામાં પાયાની ભૂમિકા ભજવનારા સુરતના હરમીત દેસાઈને મેન્સ ડબલ્સમાં સનિલ શેટ્ટી સાથે મળીને બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે. હરમીત-સનિલની જોડીને સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડના પોલ ડ્રીન્કહલ અને લીએમ પીચફોર્ડે હરાવ્યા હતા. હવે બ્રોન્ઝ મેડલ મેચમાં તેઓ સિંગાપોરના કોઈન પેંગ યેવ ઈન અને ઈથાન પોહ શાઓ ફેંગ સામે રમશે. જ્યારે ભારતનો અંચત શરથ કમલ અને જી.સાથીયાન મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ મેચ રમશે. મેન્સ સિંગલ્સમાં ભારતનો અંચત શરથ કમલ અને વિમેન્સ સિંગલ્સમાં માનિકા બત્રા સેમિ ફાઈનલમાં પ્રવેશ્યા છે. હરમીતને ક્વાર્ટર ફાઈનલમાં નાઈજીરિયાના અરૃના કાદરી સામે હારનો સામનો કરવો પડયો હતો.

આગામી દિવસોમાં ગાય-ભેંસની જેમ ઉંટનુ દુધ પણ લોકો માર્કેટમાંથી ખરીદી શકશે



કચ્છના ઉંટ ઉછેર માલધારી સંગઠનના પ્રયાસો

ભેંસ અને ગાયના દુધના ચલણ વચ્ચે આગામી દિવસોમાં ઉંટનુ દુધ પણ બજારમાં ઉપલબ્ધ કરાશે.આ માટે કચ્છમાં ઉંટ ઉછેર કરનારાઓનુ કચ્છ ઉંટ ઉછેર માલધારી સંગઠન  અમુલ ડેરી સાથે મળીને પ્રયાસો કરી રહ્યુ છે.ચાર વર્ષથી સ્થાપવામાં આવેલા આ સંગઠનના કારણે હવે ગાય-ભેંસના દુધની જેમ રોજ ૧૫૦૦ લિટર જેટલુ ઉંટનુ દુધ ડેરીને સપ્લાય થવા માંડયુ છે.ઉંટના દુધમાંથી ચોકલેટ પણ બનવા માંડી છે.

૨૦૧૧માં સ્થપાયેલા આ સંગઠનને ઉંટ સર્વધનના પ્રયાસો બદલ આજે એફજીઆઈના એવોર્ડ સમારોહમા સન્માનિત કરવામાં આવ્યુ હતુ.સંગઠનના પ્રમુખ ભીખાભાઈ રબારીએ એક વાતચીતમાં કહ્યું હતું કે રાજસ્થાનમાં ઉંટોની સંખ્યા ૨ લાખ છે અને તેની સરખામણીએ ગુજરાતમાં ૩૩૦૦૦ જેટલા ઉંટ છે.જેમાંના ૧૨૦૦૦ જેટલા કચ્છમાં છે.અમે બનાવેલા સંગઠનમાં રબારી, ફકીરાણી, સમા જેવી અલગ અલગ કોમ્યુનિટીના ૩૮૦ જેટલા ઉંટ પાલકો જોડાયેલા છે.

તેમણે કહ્યું હતું કે અમારુ સંગઠન  ઉંટનુ દુધ એકઠુ કરીને ડેરીને આપીએ છે અને આ દુધના પ્રતિ લિટર ૫૦ રૃપિયા અમને મળે છે.ગયા વર્ષે જ ભારતની પહેલી ઉંટના દુધની ડેરી કચ્છમા સ્થપાઈ છે.ઉંટના દુધમાં ડાયાબિટિસ સામે રક્ષણ આપતા ઘણા પોષક તત્વો છે.બહુ જલ્દી અમે ઉંટનુ દુધ લોકો પી શકે તે માટે માર્કેટમાં વેચવા માટે મુકવાના છે.