શનિવાર, 14 એપ્રિલ, 2018

આગામી દિવસોમાં ગાય-ભેંસની જેમ ઉંટનુ દુધ પણ લોકો માર્કેટમાંથી ખરીદી શકશે



કચ્છના ઉંટ ઉછેર માલધારી સંગઠનના પ્રયાસો

ભેંસ અને ગાયના દુધના ચલણ વચ્ચે આગામી દિવસોમાં ઉંટનુ દુધ પણ બજારમાં ઉપલબ્ધ કરાશે.આ માટે કચ્છમાં ઉંટ ઉછેર કરનારાઓનુ કચ્છ ઉંટ ઉછેર માલધારી સંગઠન  અમુલ ડેરી સાથે મળીને પ્રયાસો કરી રહ્યુ છે.ચાર વર્ષથી સ્થાપવામાં આવેલા આ સંગઠનના કારણે હવે ગાય-ભેંસના દુધની જેમ રોજ ૧૫૦૦ લિટર જેટલુ ઉંટનુ દુધ ડેરીને સપ્લાય થવા માંડયુ છે.ઉંટના દુધમાંથી ચોકલેટ પણ બનવા માંડી છે.

૨૦૧૧માં સ્થપાયેલા આ સંગઠનને ઉંટ સર્વધનના પ્રયાસો બદલ આજે એફજીઆઈના એવોર્ડ સમારોહમા સન્માનિત કરવામાં આવ્યુ હતુ.સંગઠનના પ્રમુખ ભીખાભાઈ રબારીએ એક વાતચીતમાં કહ્યું હતું કે રાજસ્થાનમાં ઉંટોની સંખ્યા ૨ લાખ છે અને તેની સરખામણીએ ગુજરાતમાં ૩૩૦૦૦ જેટલા ઉંટ છે.જેમાંના ૧૨૦૦૦ જેટલા કચ્છમાં છે.અમે બનાવેલા સંગઠનમાં રબારી, ફકીરાણી, સમા જેવી અલગ અલગ કોમ્યુનિટીના ૩૮૦ જેટલા ઉંટ પાલકો જોડાયેલા છે.

તેમણે કહ્યું હતું કે અમારુ સંગઠન  ઉંટનુ દુધ એકઠુ કરીને ડેરીને આપીએ છે અને આ દુધના પ્રતિ લિટર ૫૦ રૃપિયા અમને મળે છે.ગયા વર્ષે જ ભારતની પહેલી ઉંટના દુધની ડેરી કચ્છમા સ્થપાઈ છે.ઉંટના દુધમાં ડાયાબિટિસ સામે રક્ષણ આપતા ઘણા પોષક તત્વો છે.બહુ જલ્દી અમે ઉંટનુ દુધ લોકો પી શકે તે માટે માર્કેટમાં વેચવા માટે મુકવાના છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો