શુક્રવાર, 30 જૂન, 2017

NALSA એ કાનૂની સેવાઓ માટે વેબ એપ્લિકેશન્સને રજૂ કરી છે...





ઇન્ડિયન લૉ ઇન્સ્ટિટ્યુટ, નવી દિલ્હી ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં, NALSA એ પ્રિઝનર્સને મફત કાનૂની સેવાઓ માટે એક વેબ એપ્લિકેશન શરૂ કરી છે. આ કોન્ફરન્સમાં 18 રાજ્ય કાનૂની સેવા અધિકારીઓના સભ્ય સચિવો અને વહીવટી અધિકારીઓની ભાગીદારી જોવા મળી હતી. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી) દ્વારા કાનૂની સેવાઓ મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવામાં આવી છે.

રાજ્ય કાનૂની સેવા સત્તાધિકારીઓ અને જિલ્લા કાનૂની સેવા અધિકારીઓ વેબ એપ્લિકેશનમાં તેમના અધિકારક્ષેત્રની અંદરની જેલોમાં દરેક જેલના કેદીઓ માટેના ડેટાને જાળવશે.

કોર્ટમાં એક વકીલ દ્વારા કેદીઓની પ્રતિનિધિત્વ અંગેની વિગતો હશે.

સૉફ્ટવેર કેદીઓની કુલ સંખ્યા, બિનસલાહભર્યા કેદીઓની સંખ્યા, કાનૂની સેવાઓ વકીલો દ્વારા રજૂ કરાયેલા કેદીઓની સંખ્યા અને ખાનગી વકીલો દ્વારા રજૂ કરેલા કેદીઓની સંખ્યાને પણ સપોર્ટ કરશે.
આ તમામ માહિતી રાજ્ય દ્વારા, જિલ્લા મુજબના અને દરેક જેલના સંદર્ભમાં પણ મેળવી શકાશે.આ સોફ્ટવેર જામીન માટે લાયક કેદીઓને કલમ 436-A Cr.P.C હેઠળ લગતી માહિતી  મેળવવા માટે પણ સક્ષમ છે.

ભારતીય મૂળના અમેરિકી પેરુમાં અમેરિકી એમ્બેસેડર તરીકેની નિમણૂક...

યુ.એસ. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પેરુમાં નવા યુએસ એમ્બેસેડર તરીકે કૃષ્ણ આર યુર્સ નામના ભારતીય મૂળના અમેરિકનની નિમણૂક કરી છે.

કૃષ્ણ આર ઉર્સ એ અમેરિકી રાજદૂત છે, જેમણે વોશિંગ્ટન, ડી.સી.માં કેટલાક વરિષ્ઠ નેતાઓની સાથે સાથે સાત અમેરિકી દૂતાવાસમાં સેવા આપી છે.

હાલમાં, તે મૅડ્રિડ, સ્પેનમાં યુએસ દૂતાવાસના ચાર્જ ડીએફેઇઅર્સ તરીકે સેવા આપી રહ્યા છે. અગાઉ, તેમણે ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ (2010 થી 2014) ખાતે ટ્રાન્સપોર્ટેશન અફેર્સ અને મુખ્ય અમેરિકી સરકાર એવિએશન નેગોશીયેટર માટે ડેપ્યુટી એસોસિસ્ટ સેક્રેટરી તરીકે સેવા આપી છે.

કૃષ્ણ આર. ઉર્સ, આર્થિક બાબતોમાં અને દક્ષિણ અમેરિકાના એન્ડિઅન પ્રદેશમાં (Andean Region) વ્યાપક નીતિ અનુભવ ધરાવે છે. તેમણે યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાંથી એમએસ અને જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાંથી બી.એસ.ની ડિગ્રી મેળવેલી છે.
ઓડિશામાં પશુઓ માટે બ્લ્ડ બેંક બનશે...

દેશભરમાં ઓડિશા પહેલુ એવું રાજ્ય બનશે, જે પશુઓ માટે બ્લ્ડ બેંક બનાવશે. આ દરખાસ્તને નેશનલ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએડીપી) તરફથી મંજૂરી મળી છે. તે હવે રાજ્ય સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.

પ્રોજેક્ટના ભંડોળના 60 ટકા રકમ સરકાર આપશે અને બાકીના 40 ટકાને ઓડિશા રાજ્ય સરકાર આપશે.

બ્લ્ડ બેંક, પશુઓની ડિલિવરી અને અન્ય બિમારીઓ દરમિયાન થતુ મૃત્યુ અટકાવવામાં મદદ કરશે. તે પાળેલા પ્રાણીઓના જીવનને બચાવવા માટે પણ મદદે આવશે.



નરેન્દ્ર મોદિ માટેનું મંદિર રાજ્કોટ ગામમાં બનાવવામાં આવ્યુ છે...




ગુજરાતમાં રાજકોટ ગામમાં, એક મંદિર વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે બનાવવામાં આવ્યું છે.

આ મંદિર બાંધવા માટે ચાર વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

મંદિરની મૂર્તિ રૂ. 1.65 લાખમાં પડી. મોદીની મૂર્તિ બનાવવાની પ્રક્રિયામાં ઓડિશાના કલાકારો સામેલ છે, જે બરાબર મોદી જેવી દેખાય છે.




ગુજરાતમાં મોદીનું મંદિર પડોશી ગામડાઓમાંથી વધુ જનસંખ્યા ખેંચી રહ્યું છે. ખાસ કરીને, રાજ્ય અને અન્ય નજીકના રાજ્યોના નરેન્દ્ર મોદીના ચાહકો મંદિરની મુલાકાત લઈ રહ્યા છે.
રાજકોટમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં તિમાં ત્રણ નવા રેકોર્ડ નોંધાયા...




સાઈનીંગથી રાષ્ટ્રગીતના પાઠનો નોંધાયો વિક્રમ
રાજકોટમાં 17589 દિવ્યાંગોને સાધન સહાયનો વિશ્વ રેકોર્ડ
786 દિવ્યાંગોને આઠ કલાકમાં કેલિપર્સ બેસાડવાનો રેકોર્ડ
 


રાજકોટમાં એક બે નહિ પણ ત્રણ રેકોર્ડથી દિવ્યાંગો તરફની સંવેદના છલકાઈ હતી ત્રણ પૈકી બે રેકોર્ડ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયા હતા અને તેના પ્રમાણપત્ર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રેસકોર્સ ખાતે ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનીધી રીશીનાથે આપ્યા હતા.

ગઈ કાલે (29th june) કાલાવાડ રોડ ઉપર સ્વામીનારાયણ મંદીરના સભાખંડમાં 1442 બાળકોને સાઈનીંગ લેંગ્વેજથી રાષ્ટ્રગીતનો પાઠ શીખવવાનો રેકોર્ડ સર્જાયો હતો. તેની ગઈ કાલે નોંધણી થઈ અને આજે તેનું પ્રમામપત્ર એનાયત થયું હતું. 

રેસકોર્સ ખાતે અન્ય એક વિશ્વ રેકોર્ડ 786 દિવ્યાંગોને આઠ કલાકમાં કેલીપર્સ બેસાડવાનો હતો તેને નોંધવામાં આવ્યો હતો. 

આ ઉપરાંત એક જ સ્થળે 17589 દિવ્યાંગોને સાધન સહાય આપવાનો મેગાકેમ્પ યોજાયો હતો તે પણ એક વિશ્વ રેકોર્ડ બન્યો છે. અગાઉ આવા કેમ્પો નવસારી, વડોદરા અને ઈમ્ફાલ ખાતે યોજાઈ ચૂક્યા છે પણ તેના કરતા પણ વધુ સંખ્યામાં રાજકોટમાં લાભાર્થી નોંધાયા છે.




મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનો સતત બીજો વિજય


વિન્ડિઝને ૭ વિકેટથી હરાવ્યું .

સ્મ્રિતિ મંધાનાના અણનમ ૧૦૬ : મિતાલી રાજ ૪૬ .

૧૮૪ના પડકારને ભારતે ૪૨.૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડયો .


બોલરોના અસરકારક દેખાવ બાદ સ્મ્રિતિ મંધાનાની ૧૦૮ બોલમાં ૧૨ ચોગ્ગા અને બે છગ્ગા સાથેની અણનમ ૧૦૬ રનની ઈનિંગને સહારે ભારતે વિન્ડિઝને સાત વિકેટથી હરાવીને મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં સતત બીજો વિજય મેળવ્યો હતો. પૂનમ યાદવે ૧૯ રનમાં તેમજ દિપ્તી શર્મા-હર્મનપ્રીત કૌરે ૪૨ રનમાં બે-બે વિકેટ ઝડપતાં વિન્ડિઝની ટીમ આઠ વિકેટે માત્ર ૧૮૩ રન કરી શકી હતી. ભારતે જવાબમાં સ્મ્રિતિ મંધાનાની અણનમ સદી તેમજ કેપ્ટન મિતાલી રાજના ૪૬ રનની મદદથી માત્ર ૪૨.૩ ઓવરમાં જ ત્રણ વિકેટ ગુમાવતા વિજય મેળવી લીધો હતો.



રાજકોટમાં મોદીનો ૯ કિ.મી.નો 'સુપરફાસ્ટ' રોડ શો



આજી ડેમથી શરૃ થયેલા રોડશોને નિહાળવા હજારો શહેરીજનો ઉમટયા વડાપ્રધાને બંને હાથ ઊંચા કરી અભિવાદન ઝીલ્યું : વરસાદી માહોલ છતાં રોડ શો ૫૦ મિનિટ ચાલ્યો રાજકોટ,વડા પ્રધાન બન્યા પછી પ્રથમ વખત રાજકોટ આવેલા નરેન્દ્ર મોદીનું શહેરીજનોએ ઉમળકાભેર, અભૂતપૂર્વ સ્વાગત કર્યું હતું.


તેમના નવ કિલોમીટર લાંબા રોડ શોમાં હજારોની સંખ્યામાં શહેરીજનો ઊમટી પડયા હતા. આજી ડેમથી એરપોર્ટ સુધી ખુલ્લી જીપમાં નરેન્દ્ર મોદીએ બંને હાથ ઊંચા વારફરતી ઊંચા કરી જનતાનું અભિવાદન ઝીલ્યું હતું.

જોકે અંદાજે ૪૫ મિનિટ મોડો શરૃ થયેલો રોડ શો ઝડપથી સમાપ્ત થઈ ગયો હતો. તેમની એક ઝલક નિહાળવા માટે લોકો પાંચ-પાંચ કલાકથી વાટ જોઈને ઊભા હતા, પરંતુ પીએમનો કાફલો ખૂબજ ઝડપથી પસાર થયો હતો અને માત્ર ૫૦ મિનિટમાં રોડ શો સમાપ્ત થઈ ગયો હતો. આજી ડેમ ખાતે જ્યાંથી સાંજે ૭.૪૫ વાગ્યાથી રોડ શો શરૃ થવાનો હતો ત્યાં લોકો બપોરે ૩.૦૦ વાગ્યાથી એકત્રિત થઈ ગયા હતા. કોઈ પાળી પર ચડયા હતા તો કોઈ ઢાળ પર બેસી ગયા હતા. સાંજ પડતા સુધીમાં હજારોની મેદની રાજકોટની સડકો પર એકઠી થઈ ગઈ હતી. દિવ્યાંગોનો કાર્યક્રમ સમાપ્ત થયા પછી આજી ડેમ આવતી વખતે વડા પ્રધાન આજી ડેમ ચોકડીએ પહોંચ્યા બાદ ગાડીમાંથી નીચે ઊતર્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.રોડ શોમાં જેમ મોડું થતું જતું હતું તેમ લોકોની આતુરતા વધતી જતી હતી.


ગુરુવાર, 29 જૂન, 2017

'ચણા', 'ચણા -દાળ' સહિત ૬૦૦ નવાં શબ્દોનો ઓક્સફર્ડ ડિક્શનરીમાં સમાવેશ




જગ-વિખ્યાત ઓક્સફર્ડ ડિક્શનરીએ ૬૦૦થી વધુ નવાં શબ્દોને પોતાના શબ્દ-ભંડોળમાં સ્થાન આપ્યું છે, જેમાં ભારતીય શબ્દો ચણા, ચણા દાળનો પણ સમાવેશ થાય છે. ઓક્સફર્ડ ડિક્શનરી જગતભરમાં માઈલસ્ટોન ગણાય છે અને અંગ્રેજી ભાષા માટે એક મહત્ત્વનો ગ્રંથ છે. 

અંગ્રેજી ભાષા જગત પર રાજ કરતી હોવાનું કારણ તેનું આ ખુલ્લાંપણું છે. આખા જગતમાંથી અંગ્રેજી ભાષામાં જે નવાં શબ્દો આવ્યા હોય તેને અંગ્રેજી ભાષા સરળતાથી સ્વીકારી ડિક્શનરીમાં સ્થાન આપે છે. પરિણામે આખી દુનિયાને એ ભાષા પોતીકી લાગે છે.


ચણાને અંગ્રેજીમાં 'ચિક્પીસ' કહેવામાં આવે છે, જ્યારે ચણા-દાળ માટે પણ 'સ્પ્લિટ ચિક્પિક લેન્ટિલ' એવા શબ્દો છે જ. પરંતુ અંગ્રેજી બોલનારા હવે વ્યાપકપણે ચણા, ચણા-દાળ જેવા શબ્દો પ્રયોજતા હોવાથી ડિક્શનરીમાં તેમને સ્થાન મળ્યું છે. એટલે કે અંગ્રેજી વાક્યમાં પણ કોઈ ચણા લખશે તો એ ખોટું નહીં ગણાય.

ચીની નૌસેનાએ આજે દસ હજાર ટન વજન ધરાવતું મિસાઈલ ડિસ્ટ્રોયર યુદ્ધજહાજ લૉન્ચ કર્યું હતું…



ડ્રેગને ગ્લોબલ નેવલ પાવર બનવાના હેતુથી ઘરઆંગણે જ આ અત્યાધુનિક જહાજ વિકસાવ્યું છે. સુરક્ષા નિષ્ણાતોના મતે, ચીની સરકારે અમેરિકા અને ભારત જેવા મજબૂત નૌસેના ધરાવતા દેશોને ધ્યાનમાં રાખીને જ આ યોજના તૈયાર કરી હતી. આગામી દિવસોમાં ચીન હિંદ મહાસાગરમાં આ યુદ્ધજહાજ તૈનાત કરશે.

શાંઘાઈના જિઆંગન બંદરે નૌસેનાને વિધિવત અપાયેલું આ યુદ્ધજહાજ સંપૂર્ણપણે ચીની ટેક્નોલોજી આધારિત છે. ડિસ્ટ્રોયર શ્રેણીનું ચીનનું આ પહેલું યુદ્ધજહાજ છે, જેમાં એન્ટિ મિસાઈલ સિસ્ટમની સાથે એર ડિફેન્સ, એન્ટિ શિપ અને એન્ટિ સબમરિન વેપન સિસ્ટમ હોવાનો ચીની નૌસેનાએ દાવો કર્યો હતો.


ચીન સરકારે કહ્યું હતું કે, આ પ્રકારના યુદ્ધજહાજથી ચીની નૌસેનાને વધુ એક અત્યાધુનિક જહાજ મળશે.આ ડિસ્ટ્રોયરથી ચીની નૌસેનાની શક્તિમાં અનેકગણો વધારો થયો છે. આ મિસાઈલ ડિસ્ટ્રોયરની સાથે ચીન બે મહાકાય એરક્રાફ્ટ કેરિયર યુદ્ધજહાજો પણ ધરાવે છે. નૌસેનાનો આ કાફલો હિંદ મહાસાગરમાં તૈનાત કરવાનો ડ્રેગનનો ઈરાદો છે.

સિક્કિમ સરહદ ૨૨૦ કિમી સુધી ફેલાયેલી, ૨૦૦૮માં પણ બંકરો તોડયા હતા.

ભારત અને ચીનની સરહદનો કુલ વિસ્તાર ૩,૪૮૮ કિમીનો છે.જે જમ્મુ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ સાથે સંકળાયેલો છે. 

હાલ સિક્કિમની જે સરહદે ભારત અને ચીન વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે તે આશરે ૨૨૦ કિમી સુધી ફેલાયેલી છે. આ જ વિસ્તારમાં ચીની સૈનિકોએ ભારતના બે બંકરો ઉડાવી દીધા હતા. 

જ્યારે એક બંકર પર હવે બુલડોઝર ફેરવી દીધુ હોવાના અહેવાલો છે. આ બંકર હટાવવા પહેલા ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો પર દબાણ કર્યું હતું. જેને સ્વીકારવાની ભારતે ના પાડી દીધી હતી. જે બાદ બળજબરીથી ચીની સૈનિકો બુલડોઝર લઇને સરહદમાં ઘુસ્યા હતા અને આ બંકર પર બુલડોઝર ફેરવી હટાવી દીધુ હતું. ૨૦૦૮માં પણ ચીની સૈનિકોએ આ જ રીતે ભારતના બે બંકરો તોડયા હતા. 

પહેલી જુલાઇથી પાનકાર્ડને આધારકાર્ડ નંબર સાથે જોડવું ફરજીયાત



ઇન્કમટેક્સઇન્ડિયાઇફાઇલિંગ નામની વેબસાઇટ દ્વારા ઓનલાઇન પાનકાર્ડને આધાર નંબર સાથે લિંક કરી શકાશે

પહેલી જુલાઇથી પાન કાર્ડને આધાર કાર્ડની સાથે જોડવું ફરજીયાત થઇ જશે. 

આ ઉપરાંત જો કોઇ પહેલી જુલાઇ બાદ નવા પાન કાર્ડ માટે અરજી કરે તો તેઓએ પણ અરજી સાથે આધાર કાર્ડ નંબરને જોડવો ફરજીયાત રહેશે. પાનકાર્ડ હાલ આઇટી રિટર્ન ભરતી વેળાએ ફરજીયાત છે. માટે હવે આ પાનકાર્ડની સાથે લોકોએ આધાર નંબર પણ જોડવાનો રહેશે.

બુધવાર, 28 જૂન, 2017

TET-II  વીશેની માહિતી...




નોર્વેના લાંગયર બ્યેન નગરમાં માણસના મૃત્યુ પર પ્રતિબંધ છે



નોર્વેના દરિયાકાંઠા અને ઉત્તરધુ્રવની વચ્ચે આવેલું લોંગયરબ્યેન  નગર દુનિયાનું એવું સ્થળ છે જયાં માણસના મૃત્યુ  થવા પર પ્રતિબંધ છે. આથી ૨૦૦૦ પરીવારોની વસ્તી ધરાવતા આ ઇલાકામાં કોઇનું મૃત્યુ  ના થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે છે. કોઇને એમ લાગે કે પોતાનું મૃત્યુ નજીક છે તો એ વાતને ગંભીરતાપૂર્વક લઇને વિસ્તાર છોડવાનું કહેવામાં આવે છે. 

ઇમરજન્સી કેસ હોય કે કોઇ ડચકાં ખાતું ધ્યાનમાં આવે કે તરત જ વિમાનમાર્ગે નગરની બહાર લઇ જવામાં આવે છે. સૌથી નવાઇની વાત તો એ છે કે નગરના સ્થાનિક પ્રશાસન દ્વારા ઇટ ઇઝ એ ઇલ્લિગલ ટુ ડાઇના કાયદાની સૂચના પણ આપવામાં આવે છે. 

તેનું કારણ એ છે કે લોંગયરબ્યેનમાં બારેમાસ લોહી થીજાવી દે તેવી ઠંડી પડે છે. જમીનમાં ૧૦ થી માંડીને ૪૦ મીટર સુધી બરફ પથરાયેલો છે.આથી શબની અંતિમક્રિયા કરવામાં આવે તો પણ ડેડ બોડી દાયકાઓ સુધી ઓગળ્યા કે સડયા વગર એમ ને એમ જ પડી રહે છે. વર્ષો પહેલા એક પડી રહેલા ડેડબોડી પર સંશોધન કરતા જાણવા મળ્યું હતું કે ઇસ ૧૯૧૭માં દફનાવાયેલું શબ એ જ અવસ્થામાં સચવાયેલું હતું. 

દાયકાઓ પહેલા ઇન્ફલુએન્ઝાની બીમારીના લીધે જે માણસનું અવસાન થયેલુ તે રોગના વાઇરસ પણ જૈસે થે સ્થિતિમાં હતા.આથી આ વિસ્તારમાં ડેડબોડીના કારણે બીમારી ફેલાઇ શકે છે એવું માનીને દફનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

આ નગરમાં સંશોધકો ભૂતકાળમાં કેટલા ડેડબોડી દફનાવેલા તે  શોધવા માટે પણ પ્રયત્નશીલ છે.સ્થાનિક પ્રશાસનને એમ લાગ્યું કે માણસ મરે તો તેને દફનાવવો પડે ને આથી મૃત્યુ  પામવા પર જ કાયદો લાદવામાં આવ્યો છે.જે હંમેશા દુનિયામાં ચર્ચાનો વિષય રહયો છે.

સ્પીટસબર્જન આઇલેન્ડ પર આવેલા આ સ્થળે  ઇસ ૧૯૦૬માં જોન લોંગઇયરે કોલ કંપની સ્થાપી હતી.આથી તેના નામ પરથી જ આ નગરનું નામ લોંગયરબ્યેન  પડયું છે.આ વિસ્તારમાં ૩ હજારથી વધુ હિંસક પોલાર બીયર જોવા મળે છે. અહીંયા સંશોધકો,વિજ્ઞાનિકો અને સાહસિક ટુરીસ્ટો આવવાનું વધારે પસંદ કરે છે.એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સ્નો સ્કુટર વપરાય છે.વર્ષમાં ચાર મહિના સુધી સૂરજ ઉગતો ન હોવાથી રાત્રીનો અનુભવ થાય છે.



આજથી અમરનાથ યાત્રા શરૂ


બમ બમ ભોલેના જયઘોષ સાથે આજથી અમરનાથ યાત્રા 2017ની શરૂઆત કરવામાં આવી છે. વહેલી સવારે સાડા ચાર વાગે યાત્રીઓનો પહેલો લોટ અમરનાથ માટે રવાના થયો છે. 29મી જૂન એટલે કે આવતી કાલે પારંપરિક બાલટાલ અને પહલગામના ટ્રેક ઉપર યાત્રિકો ભોળા શંભુની શરણમાં પ્રસ્થાન કરશે.

આતંકવાદીઓની ધમકીઓ છતા દેશભરમાંથી અમરનાથની યાત્રાએ આવનાર શ્રધ્ધાળુઓની સંખ્યામાં કોઈ ઘટાડો નથી નોંધાયો. કાશ્મીરની ઘાટીમાં હાલમાં ચાલી રહેલા વિવાદ અને આગામી જુલાઈમાં બુરહાન વાનીની આવનારી વરસીને લીધે હિંસા ફાટી નીકળવાની સંભવાના હોવા છતાં યાત્રીકો પોતાની યાત્રા શરૂ કરી દીધી છે. 

આધાર શિબીર ભગવતી નગરમાં જમ્મૂમાં મંગળવાર રાત સુધીમાં 1500થી પણ વધુ શિવભક્તો પહોંચી ગયા હતા. એટલે નક્કી કરેલી તારીખ અનુસાર જ યાત્રાળુઓની યાત્રા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જમ્મૂમાં યાત્રિકો માટે રેલવે સ્ટેશન પાસે જ, વૈષ્ણવી ધામ, સરસ્વી ધામ અને મહાજન હોલ માં તાત્કાલીક પંજીકરણની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

યુરોપ આખું સાયબર હુમલાની ઝપટમાં : યુક્રેનનું સરકારી તંત્ર હેક



થોડા સમય પહેલા ત્રાટકેલા સાઈબર વાઈરસે ફરીથી યુરોપ પર હુમલો કર્યો છે. આ વખતે રેન્સમવેરે વધુ અપડેટ થઈને કમ્પ્યુટર સિસ્ટમમાં ઘૂસણખોરી કરી છે. પ્રાથમિક ધોરણે યુરોપના દેશો પેટ્રવેપ નામના આ વાઈરસની લપેટમાં આવ્યા છે. 

યુરોપિયન દેશ યુક્રેનને વાઈરસની સૌથી વધુ અસર થઈ છે. યુક્રેનની બેન્કો, સરકારી સિસ્ટમ, મેટ્રો રેલવે અને અન્ય જાહેર સગવડો બંધ કરી દેવી પડી છે. કેમ કે તેમની કમ્પ્યુટર સિસ્ટમ પર વાઈરસે કબજો જમાવ્યો છે.

યુરોપમાં જગતની અનેક મોટી કંપનીઓ કામ કરે છે. એ પૈકીની ઘણી ખરી કંપનીઓએ વાઈરસ એક્ટિવિટીની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સાઈબર નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે આ વાઈરસ યુરોપથી આખા જગતમાં ફેલાઈ શકે છે. બ્રિટિશ અખબાર ધ ઈન્ડિપેન્ડટના અહેવાલ પ્રમાણે આ વાઈરસે યુક્રેનમાંથી સ્પેન અને ભારતમાં ફેલાવાની શરૃઆત કરી છે. માટે ભારતીય કમ્પ્યુટરોએ પણ સાવધાની દાખવવી પડશે. જોકે ભારતમાં ઓલરેડી આ વાઈરસે ત્રાસ મચાવવાની શરૃઆત તો કરી જ દીધી છે.


મે મહિનામાં આવેલા વાન્નાક્રાય વાઈરસ વખતે જ સાઈબર નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે આવો હુમલો ફરી થઈ શકે છે. એ વાત એક મહિનામાં જ સાચી પડી છે. 

રશિયાની સૌથી મોટી ઓઈલ ઉત્પાદક કંપની રોસનેફ્ટ, ડેન્માર્કની શિપિંગ કંપની મર્ક્સ, સ્પેનની મોન્ડેલેજ, બ્રિટન સ્થિત જગતની સૌથી મોટી એડવર્ટાઈઝિંગ એજન્સી ડબલ્યુપીપી સહિતની જાયન્ટ કંપનીઓ પ્રાથમિક ધોરણે વાઈરસનો શિકાર બની છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી વાતચીત ના મુદ્દ...

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સત્તા પ્રાપ્ત થઈ તે પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઈટ હાઉસ ડિનર ધરાવતા પ્રથમ વિદેશી નેતા બન્યા છે.

Pakistan
ભારત અને અમેરિકાએ પાકિસ્તાનને તેની ખાતરી કરવા માટે કહ્યું છે કે તેની માટી ક્રોસ બોર્ડર આતંકવાદી હુમલા માટે ઉપયોગમાં લેવાતી નથી. બન્ને દેશોએ પાકિસ્તાનને મુંબઈ અને પઠાણકોટ હુમલાની બાબતમાં ઝડપથી ન્યાય લાવવા માટે કહ્યું છે.

Drones
યુ.એસ.એ ગુઆડિયન માનવરહિત એરિયલ સિસ્ટમ્સને ભારતમાં વેચવા માટે મંજૂરી આપી છે. આ ડ્રૉન્સ ભારતને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હિન્દ મહાસાગરની નજીકની નજર રાખવા મદદ કરશે.

Hizbul chief 
અમેરિકાએ હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીનને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કર્યા છે. 71 વર્ષના સલાહુદ્દીન પણ યુનાઈટેડ જિહાદ કાઉન્સિલનું નેતૃત્વ કરે છે, જે કાશ્મીરમાં કાર્યરત આતંકવાદી જૂથોની મૂખ્ય સંસ્થા છે.

Trade Barriers
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને વાજબી અને પારસ્પરિક વ્યાપાર સંબંધો જાળવવા માટે કહ્યું છે અને ભારતીય બજારોમાં યુએસ માલના નિકાસ માટેના અવરોધોને દૂર કરવાની માંગ કરી છે.

GST
ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતના જીએસટી બાબતે હકારાત્મક આભિપ્રાય આપ્યો છે જે 1 જુલાઈએ અમલમાં આવશે.

Naval Exercise
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ભારત અને અમેરિકા જાપાનમાં જોડાશે, જેનું આયોજન મહારાષ્ટ્ર મહાસાગરમાં કરવામાં આવતું સૌથી મોટું દરિયાઇ યુદ્ધનું આયોજન કરશે.

Afghanistan
ભારત અને અમેરિકાએ અફઘાનિસ્તાનમાં વધતી જતી અસ્થિરતાની ચિંતા વ્યક્ત કરી છે અને યુદ્ધગ્રસ્ત દેશોમાં શાંતિ સ્થાપવા માટે સહકારને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.

North Korea
ટ્રમ્પ અને મોદીએ ઉત્તર કોરિયાના મિસાઇલ પ્રોગ્રામ્સને વૈશ્વિક શાંતિ માટે ગંભીર બાબત છે તેમ જણાવ્યુ.

Areas of Cooperation
વડા પ્રધાન મોદીએ પરસ્પર સહકારના મુખ્ય ક્ષેત્રો તરીકે વેપાર, વાણિજ્ય અને રોકાણને જણાવ્યા છે. વધુમાં, તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત ટેકનોલોજી, નવીનીકરણ અને જ્ઞાન અર્થતંત્ર પર સક્રિય છે.