શુક્રવાર, 30 જૂન, 2017

રાજકોટમાં મોદીનો ૯ કિ.મી.નો 'સુપરફાસ્ટ' રોડ શો



આજી ડેમથી શરૃ થયેલા રોડશોને નિહાળવા હજારો શહેરીજનો ઉમટયા વડાપ્રધાને બંને હાથ ઊંચા કરી અભિવાદન ઝીલ્યું : વરસાદી માહોલ છતાં રોડ શો ૫૦ મિનિટ ચાલ્યો રાજકોટ,વડા પ્રધાન બન્યા પછી પ્રથમ વખત રાજકોટ આવેલા નરેન્દ્ર મોદીનું શહેરીજનોએ ઉમળકાભેર, અભૂતપૂર્વ સ્વાગત કર્યું હતું.


તેમના નવ કિલોમીટર લાંબા રોડ શોમાં હજારોની સંખ્યામાં શહેરીજનો ઊમટી પડયા હતા. આજી ડેમથી એરપોર્ટ સુધી ખુલ્લી જીપમાં નરેન્દ્ર મોદીએ બંને હાથ ઊંચા વારફરતી ઊંચા કરી જનતાનું અભિવાદન ઝીલ્યું હતું.

જોકે અંદાજે ૪૫ મિનિટ મોડો શરૃ થયેલો રોડ શો ઝડપથી સમાપ્ત થઈ ગયો હતો. તેમની એક ઝલક નિહાળવા માટે લોકો પાંચ-પાંચ કલાકથી વાટ જોઈને ઊભા હતા, પરંતુ પીએમનો કાફલો ખૂબજ ઝડપથી પસાર થયો હતો અને માત્ર ૫૦ મિનિટમાં રોડ શો સમાપ્ત થઈ ગયો હતો. આજી ડેમ ખાતે જ્યાંથી સાંજે ૭.૪૫ વાગ્યાથી રોડ શો શરૃ થવાનો હતો ત્યાં લોકો બપોરે ૩.૦૦ વાગ્યાથી એકત્રિત થઈ ગયા હતા. કોઈ પાળી પર ચડયા હતા તો કોઈ ઢાળ પર બેસી ગયા હતા. સાંજ પડતા સુધીમાં હજારોની મેદની રાજકોટની સડકો પર એકઠી થઈ ગઈ હતી. દિવ્યાંગોનો કાર્યક્રમ સમાપ્ત થયા પછી આજી ડેમ આવતી વખતે વડા પ્રધાન આજી ડેમ ચોકડીએ પહોંચ્યા બાદ ગાડીમાંથી નીચે ઊતર્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.રોડ શોમાં જેમ મોડું થતું જતું હતું તેમ લોકોની આતુરતા વધતી જતી હતી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો