Wednesday, 10 April 2019


CRPFના શૌર્ય દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોન્ચ કરી 'વીર પરિવાર' મોબાઈલ એપ

રાષ્ટ્રપતિએ શહીદોના પરિવારજનોને , મેડલ આપી કર્યા સન્માનિત
સી.આર.પી.એફ. , આજે 54 માં , શૌર્ય દિવસની ઉજવણી કરી રહી છે. 
વર્ષ 1965માં , આજના દિવસે , સી.આર.પી.એફ.ની , નાની ટુકડીએ ગુજરાતના , કચ્છના ,રણમાં સરદાર પોસ્ટ પર  બહાદુરીથી લડતા , પાકિસ્તાની બ્રિગેડના હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. 
સી.આર.પી.એફ.ના જવાનોએ , પાકિસ્તાનના , 34 સૈનિકોને ઠાર કર્યા હતા. જેમાં સી.આર.પી.એફ.ના છ સૈનિક શહિદ થયા હતા. કેન્દ્રીય રિઝર્વ, પોલીસ દળ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે નવ એપ્રિલને શૌર્ય દિવસના રૂપમાં ઉજવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે , આ પ્રસંગે , નવી દિલ્હીના રાષ્ટ્રીય પોલીસ સ્મારક પર શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિએ , સી.આર.પી.એફ. જવાનોના પરિવારજનોને વીરતા મેડલ પણ , એનાયત કર્યા હતા.તથા રાષ્ટ્રપતિએ આ પ્રસંગે , સી.આર.પી.એફ. - વીર પરિવાર નામની મોબાઇલ એપ પણ લોન્ચ કરી હતી.

ભારતની મહિલા હોકી ટીમે મલેશિયા સામેની શ્રેણી જીતી

 

- ચોથી મેચમાં ભારતનો ૧-૦થી વિજય

- આજે સાંજે 5.30થી આખરી મુકાબલો


ભારતની મહિલા હોકી ટીમે મલેશિયા સામેની હોકી સિરીઝ જીતી લીધી હતી. આજે રમાયેલી ચોથી મેચમાં ભારતે જોરદાર સંઘર્ષ કરતાં ૧-૦થી મલેશિયાને હરાવ્યું હતુ. આ સાથે પાંચ મેચની શ્રેણીમાં ભારતે ૩-૦થી અજેય સરસાઈ હાંસલ કરી લીધી હતી.
અગાઉ રમાયેલી પ્રથમ હોકી મેચમાં ભારતે ૩-૦થી અને ત્યાર બાદની બીજી મેચમા ભારતે ૫-૦થી મલેશિયાને હરાવ્યું હતુ. જોકે ત્રીજી મેચમાં તેમણે જોરદાર કમબેક કરતાં ભારત પર એક તબક્કે હારનું દબાણ સર્જ્યું હતુ. જોકે આખરી ક્વાર્ટરમાં ભારતના શાનદાર દેખાવને પરીણામે મેચ ૪-૪થી ડ્રો થઈ હતી. 
આજે રમાયેલી શ્રેણી ચોથી મેચમાં ભારત તરફથી એકમાત્ર ગોલ લાલ્રેમ્સિમિએ ફટકાર્યો હતો. આ સિરીઝની ચારય મેચમાં તેણે ગોલ ફટકારવાની અનોખી સિદ્ધિ પણ હાસંલ કરી હતી. હવે સિરીઝની પાંચમી અને આખરી મેચ આવતીકાલે ગુરુવારે સાંજે ૫.૩૦ વાગ્યાથી શરૃ થશે. 
હવે ૨૦૨૦માં ટોકિયો ઓલિમ્પિક યોજાવાના છે, ત્યારે ભારતીય મહિલા હોકી ટીમને આ અનુભવ આગળ જતાં કામમાં આવશે. ભારત હવે ઓલિમ્પિકમા ક્વોલિફાય થવા તરફ મીટ માંડી રહ્યું છે.

કોહલીને સતત ત્રીજા વર્ષે 'વિઝડન'નું સન્માન : વિશ્વનો ટોચનો ક્રિકેટર જાહેર


- કોહલીના ૨૦૧૮માં ૬૮.૩૭ની સરેરાશ સાથે ૨,૭૩૫ આંતરરાષ્ટ્રીય રન અને ૧૧ સદી

- ભારતની સ્મ્રિતિ મંધાના પણ મર્યાદિત ઓવરોમાં ટોચ મહિલા ક્રિકેટર જાહેર : રાશિદ સતત બીજા વર્ષે લિડિંગ ટી-૨૦ ક્રિકેટર


ક્રિકેટના બાઈબલ તરીકે ઓળખાતા વિઝડન ક્રિકેટર્સ અલમાનક - સામયિકે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની બેટ્સમેન તરીકેની વિશિષ્ટ પ્રતિભાને બિરદાવતા સતત ત્રીજા વર્ષે તેને 'લિડિંગ ક્રિકેટર ઈન ધ વર્લ્ડ ' જાહેર કર્યો હતો. વિઝડનના ફાઈવ ક્રિકેટર ઓફ ધ યરમાં પણ કોહલીને સ્થાન આપવામાં આવ્યું હતુ. વર્ષ ૨૦૧૮ના ઈંગ્લિશ સમરના (ઈંગ્લેન્ડમાં ઉનાળા દરમિયાન રમાયેલા ક્રિકેટ) દેખાવને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલા વર્ષના શ્રેષ્ઠ પાંચ ક્રિકેટરોમાં કોહલીની સાથે ઈંગ્લેન્ડના જોશ બટલર, સેમ કરન અને રોરી બર્ન્સને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ટેમી બેઉમોન્ટનો પણ વિઝડનની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારત માટે ગૌરવની બાબત એ છે કે, કોહલીની સાથે સાથે મહિલા ક્રિકેટર સ્મ્રિતિ મંધાનાને મહિલા ક્રિકેટના મર્યાદિત ઓવરના ફોર્મેટમાં  ટોચની ખેલાડી જાહેર કરવામાં આવી છે. જ્યારે અફઘાનિસ્તાનના રાશિદ ખાને સતત બીજા વર્ષે ટ્વેન્ટી-૨૦ના ફોર્મેટના શ્રેષ્ઠ ખેલાડી તરીકેનો દબદબો જારી રાખ્યો છે. સ્મ્રિતિ મંધાનાએ મર્યાદિત ઓવરોના ક્રિકેટમાં ૧,૨૯૧ રન ફટકાર્યા હતા.