CRPFના શૌર્ય દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોન્ચ કરી 'વીર પરિવાર' મોબાઈલ એપ
રાષ્ટ્રપતિએ શહીદોના પરિવારજનોને , મેડલ આપી
કર્યા સન્માનિત
સી.આર.પી.એફ. , આજે 54 માં , શૌર્ય દિવસની
ઉજવણી કરી રહી છે.
વર્ષ 1965માં , આજના દિવસે , સી.આર.પી.એફ.ની
, નાની ટુકડીએ ગુજરાતના , કચ્છના ,રણમાં સરદાર
પોસ્ટ પર બહાદુરીથી લડતા , પાકિસ્તાની બ્રિગેડના હુમલાનો જડબાતોડ
જવાબ આપ્યો હતો.
સી.આર.પી.એફ.ના જવાનોએ , પાકિસ્તાનના , 34 સૈનિકોને ઠાર
કર્યા હતા. જેમાં સી.આર.પી.એફ.ના છ સૈનિક શહિદ થયા હતા. કેન્દ્રીય રિઝર્વ, પોલીસ દળ વીર
જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે નવ એપ્રિલને શૌર્ય દિવસના રૂપમાં ઉજવે છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે , આ પ્રસંગે , નવી દિલ્હીના
રાષ્ટ્રીય પોલીસ સ્મારક પર શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિએ , સી.આર.પી.એફ.
જવાનોના પરિવારજનોને વીરતા મેડલ પણ , એનાયત કર્યા હતા.તથા રાષ્ટ્રપતિએ આ
પ્રસંગે , સી.આર.પી.એફ. - વીર પરિવાર નામની મોબાઇલ એપ પણ લોન્ચ કરી
હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો