Wednesday, 15 November 2017

નથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેને આપવામાંઆવી હતી ફાંસીમહાત્મા ગાંધીની હત્યા કરનાર નથુરામ ગોડસેને 15 નવેમ્બર 1959ના અંબાલા જેલમાં ફાંસી આપવામાં આવી હતી.

ગોડસેની સાથે સાથે આપ્ટેને પણ હત્યાના ષડયંત્રમાં ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો હતો.

મોદીનું ASEAN કાર્ડ, ગણતંત્ર દિવસ પરેડમાં સામેલ થશે 10 દેશોના પ્રમુખઆ વખતે 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ સમારંભમાં આસિયાન દેશોના પ્રમુખ મુખ્ય અતિથિના રૂપમાં ભાગ લેશે. પીએમ મોદીના નિમંત્રણને તમામ 10 સભ્ય દેશોએ મંજૂર કરી લીધું છે. પહેલી વખત એવું બનશે કે જ્યારે ગણતંત્ર દિવસમાં 10 રાષ્ટ્રાધ્યક્ષ એક સાથે સામેલ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 દક્ષિણ પૂર્વ એશિયન દેશોના નેતાઓને ગણતંત્ર દિવસ સમારંભમાં સામેલ થવાની સાથો સાથ આ ગ્રૂપની સાથે ભારત સંબંધોની 25મી વર્ષગાંઠના અવસર પર આયોજીત થનાર ખાસ સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા અને તમામે તેનો સ્વીકાર કરી લીધો છે.

આસિયાન-ભારત સંમેલનમાં પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું કે સ્મારક વર્ષના સમાપન અને આવતા વર્ષે 25મી જાન્યુઆરીના રોજ નવી દિલ્હીમાં આયોજીત થનાર ભારત-આિયાન ખાસ સ્મારક શિખર સંમેલનમાં તમારું નેતૃત્વ કરવાની વાટ જોઇ રહ્યો છું. તેમણે કહ્યું કે ભારતની એક અબજ 25 કરોડ પ્રજા ભારતના 69મા ગણતંત્ર દિવસ સમારંભમાં આસિયાન નેતાઓને મુખ્ય અતિથિઓના રૂપમાં સ્વાગત કરવા ઇચ્છુક છે.

વિદેશ મંત્રાલયમાં સચિવ (પૂર્વ) પ્રીતિ સરન એ કહ્યું કે આસિયાન નેતાઓએ શાલીનતાપૂર્વકવડાપ્રધાનના બે કાર્યક્રમોમાં સામેલ થવાના આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. તેમણે કહ્યું કે 11 અને 12 ડિસેમ્બરના રોજ ભારત-આસિયાન કનેક્ટિવિટી સમિટ અને આવતા વર્ષે જાન્યુઆરીમાં એક વેપાર સંમેલન સહિત સ્મારક સંમેલનમાં કેટલાંય કાર્યક્રમોની યોજના છે.


મોદીની જાપાન, વિયેતનામ, ચીન અને ઓસ્ટ્રેલિયાના વડા સાથે બેઠક

- ભારત-જાપાન વ્યાપારને વધુ મજબુત બનાવશે તેવો મોદીનો દાવો

- મારા મિત્ર આબે સાથેની મારી બેઠક સુખદ રહી: મોદી


મોદીની જાપાન, વિયેતનામ, ચીન અને ઓસ્ટ્રેલિયાના વડા સાથે બેઠક   


વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસીયાન દેશોની સમીટમાં ભાગ લેવા માટે ગયા છે. આ સમીટના બીજા દિવસે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંગઠનના ટોચના નેતાઓની સાથે બેઠક યોજી હતી.
આ વખતે તેઓએ જાપાનના વડા પ્રધાન સિંઝો આબે, ઓસ્ટ્રેલિયાના પીએમ માલ્કન ટર્નબુલ તેમજ વીયેતનામના પીએમ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારત સાથેના સંબંધો મુદ્દે પણ ચર્ચા થઇ હતી. વડા પ્રધાન મોદી અને આબેની આ બેઠક અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બેઠક બાદ યોજાઇ હતી.
મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મારા મિત્ર આબે સાથેની મારી આ બેઠક બહુ જ સુખદ રહી છે. ભારત અને જાપાનના સંબંધોને વધુ કેવી રીતે મજબુત બનાવી શકાય તે મુદ્દે અમે ચર્ચા કરી છે. સાથે અર્થતંત્ર અને લોકો વચ્ચેના જોડાણને પણ સુધારવાના પ્રયાસો કરાશે. મોદીએ ઓસ્ટ્રેલિયા અને વીયેતનામના વડા પ્રધાનની સાથે પણ બેઠક યોજી હતી.
આ બેઠકમાં પણ ભારત અને આ બન્ને દેશો વચ્ચેના સંબંધોની ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન મોદીએ આગામી ૨૬મી જાન્યુઆરીએ ભારતમાં આવવા પણ આસીયાન દેશોના વડાઓને આમંત્રણ આપ્યું હતું.
મોદીએ જાપાન, વીયેતનામ, ઓસ્ટ્રેલિયા ઉપરાંત ચીનના વડા પ્રધાન લી કેકિંગની સાથે પણ બેઠક યોજી હતી, જોકે આ બેઠકમાં ક્યા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ તેની માહિતી જાહેર કરવામાં આવી નથી.