મોદીનું ASEAN કાર્ડ, ગણતંત્ર દિવસ પરેડમાં સામેલ થશે 10 દેશોના
પ્રમુખ
આ વખતે 26મી
જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ સમારંભમાં આસિયાન દેશોના પ્રમુખ મુખ્ય અતિથિના
રૂપમાં ભાગ લેશે. પીએમ મોદીના નિમંત્રણને તમામ 10 સભ્ય દેશોએ મંજૂર કરી લીધું છે. પહેલી
વખત એવું બનશે કે જ્યારે ગણતંત્ર દિવસમાં 10 રાષ્ટ્રાધ્યક્ષ એક સાથે સામેલ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
10 દક્ષિણ પૂર્વ એશિયન દેશોના નેતાઓને ગણતંત્ર દિવસ સમારંભમાં
સામેલ થવાની સાથો સાથ આ ગ્રૂપની સાથે ભારત સંબંધોની 25મી વર્ષગાંઠના
અવસર પર આયોજીત થનાર ખાસ સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા અને તમામે તેનો
સ્વીકાર કરી લીધો છે.
આસિયાન-ભારત સંમેલનમાં
પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું કે સ્મારક વર્ષના સમાપન અને આવતા વર્ષે 25મી
જાન્યુઆરીના રોજ નવી દિલ્હીમાં આયોજીત થનાર ભારત-આિયાન ખાસ સ્મારક શિખર સંમેલનમાં
તમારું નેતૃત્વ કરવાની વાટ જોઇ રહ્યો છું. તેમણે કહ્યું કે ભારતની એક અબજ 25 કરોડ પ્રજા
ભારતના 69મા ગણતંત્ર દિવસ સમારંભમાં આસિયાન નેતાઓને મુખ્ય અતિથિઓના
રૂપમાં સ્વાગત કરવા ઇચ્છુક છે.
વિદેશ મંત્રાલયમાં સચિવ
(પૂર્વ) પ્રીતિ સરન એ કહ્યું કે આસિયાન નેતાઓએ ‘શાલીનતાપૂર્વક’ વડાપ્રધાનના
બે કાર્યક્રમોમાં સામેલ થવાના આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. તેમણે કહ્યું કે 11 અને 12 ડિસેમ્બરના
રોજ ભારત-આસિયાન કનેક્ટિવિટી સમિટ અને આવતા વર્ષે જાન્યુઆરીમાં એક વેપાર સંમેલન
સહિત સ્મારક સંમેલનમાં કેટલાંય કાર્યક્રમોની યોજના છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો