Thursday, 21 February 2019

ભારત-સાઉદી અરબ વચ્ચે પાંચ કરાર પર હસ્તાક્ષર

આતંકવાદ સામેની જંગમાં સાઉદી ભારતની સાથે-પ્રિન્સ સલમાન
બે દિવસની ભારત યાત્રાએ આવેલા ,સાઉદી અરબના યુવરાજ /મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અજીજ અલ સઉદ /અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે, દ્રિપક્ષીય ચર્ચા બાદ પર્યટન અને આવાસ સહિત ,વિભિન્ન ક્ષેત્રોમાં ,પાંચ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ ,કે ભારત અને સાઉદી અરબ વચ્ચે ,સૈકા જુના ઐતિહાસિક, સામાજીક અને આર્થીક સંબધો છે. સાઉદી અરબ ,ભારત દેશનો ,મહત્વપુર્ણ સામરીક ભાગીદાર છે. વધુમા તેમણે જણાવ્યુ હતુ ,કે ભારત અને સાઉદી અરબ રક્ષા ક્ષેત્રે પરસ્પરસહયોગને ,વધું ઘનિષ્ઠ બનાવવા ઈચ્છે છે. અને આર્થીક સંબધો વધુ સારા બનાવવા ઈચ્છે છે.તો સાઉદી અરબના યુવરાજે જણાવ્યુ હતુ, કે ભારત અને સાઉદી અરબ વચ્ચેના સંબધોને ,વધું ગાઢ બનાવવા ,અને આગળ વધારવા ,બંને દેશો ઈચ્છુક છે.

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સની ભારત યાત્રા મુદ્દે જાણકારી આપવા વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમા ભારત અને સાઉદી અરબ વચ્ચે પાંચ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબના ભારત દેશમાં 100 બિલિયન અમેરીકી ડોલરના રોકાણ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યુ હતુ.સાથે બંને દેશોએ પુલવામાં આતંકવાદી હુમલાને શબ્દોમાં વખોડ્યો હતો.આ સાથે જ સાયબર સુરક્ષા ,સમુદ્રી સુરક્ષા, તેમજ પશ્ચિમ એશીયામાં શાતિ અને સ્થિરતા માટે આંતરીક ભાગીદારી વધારવા પર વાતચીત થઈ હતી

પ્રધાનમંત્રી બે દિવસીય દક્ષિણ કોરિયાની મુલાકાતે પહોચ્યા

ભારત-દ.કોરિયા વચ્ચે યોજાશે દ્વીપક્ષીય મંત્રણા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ,દક્ષિણ કોરિયાની ,બે દિવસની મુલાકાતે સોલ પહોંચ્યા છે. આ પ્રવાસ દરમિયાન ,પ્રધાનમંત્રી મોદી ,દક્ષિણ કોરિયાના ,રાષ્ટ્રપત મુન-જે-ઇન સાથે ,સમાન મુદ્દા સહિત ,દ્વિપક્ષીય સંબંધોના વિવિધ ફલક ઉપર ,ચર્ચા કરશે. પ્રધાનમંત્રી ,ભારત કોરિયા સંસદીય મિત્ર સમૂહના લોકો સાથે ,મુલાકાત કરશે. જ્યાં ,તેઓ કિમહાય શહેરના મેયરને ,પવિત્ર બોધી વૃક્ષની ,ભેટ આપશે. પીએમ મોદી ,યોનસેન યુનિવર્સિટીમાં ,મહાત્મા ગાંધીની પ્રતિમાનું ,અનાવરણ કરશે. આ દરમિયાન ,પ્રધાનમંત્રીને સિઓલ શાંતિ સન્માન ,પ્રદાન કરવામાં આવશે


આજે વિશ્વ માતૃભાષા દિવસ

વિશ્વભરમાં બોલાતી ભાષાઓની સંખ્યા આશરે 6000 થી વધુ
આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે.ત્યારે ટ્વીટર પર હેશટેગ ઈન્ટરનેશનલ મધર લેન્ગ્વેઝ ડે ટ્રે્ન્ડ કરી રહ્યો છે.વિશ્વમાં ભાષા અને સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષિતાને પ્રોત્સાહન આપવા તેમજ વિવિધ માતૃભાષાઓ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી 21 ફેબ્રુઆરી 1999ના દિવસને યુનેસ્કોએ વિશ્વ માતૃભાષા દિવસ જાહેર કર્યો હતો.
યુએનના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં બોલાતી ભાષાઓની સંખ્યા આશરે 6000થી વધુ છે.જે પૈકી 90 ટકા ભાષાઓને બોલનારની સંખ્યા 1 લાખથી ઓછી છે. લગભગ 150 થી 200 ભાષાઓ એવી છે કે જેને 10 લાખથી વધુ લોકો બોલે છે.વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં જાપાની, અંગ્રેજી, રુશી, બંગાલી, પુર્તગાલી , અરબી પંજાબી મેંડારિન , હિન્દી અને સ્પેનિશ છે. ભારતમાં વર્ષ 1961ની વસ્તી ગણતરી પ્રમાણે 1652 ભાષાઓ બોલાય છે.હાલમાં ભારતમાં 1365 માતૃભાષા છે. જેનો પ્રાદેશિક આધાર અલગ અલગ છે.પીપલ્સ લૈંગ્વિસ્ટિક સર્વે ઓફ ઈન્ડિયા (પી.એલ.એસ.આઈ.) 2010 માં 780 ભારતીય ભાષાઓ ગણાવી હતી. 40% ભારતીયો દ્વારા બોલાતી ભારતની સૌથી વધુ વપરાતી ભાષા હિન્દી છે આ પછી બંગાળી (8.0%), તેલુગુ (7.1%), મરાઠી (6.9%), અને તમિલ (5.9%) છે. જ્યારે રાજ્ય સંચાલિત ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) 120 ભાષાઓમાં પ્રોગ્રામ્સનું પ્રસારણ કરે છે..ભારતની સંસદમાં માત્ર 4% ભાષાઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે.

લૉકહિડ માર્ટિને ભારત માટે જ ખાસ બનેલું ફાઈટર વિમાન એફ-21 રજૂ કર્યું

- ભારતમાંથી ૧૫ અબજ ડૉલરનો ઑર્ડર મેળવવા અમેરિકી કંપનીનો પ્રયાસ

- એક સમયે રફાલ સાથે લૉકહિડ માર્ટિન પણ વિમાન વેચવાની સ્પર્ધામાં હતી

ભારત તૈયાર થાય તો ભારતમાં જ ઉત્પાદન કરવા કંપનીની તૈયારી

અમેરિકી એરોસ્પેસ કંપની લૉકહિડ માર્ટિને આજે ભારત માટે ખાસ તૈયાર કરેલું ફાઈટર વિમાન એફ-૨૧ રજૂ કર્યું હતું. બેંગાલુરુ પાસે ચાલી રહેલા એરો ઈન્ડિયા શૉ દરમિયાન આ વિમાન રજૂ કરવામાં આવ્યુ હતુ. કંપનીએ આ વિમાન ભારતમાં જ ઉત્પાદિત થાય એ માટે તૈયારી પણ દર્શાવી છે.
ભારતે આમ તો ફ્રાન્સના રફાલ વિમાનો ખરીદવાનું મન બનાવી લીધું છે અને એ સોદો એક પછી એક સ્ટેજ વટાવતો આગળ વધી રહ્યો છે. પરંતુ કોઈ તબક્કે ભારતને પુન:વિચાર કરવાનું મન થાય તો આ અમેરિકી કંપનીએ વિકલ્પ આપ્યો છે.
હકીકત એવી છે કે વર્ષો પહેલા જ્યારે ભારતે સવાસો ફાઈટર વિમાનો ખરીદવાની પ્રક્રિયા શરૃ કરી ત્યારે કુલ પાંચ ફાઈટર વિમાન સ્પર્ધામાં હતા. આ પાંચ વિમાનમાં ફ્રાન્સની કંપની દસોલનું રફાલ વિમાન, અમેરિકી કંપની લૉકહિડ માર્ટિનનું એફ-૧૬, બોઈંગનું એફ-એ-૧૮, સ્વીડિશ કંપની સાબનનું ગ્રીપેન અને યુરોફાઈટર કંપનીનું ટાયફૂન ફાઈટર જેટનો સમાવેશ થાય છે. ટેન્ડરિંગની પ્રક્રિયા આગળ વધી એમાં છેવટે ઑર્ડર રફાલને મળ્યો છે.
રફાલનો સોદો અત્યારે થોડો વિવાદમાં છે. ભારતે અત્યારે અંદાજે ૧૫ અબજ ડૉલરના ફાઈટર વિમાનનો ઑર્ડર આપવાનો છે. જો રફાલનો સોદો છેલ્લી ઘડીએ કોઈ કારણોસર અટકે તો પછી ખરીદી શકાય એટલા માટે લૉકહિડે પોતાનું વિમાન એફ-૨૧ રજૂ કર્યું છે. લૉકહિડે આ વિમાન ભારતમાં જ તૈયાર કરી શકાય તેની તૈયારી પણ દર્શાવી છે. 
લૉકહિડ માર્ટિનના ભારત સ્થિત અધિકારી વિવેક લાલે જણાવ્યુ હતુ કે આ વિમાન આધુનિક છે અને તેમાં પાંચમી પેઢીની ટેકનોલોજીનો સંગમ થયો છે. અગાઉ પણ લૉકહિડે જો ભારત ઑર્ડર આપે તો વિમાનનું ઉત્પાદન ભારતમાં કરવાની તૈયારી દર્શાવી હતી પરંતુ સરકાર તરફથી સકારાત્મક જવાબ મળ્યો ન હતો.  કંપનીના કહેવા પ્રમાણે પાંચમી પેઢીના બે વિમાન એફ-૨૨ અને એફ-૩૫ની કેટલીક ટેકનોલોજી પણ આ વિમાનમાં વપરાઈ છે.
બલ્ગેરિયાની બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભારતના અમિત પંઘાલને ગોલ્ડ મેડલ
 
- 'મારો આ ગોલ્ડ મેડલ પુલવામાના શહીદોને અર્પણ કરું છું'
- ૨૩ વર્ષનો અમિત આર્મીમાં નાઈબ સુબેદાર છે

બલ્ગેરિયામાં યોજાયેલી પ્રતિષ્ઠિત સ્ટ્રાન્દ્જા મેમોરિયલ બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભારતના અમિત પંઘાલે ૪૯ કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ૨૩ વર્ષના અમિતે તેનો આ મેડલ તાજેતરમાં પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને અર્પણ કર્યો હતો. અમિત ખુદ આર્મીમાં નાઈબ સુબેદાર તરીકે ફરજ બજાવે છે. 
સુવર્ણ સફળતા મેળવ્યા બાદ ભાવુક બનેલા અમિત પંઘાલે કહ્યું કે, હું મારો આ ગોલ્ડ મેડલ પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને અર્પણ કરું છું. હું પોતે પણ આર્મીથી આવું છું અને એટલે જ મને આ ઘટનાને કારણે વધુ દુઃખ થયું. હું અહીં ગોલ્ડ મેડલ જીતીને શહીદોને શ્રદ્ધાંજલી અર્પવા ઈચ્છતો હતો અને દરેક મુકાબલામાં મેં જાન રેડી દીધી હતી. 
એશિયન ગેમ્સમાં ચેમ્પિયન બનેલા અમિતે યુરોપીયન બોક્સિંગમાં પ્રતિષ્ઠિત મનાતી ટુર્નામેન્ટમાં સતત બીજા વર્ષે ગોલ્ડ મેડલ જીત્યો હતો. બલ્ગેરિયાના સોફિયામાં યોજાયેલી ટુર્નામેન્ટમાં ૪૯ કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં અમિતનો મુકાબલો કઝાકિસ્તાનના તેમિર્તાસ ઝ્હુસુપ્પોવ સામે થયો હતો. જેમાં તેણે લડાયક દેખાવ કરતાં જીત હાંસલ કરી હતી.
અમિતે ઊમેર્યું કે, આ તેનો ૪૯ કિગ્રાની કેટેગરીનો અંતિમ મુકાબલો હતો. હવે તે ૫૨ કિગ્રા વજન વર્ગની કેટેગરીમાં ભાગ લેવાની શરૃ કરવા જઈ રહ્યો છે.તેણે કહ્યુ કે, ઓલિમ્પિકમાં ૪૯ કિગ્રાની કેટેગરી નથી આ માટે માટે વજનવર્ગ બદલવું પડયું છે. 

બલ્ગેરિયન ટુર્નામેન્ટમાં ભારતની બે મહિલા બોક્સરોને ગોલ્ડ મેડલ

- મીના કુમારી દેવી અને નિખાત ઝરીનની સફળતા

- ભારતની મંજુરાની દેવીને સિલ્વર


બલ્ગેરિયાના સોફિયામાં યોજાયેલી સ્ટ્રાન્ડ્જા મેમોરિયલ બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભારતને મહિલાઓની કેટેગરીમાં બે ગોલ્ડ મેડલ મળ્યા હતા. ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ જુનિયર ચેમ્પિયન નિખાત ઝરીન અને મીના કુમારી દેવીએ ફાઈનલમાં પ્રભુત્વસભર વિજય મેળવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભારતની મહિલા બોક્સરોએ બે ગોલ્ડ ઉપરાંત એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા. 
નિખાત ઝરીને ૫૧ કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં ફિલિપ્પીનો આઇરીશ માગ્નોને ૫-૦થી પછડાટ આપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે મીના કુમારી દેવીએ ૫૧ કિગ્રાની કેટેગરીમાં ઐરા વિલેગસને ભારે રોમાંચક મુકાબલામાં ૩-૨થી હરાવી હતી. ભારતની બંને બોક્સર ફિલિપાઈન્સની હરિફોને હરાવીને સુવર્ણ ચંદ્રક જીતી હતી.
જોકે ૪૮ કિગ્રા વજન વર્ગમાં ભારતની મંજુ રાનીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. તેને ફિલિપાઈન્સની જોસીઈ ગેબુકોએ ૨-૩થી હરાવી હતી. ભારતની મહિલા બોક્સરોએ નોંધપાત્ર દેખાવ કર્યો હતો. અગાઉ ભારતની પ્વીલાઓ બાસુમતીએ ૬૪ કિગ્રા, નીરજે ૬૦ કિગ્રામાં અને લોવ્લીનાએ ૬૯ કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.