સોમવાર, 24 સપ્ટેમ્બર, 2018


સિક્કિમના પ્રથમ એરપોર્ટ પાક્યોંગની ખાસિયતો





વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પાક્યોંગમાં બનેલા સિક્કિમના પ્રથમ એરપોર્ટનું ઉદ્ધાટન કર્યુ. વર્ષ 2009માં આ ગ્રીનફીલ્ડ એરપોર્ટનો પાયો નાંખવામાં આવ્યો હતો. જેના લગભગ 9 વર્ષ બાદ સિક્કિમનું આ સપનુ પૂરુ થયુ. આ એરપોર્ટ ગંગટોકથી લગભગ 33 કિલોમીટરના અંતરે છે. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિક્કિમ પ્રવાસ દરમિયાન અધિકારીઓએ જણાવ્યુ કે વડાપ્રધાન એરપોર્ટનું ઉદ્ધાટન કર્યા બાદ પાક્યોંગમાં સેન્ટ જેવિયર્સ સ્કુલમાં બાળકોને સંબોધિત પણ કરશે.

 

આ છે એરપોર્ટની ખાસ વાતો

- આ સિક્કિમનું પહેલુ અને ભારતનું 100મું એરપોર્ટ છે.

- પાક્યોંગ એરપોર્ટ સમુદ્ર તળથી 4,500 ફૂટની ઉંચાઈ પર બનેલુ છે

- આ એરપોર્ટને વર્ષ 2008માં મંજૂરી મળી હતી

- આ એરપોર્ટ 206 એકરમાં ફેલાયેલુ છે. જેમાં જિયોટેક્નિકલ એન્જિનિયરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

- અહીંની માટીમાં એરપોર્ટની જરૂરિયાતોના હિસાબમાં પરિવર્તન કરવામાં આવ્યુ છે

- Airports Authority Of Indiaના અધિકારીના જણાવ્યા અનુસાર પાકયોંગ એરપોર્ટનું નિર્માણ લગભગ 600 કરોડ રૂપિયામાં થયુ છે.

- આ એરપોર્ટ ભારત-ચીન સરહદથી લગભગ 60 કિલોમીટરના અંતરે આવેલુ છે.

- ગંગટોકથી આ એરપોર્ટનું અંતર 33 કિલોમીટર છે