સોમવાર, 4 ડિસેમ્બર, 2017

ભારત-શ્રીલંકા ટેસ્ટ પ્રદૂષણને કારણે અટકાવાઇ! આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સૌપ્રથમ ઘટના

- ત્રીજી ટેસ્ટના બીજા દિવસે લંચ બાદ શ્રીલંકાના ક્રિકેટરો માસ્ક પહેરીને મેદાનમાં ઉતર્યા

- પ્રદૂષણનું પ્રમાણ વધી જતાં શ્વાસ લેવામાં-આંખમાં બળતરા થતી હોવાની શ્રીલંકાએ ફરિયાદ કરી


ભારત-પ્રવાસી શ્રીલંકા વચ્ચે દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ખાતે રમાતી ત્રીજી ટેસ્ટ મેચ કેપ્ટન વિરાટ કોહલીની રેકોર્ડબ્રેક ૬ બેવડી સદીની સિદ્ધિ ઉપરાંત પ્રદૂષણને કારણે પણ ચર્ચામાં આવી ગઇ છે. પ્રદૂષણનું પ્રમાણ વધી જતાં આજે ૨૦ મિનિટ માટે રમત અટકાવવી પડી હતી. 

સામાન્ય રીતે વરસાદ કે પ્રતિકૂળ વાતાવરણને કારણે મેચ અટકાવવી પડતી હોય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ૧૪૦ વર્ષના ઈતિહાસમાં પ્રદૂષણને કારણે મેચ અટકાવવી પડી હોય તેવી આજે સૌપ્રથમ ઘટના બની હતી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો