ભારતની સૌથી મોટી આઇટી
કંપની ઇન્ફોસીસે સલીલ પારેખને CEO નિમ્યા
- ઓગસ્ટમાં
વિશાલ સિક્કાએ રાજીનામું આપતા છેલ્લાં ત્રણ મહિનાથી શોધ જારી હતી
ઇનફોસીસે આજે
કહ્યું હતું કે ભારતની આઇટી ક્ષેત્રની
સૌથી મોટા બીજા ક્રમની કંપનીમાં ત્રણ મહિનાની સઘન શોધ પછી સલીલ પારેખને કંપનીના CEO
તરીકે નિમ્યા હતા. મેનેજમેન્ટ અને તેના સ્થાપકો વચ્ચે વિવાદ થતાં
ગયા ઓગસ્ટમાં વિશાલ સિક્કાએ રાજીનામું આપતાં છેલ્લા
ત્રણ મહિનાથી નવા વડાની શોધ ચાલુ હતી. હંગામી ધોરણે CEO
નો હોદ્દા સંભાળી રહેલા યુબી પ્રવીણ રાવ સીઓઓ અને કંપનીન ફુલ ટાઇમ
ડાયરેકટર તરીકે ચાલુ જ રહેશે.
પાંચ વર્ષ માટે બીજા
જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ ચાર્જ
લેનાર પરીખ ફ્રેન્ચ રંપની કેપગામીનીના બોર્ડ ઓફ ડીરેકટરમાં હતા.'પારેખ પાસે આઇટી ક્ષેત્રનો ત્રણ દાયકામાં વૈશ્વિક અનુભવ છે. તેમની પાસે
વેપારની ખૂબ સમજણ છે અને તેઓ ખૂબ સફળતાથી એક્વીઝિશન કરી શકે છે'એમ નંદન નીલકેનીએ કહ્યું હતું. બોર્ડ માને છે કે પરીખ ઇન્ફોસીસનું
નેતૃત્તવ કરવા માટે એકદમ યોગ્ય છે. તેમણે આ ઉદ્યોગમાં ખૂબ માહિતીસભર સમય ગાળ્યો
હતો. બીજી વખતે કંપની કોઇ બહારની વ્યક્તિને કંપનીનું નેતૃત્વ કરવા લાવી રહી છે.
એસએપીમાંથી લાવવામાં આવેલા સિક્કા પ્રથમ નોન ફાઉન્ડર CEO હતા. હાઇ પ્રોફાઇલ સ્થાપક નારાયણ મૂર્તી અને સિક્કા વચ્ચે એક વર્ષ સુધી
વિવાદ ચાલતાં અંતે સિક્કાએ રાજીનામું આપ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો