Friday, 7 December 2018


તા.16 થી 27 જાન્યુઆરી સુધી ગુજરાત અમદાવાદ શોપીંગ ફેસ્ટિવલ યોજાશે


- દુબઇની તર્જ પર ભારતમાં પ્રથમ વખત અમદાવાદ ખાતે શોપીંગ ફેસ્ટીલવનું આયોજન
- શોપીંગ, ટુરીઝમ, સંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દેશ-વિદેશના પર્યટકોને આકર્ષવામાં આવશે
ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સહકારથી 'વાઇબ્રન્ટ ગુજરાત અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ 'નું અનોખું આયોજન કરાયું છે. જે અમદાવાદમાં તા.૧૬ જાન્યુઆરીથી ૨૭ જાન્યુઆરી સુધી યોજાશે.
દર વર્ષે દુબઇમાં યોજાતા શોપીંગ ફેસ્ટીવલની તર્જ પર આ આખું આયોજન કરાયું છે. શોપીંગ, ટુરિઝમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવાનો મુખ્ય ઉદ્દેશ છે. આશરે ૮૦ જેટલા વિવિધ એસોસીયેશનો તેમાં ભાગ લેશે.
આ અંગે માહિતી આપતા અમદાવાદના મેયરે જણાવ્યું હતું કે ડિસ્કાઉન્ટ, ઓફર્સ અને કરોડોના ઇનામોની ભરમાર વચ્ચે રાત્રે પણ દુકાનો ખૂલ્લી રખાશે. સમગ્ર ભારતમાં આ પહેલો વહેલો પ્રયોગ છે. હેરીટેજ વોક, ખાણીપીણી, આર્ટ એન્ડ ક્રાફ્ટ, નાટકો, શેરી નાટકો, ફિલ્મોત્સવ, સેમીનાર, કલાકારોનું લાઇવ પરફોમન્સ સહિતના પણ આકર્ષણો હશે.
આ માટે વાઇબ્રન્ટ શોપીંગ ફેસ્ટીવલ ઓર્ગેનાઇઝેશન ફેડરેશનની રચના કરાઇ છે. આ માટે સ્પેશિયલ મોબાઇલ એપ પણ બનાવાઇ છે.
 

Thursday, 6 December 2018

જીસેટ – 11 : ગ્રામ્ય વિસ્તારમાં 16 GB ની સ્પીડે ઇન્ટનેટ આપવાનું સ્વપ્ન

Image result for gset - 11 image

-30 સેટેલાઇટની ક્ષમતા ધરાવતો ભારતનો સૌથી ભારે ઉપગ્રહ જીસેટ – 11 લોન્ચ

-‘ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ આ કોમ્યુનિકેશન ઉપગ્રહ ગામેગામ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મજબૂત કરવાનું કામ કરશે

-જીસેટ-11 નું વજન 5854 કિલોગ્રામ

ભારતે આજે(5-12-18) તેનો સૌથી ભારે ઉપગ્રહ જીસેટ-11 ફ્રેંચ ગુયાના ખાતેના રોકેટ મથકેથી લોંચ કર્યો હતો. 

ઇસરોનો અડધી સદીના ઇતિહાસમાં બનાવેલો આ સૌથી મોટો ઉપગ્રહ છે. 

આ ઉપગ્રહનો ઉપયોગ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધારેમજબૂત કરવા માટે કરવાનો છે.

Wednesday, 5 December 2018

સ્માર્ટ સિટી તરફ કૂચઃ સુરતમાં પહેલું એરકંડીશન્ડ રેસ્ટરૂમ કોમ્પ્લેક્ષ બન્યુંદેશની સ્માર્ટ સીટી દોડમાં દોડી રહેલાં સુરતમાં હવે પબ્લીક ટોઈલેટ પણ સ્માર્ટ (એરકંડીશન્ડ) બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારના પ્રોજેકટ હેઠળ સુરતના અઠવાલાઈન્સ ચોપાટી ખાતે અદ્યતન એરકન્ડીશન રેસ્ટરૂમ કોમ્પ્લેક્ષ (ટોઈલેટ સુવિધા સાથે) બનાવવામાં આવ્યું છે. સુરતમાં આ પ્રકારનું પહેલું એ.સી. ટોઈલેટ ખુલ્લુ મુકાયું છે  હવે પછી સુરતના બીજા વિસ્તારમાં પણ આ પ્રકારની સુવિધા ઉભી કરાશે.
સુરત જેવા મોટા શહેરમાં બહારથી આવતાં લોકો તથા ફરતા લોકોની ટોઈલેટની જરૂરિયાત મુજબનો સર્વે કરીને અદ્યતન એ.સી. ટોઈલેટ બનાવવામાં આવ્યું છે. સુરતના અઠવા લાઈન્સ ચોપાટી ખાતે ગુજરાત સ્ટેટ ઈન્વેસ્મેન્ટ લી.ના ફંડમાંથી અદ્યતન એરકન્ડીશન રેસ્ટરૂમ કોમ્પલેક્ષ બનાવાવમાં આવ્યું છે. સંસ્થાના ચિરાગભાઈ કહે છે, પબ્લીક ટોઈલેટમાં  સામાન્ય લોકોને પડતી મુશ્કેલી તથા જરૂરિયાનો સર્વે કરીને  ટોઈલેટ ડિઝાઈન કરવામા આવ્યું છે.
એ.સી. ટોઈલેટમાં વેઈટીંગ રૂમ તેમાં ન્યુઝ પેપર અને મેગેઝીન પણ મુકાયા છે. આ ઉપરાંત શુઝ-પૉલીશ મશીન અને  સેનેટરી નેપ્કીન વેન્ડીંગ મશીન અને નેપ્કીન ડિસ્ટ્રોય મશીન પણ મુકાયા છે. માર્કેટ તથા અન્ય વિસ્તારમાં ખરીદી માટે આવતી મહિલાઓ બાળકો સાથે આવે છે તેમને બેબી ફીડીંગની મુશ્કેલી પડે છે તે જગ્યા પણ અહી બની છે. એરપોર્ટ પર કે મોટી હોટલોમાં હોય તેવી સુવિધા ઉભી કરાઇ છે. આ ઉપરાંત બહારના ભાગમાં ચા -કોફીના મશીન પણ મુકાયા છે. બહારથી આવતા લોકોને સ્નાન કરવા માટેની વ્યવસ્થા પણ છે. 
ટોઈલેટના ઉપયોગ માટે  પાંચ રૂપિયા જ્યારે  સ્નાન માટે પહેલી ૧૦ મીનીટના ૧૦ રૂપિયા તથા તેથી વધુ સમય થાય તો વધુ પૈસા વસુલવામા આવશે. સુરતમાં આ પહેલું એ.સી. ટોઈલેટ અઠવાલાઈન્સ ચોપાટી ખાતે બન્યું છે અને ભવિષ્યમાં જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અન્ય જગ્યાએ પણ આવા ટોઈલેટ બનાવાશે.

Tuesday, 4 December 2018

ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીભારતને ૨૦૦૭ના ટી-૨૦ અને ૨૦૧૧ના વન ડે વર્લ્ડ કપમાં વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા દિલ્હીના ઓપનર ગૌતમ ગંભીરે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. ૩૭ વર્ષના ગંભીરે ૧૫ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. દિલ્હીના ડેશિંગ ઓપનરે તેની નિવૃત્તિની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. 

આઇપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી શાનદાર સફળતા મેળવનારો ડાબોડી ઓપનર આઇપીએલની છેલ્લી સિઝન દિલ્હી ડેર ડેવિલ્સ તરફથી રમ્યો હતો. જોકે આ વખતે તેને ફ્રેન્ચાઈઝીએ રિલીઝ કરી દીધો હતો. જેના કારણે હવે તેની આઈપીએલની કારકિર્દી પર પણ પૂર્ણવિરામ મૂકાઈ ચૂક્યું છે. હવે તે દિલ્હી અને આંધ્ર વચ્ચે ૬ ડિસેમ્બરથી શરૃ થઈ રહેલી રણજી મેચમાં આખરી વખત રમવા માટે મેદાન પર ઉતરશે. 


ગંભીરની કારકિર્દીના મેજર માઈલસ્ટોન
૨૦૦૭ : ૨૯/૯ જોહનીસબર્ગમાં રમાયેલી ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં ૭૫ રન ફટકાર્યા અને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. ગંભીરનો સ્કોર મેચનો હાઈએસ્ટ સ્કોર હતો.
૨૦૦૭ : ૨૩/૧૧ ના રોજ ટી-૨૦માં વર્લ્ડ નંબર વન બેટ્સમેન બન્યો.
૨૦૦૯ : ૧૬/૭ના રોજ ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન બેટ્સમેનનો તાજ મેળવ્યો.
૨૦૧૧ : ૨/૪ના રોજ રમાયેલી આઇસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં શ્રીલંકા સામે મુંબઈમાં ૯૭ રન ફટકાર્યા. તે મેચમાં ભારતીય ઈનિંગનો સર્વોચ્ચ સ્કોર. 
૨૦૧૨ : ૨૭/૫ના રોજ રમાયેલી આઇપીએલ-૫માં ગંભીરની કેપ્ટન્સીમાં કોલકાતા ચેમ્પિયન.
૨૦૧૪ : ૧/૬ના રોજ રમાયેલી આઇપીએલ-૭માં ગંભીરની કેપ્ટન્સીમાં ફરી કોલકાતા ચેમ્પિયનચીનનો મુકાબલો કરવા ભારતીય નૌસેનામાં સામેલ થશે 56 નવા યુધ્ધ જહાજો અને 6 સબમરીનહિંદ મહાસાગરમાં ચીનનો મુકાલબો કરવા માટે ભારતે નૌસેના માટે નવા 56 યુધ્ધ જહાજો અને નવી 6 સબમરીના નિર્માણની મહત્વકાંક્ષી યોજનાને મંજૂરી આપી દીધી છે.
હાલમાં નૌસેના પાસે 140 યુધ્ધ જહાજો અને 220 એરક્રાપ્ઠ છે.જ્યારે હાલમાં ડોમેસ્ટિક શિપયાર્ડમાં 1.26 લાખ કરોડના ખર્ચે 32 યુધ્ધ જહાજોનુ નિર્માણ થઈ રહ્યુ છે.
જોકે નૌસેનના વડા સુનીલ લાંબાનુ કહેવુ છે કે ભારતીય નેવી પાકિસ્તાનથી બહુ આગળ છે. ચીનની વાત કરવામાં આવે તો હિંદ મહાસાગરમાં શક્તિ સંતુલન ભારતના પક્ષમાં છે. જ્યારે દક્ષિણ ચીન સાગરમાં સ્થિતિ ચીનના પક્ષે છે.

જાણો ભારતીય રેલ્વેમાં કયા કયા પદ હોય છે અને કેટલો હોય છે તેમાં પગાર


Image result for indian-railways
ભારતીય રેલ્વેની શરુઆત 16 એપ્રિલ 1853માં થઈ હતી.
ભારતીય રેલ્વે આજે દેશનો મહત્વનો ભાગ છે કારણ કે તેમાં દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે. એશિયાનું સૌથી મોટું નેટવર્ક ભારતીય રેલ્વે છે. એક જ પ્રબંધન હેઠળ ચાલતું આ દુનિયાનું બીજું સૌથી મોટું રેલ્વે નેટવર્ક પણ છે.
ભારતીય રેલ્વેની સાઈટ પર દર મિનિટએ લગભગ 12 લાખ હિટ થાય છે. ભારતીય રેલ્વે દુનિયામાં સૌથી વધારે નોકરી આપતું પ્રક્રમોમાંથી એક પણ છે.
તો આજે તમને જણાવીએ કે ભારતીય રેલ્વેમાં કયા કયા પદ હોય છે અને તેની કેટેગરી અનુસાર તેનો પગાર કેટલો હોય છે. રેલ્વેમાં નોકરી કરવા માટે અલગ અલગ કેટેગરી હોય છે. આ કેટેગરીને A, B, C, Dમાં વિભાજીત કરવામાં આવી છે. રેલ્વે બોર્ડમાં સૌથી ઉચ્ચ પદ રેલ્વે બોર્ડના અધ્યક્ષનું હોય છે. તેઓ ભારતીય રેલ્વેના પ્રશાસનિક પ્રમુખ હોય છે. 
ગૃપ A કેટેગરીમાં ઓફિસરનો સમાવેશ થાય છે. તેમાં વધારે પડતી ભરતી સિવિલ સર્વિસના માધ્યમથી થાય છે. આ કેટેગરીમાં ઉમેદવારની પસંદગી ઈંજીનિયરિંગ સર્વિસ એક્ઝામ, કંબાઈંડ મેડિકલ એક્ઝામના માધ્યમથી પણ થાય છે.
સિવિલ સર્વિસ એક્ઝામના માધ્યમથી નીચે દર્શાવેલા કર્મચારીઓની ભરતી ગૃપ Aમાં કરવામાં આવે છે.
1. ભારતીય રેલ્વે યાતાયાત સેવા  Indian Railway Traffic Service
2. ભારતીય રેલ્વે લેખા સેવા  Indian Railway Accounts Service
3. ભારતીય રેલ્વે કાર્મિક સેવા  Indian Railway Personnel Service
4. રેલ્વે સુરક્ષા બળ  Railway Protection Force
ઈંજીનિયરિંગ સર્વિસ એક્ઝામના માધ્યમથી થતી ભરતી
1. ભારતીય રેલ્વે સેવા ઈંજીનિયર્સ Indian Railway Service of Engineers
2. ભારતીય રેલ્વે સ્ટોર સેવા Indian Railway Stores Service
3. મેકેનિકલ ઈંજીનિયર્સની ભારતીય રેલ્વે સેવા Indian Railway Service of Mechanical Engineers
4. વિદ્યુત ઈંજીનિયરોની ભારતીય રેલ્વે સેવા Indian Railway Service of Electrical Engineers
5. સિગ્નલ ઈંજીનિયર્સની રેલ્વે સેવા Railway Service of Signal Engineers
ગૃપ B કેટેગરી
ગૃપ Bના અધિકારીઓને ગૃપ Cની ભરતીમાંથી બઢતી આપી પસંદ કરવામાં આવે છે. રેલ્વેમાં ગૃપ Bના પદ પણ ઓફિસર કેટેગરીના હોય છે. જો કે તેમાં કેટલાક અધિકારીઓની પસંદગી સંઘ લોક સેવા આયોગના માધ્યમથી પણ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય રેલ્વેમાં ગૃપ A અને B અધિકારીઓના પદ ગેજેટેડ હોય છે. 
ગૃપ C
આ ગૃપમાં ભરતી રેલ્વે ભરતી બોર્ડ કરે છે. રેલ્વે ભરતી બોર્ડ આરઆરસીબીના નિયંત્રણમાં કામ કરે છે. આ બોર્ડ ઝોનલ રેલ્વે, ઉત્પાદન શાખા વગેરે માટે ભરતી એજન્સી છે. તેમાં પસંદગી પરીક્ષાના માધ્યમથી થાય છે. આ ગૃપમાં ટેકનીકલ અને નોન ટેકનીકલ સેવાઓ માટે કર્મચારીની પસંદગી કરવામાં આવે છે.
ટેકનીકલ સેવાઓ
અહીં સિવિલ, મૈકેનિકલ, ઈલેક્ટ્રિકલ ઈંજીનિયરિંગ, સિગ્નલ અને દૂરસંચાર વગેરેનો સમાવેશે થાય છે. 
નોન ટેકનીકલ સેવાઓ
તેમાં ક્લાર્ક, સહાયક સ્ટેશન માસ્ટર્સ, ટિકિટ ચેકર વગેરે સ્ટાફનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમાં ગાર્ડસ, ટ્રાફિક અપ્રેંટિસ, સ્નેનોગ્રાફરનો પણ સમાવેશ થાય છે. 
ગૃપ D
આ ગૃપમાં વિભાગીય સ્તર પર ભરતી કરવામાં આવે છે. આ ભરતી રેલ્વેના મુખ્યાલય દ્વારા કરવામાં આવી શકે છે. તેમાં ગેટમેન, હેલ્પર, ખલાસી, ટ્રોલીમેન, ટ્રેકમેન, હોસ્પિટલ એટેન્ડેટ, પોઈંટમેન વગેરેનો સમાવેશ થાય છે. ઉપરોક્ત બંને ગૃપના કર્મચારી નોન ગેઝેટેડ પદ ધરાવે છે. 
ભારતીય રેલ્વેમાં કેટેગરી અનુસાર આ રીતે હોય છે પગાર
ગૃપ Aના મેનેજર તેમજ જનરલ મેનેજરનો પગાર 8700થી 10,000 હોય છે.
ગૃપ Bમાં ચીફ યાર્ડ માસ્ટર, સ્ટેશન સુપરવાઈઝર અને અન્યના પગાપ 4800થી 7600 હોય છે.
ગૃપ Cમાં જૂનિયર ઈંજિનિયર, લોકો પાયલટ, ટ્રેન ટિકિટ ચેકરના પગાર 2000થી 4600 હોય છે. 
ગૃપ Dમાં ટ્રેક મેન, હેલ્પર અને અન્યના પગાર 1800થી 1900 હોય છે. 

Sunday, 2 December 2018

2022માં જી-20 સમિટની યજમાની કરશે ભારત


 
2022માં જી-20 દેશોનુ સંમેલન ભારતમાં યોજાશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આર્જેન્ટિનામાં યોજાયેલી જી-20 સમિટના સમાપન સમારોહમાં આ જાહેરાત કરી હતી.
મોદીએ જી-20 દેશોના વડાઓને 2022માં ભારત આવવા માટે આમંત્રણ આપ્યુ હતુ.ઉલ્લેખનીય છે કે 2022માં જી-20 સમિટની યજમાની ઈટાલી કરવાનુ હતુ.
જોકે ભારતની આઝાદીના 75 વર્ષ 2022માં પુરા થઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન ટ્વિટ કર્યુ હતુ કે જી-20 શિખર સંમેલનમાં ભારત વિશ્વનુ સ્વાગત કરવા માટે આતુર છે. વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થામાં સામેલ થવા તમામને આમંત્રણ છે. ભારતના સમૃધ્ધ ઈતિહાસને જાણો અને ભારતની મહેમાનગતિ માણો.
પીએમ મોદીએ આ સમિટમાં અલગ અલગ દેશોના વડાઓ જોડે મંત્રણાઓ કરી હતી.તેમણે જાપાન, અમેરિકા અને ભારતના ગઠબંધનને ત્રણ દેશોના પહેલા અક્ષરને જોડીને "JAI" નામ આપ્યા છું. જેનો અર્થ વિજય પણ થાય છે.
મોદીએ આ સમિટમાં નીરવ અને માલ્યા જેવા ભાગેડૂ આર્થિક અપરાધીઓને પકડવા માટે 9 મુદ્દાનો એક એજન્ડા પણ રજૂ કર્યો હતો.
ચીનના રાષ્ટ્રપતિ સાથે પણ મોદીએ મુલાકાત કરી હતી અને કહ્યુ હતુ કે બંને દેશોના સબંધોમાં ઘણો સુધારો આવ્યો છે.