મંગળવાર, 25 ડિસેમ્બર, 2018


જાણો દેશના સૌથી લાંબા રેલ રોડ પુલની ખાસિયતો


 
પીએમ મોદીએ બ્રહ્મપુત્રા નદી પર બનેલા દેશના સૌથી લાંબા રેલ કમ રોડ બ્રિજનુ આજે અટલ બિહારી વાજપેયીના જન્મ જયંતિના દિવસે ઉદઘાટન કર્યુ છે.

આ પુલના કારણે અરુણાચલ અને સીમા સાથે જોડાયેલા અન્ય વિસ્તારોમાં આવાગમન સરળ થઈ જશે.1997માં આ પુલનો શિલાન્યાસ કરાયો હતો.જોકે તેનુ કામ 2002માં અટલ સરકારે શરુ કરાવ્યુ હતુ.

જાણો પુલની વિશેષતાઓ પુલની લંબાઈ 4.94 કિલોમીટર છે.જે આસામાના દિબ્રુગઢને ધીમાજી સાથે જોડશે. પુલની ઉપર ત્રણ લેનનો રસ્તો અને તેની નીચે ડબલ રેલવે ટ્રેક છે.પુલ બ્રહ્મપુત્રા નદીથી 32 મીટરની ઉંચાઈ પર છે.જેની ડિઝાઈન સ્વીડન અને ડેનમાર્કને જોડતા પુલથી પ્રભાવિત છે.

હાલમાં દિબ્રુગઢથી અરુણાચલ જવા માટે વાયા ગૌહાટી થઈને જવુ પડે છે.જેનાથી 500 કિલોમીટરની મુસાફરી કરવાનો વારો આવે છે.આ પુલના કારણે મુસાફરી ઘટીને 100 કિમી થઈ જશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો