વર્લ્ડ ચેમ્પિયનશીપનો વિશ્વવિક્રમી છઠ્ઠો ગોલ્ડ મેડલ : મેરી કોમ
- આઠ વર્ષ બાદ ફરી વર્લ્ડ ચેમ્પિયનશીપ જીત્યા
બાદ ભાવુક મેરી ધુ્રસ્કે ધુ્રસ્કે રડી પડી
- હવે ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા તરફ
નજર
ભારતની લેજન્ડરી બોક્સર
મેરી કોમે ઘરઆંગણે યોજાયેલી વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપની ૪૮ કિગ્રા વજન
વર્ગની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને નવો કિર્તિમાન સ્થાપિત કરી દીધો હતો. વર્લ્ડ
બોક્સિંગ ચેમ્પિયનશીપના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ્ડ જીતવાનો વિશ્વવિક્રમ સર્જનારી
મેરી ભાવુક બનીને ધુ્રસ્કે ધુ્રસ્કે રડી પડી હતી. આઠ વર્ષ બાદ ફરી વખત વર્લ્ડ
ચેમ્પિયન બનેલી મેરી ખુબ જ ભાવુક બની ગઈ હતી અને તેણે કહ્યું હતુ કે, હું મારો આ
વિશ્વવિક્રમી છઠ્ઠો મેડલ દેશને અર્પણ કરું છું.
મેરી કોમે કહ્યું કે,
છઠ્ઠું વર્લ્ડ ટાઈટલ જીતવાની અપેક્ષા નહતી. મને જે પ્રકારનો સપોર્ટ મળ્યો અને આખરે
હું ચેમ્પિયન બની તે પળો અત્યંત ભાવનાત્મક હતી. હું મારી લાગણી પર કાબૂ રાખી શકી
નહતી અને રડી પડી હતી. હું એટલા માટે ભાવુક બની કારણ કે ૪૮ કિગ્રા વજન વર્ગની
કેટેગરી મારી ઓલિમ્પિક ઈવેન્ટની કેટેગરી નથી તેમ છતાં હું તેમાં વર્લ્ડ ચેમ્પિયન
બની છું. મને આ સફળતા બાદ લાગવા માંડયું છે કે, હું ૨૦૨૦ના ટોકિયો ઓલિમ્પિકમાં
ક્વોલિફાય થઈ શકું છું. હું ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવાથી ચૂકી ગઈ
હતી.
૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં
સૌપ્રથમ વખત મહિલા બોક્સિંગને સામેલ કરવામાં આવી હતી, જેમાં મેરી કોમે બ્રોન્ઝ
મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. મેરીએ કહ્યું કે, હું મારા તમામ સમર્થકો અને
શુભેચ્છકોનો આભાર માનુ છું. હું મારા દેશને સુવર્ણ સિવાય કશાની ભેટ આપવા ઈચ્છતી
નહતી. હું જાણું છું કે, ટોકિયોમાં જીતવું આસાન નહી રહે કારણ કે મારે ૫૧ કિગ્રા
વજન વર્ગની કેટેગરીમાં ભાગ લેવાનો છે. આમ છતાં મારુ સ્વપ્ન ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ
જીતવાનું છે અને હું તે હાંસલ કરવા માટે તમામ પ્રયાસ કરી છુટીશ.
છઠ્ઠા ઐતિહાસિક ગોલ્ડ બાદ મેરી કોમ પર અભિનંદનની વર્ષા
ભારતની લેજન્ડરી બોક્સર
એમ.સી. મેરી કોમે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપના ઈતિહાસમાં છઠ્ઠો ગોલ્ડ મેડલ
જીતીને નવો ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે દેશભરમાંથી મેરી કોમ પર અભિનંદનની વર્ષા
શરૃ થઈ ગઈ હતી. ખાસ કરીને સોશિયલ મીડિયા મેરીને શુભેચ્છા પાઠવતા મેસેજીસથી છલકાઈ
ઉઠયું હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરી કોમને શુભેચ્છા પાઠવતા તેની સિદ્ધિને ભારતીય રમત ઈતિહાસની ગૌરવશાળી પળ તરીકે ઓળખાવી હતી. તેમણે મેરીની સરાહના કરતાં લખ્યું હતુ કે, હું મેરી કોમને વર્લ્ડ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશીપમા ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવું છું. તેણે સખત મહેનત થકી વિશ્વ સ્તરે રમત જગતમાં મેળવેલી શ્રેષ્ઠતમ સફળતા ખરેખર પ્રેરણારૃપ છે. તેનો આ ગોલ્ડ ખરેખર ખાસ છે. વડાપ્રધાનની સાથે ઓલિમ્પિક મેડાલીસ્ટ બોક્સર વિજેન્દર સિંઘ, રમતમંત્રી અને ઓલિમ્પિક મેડાલીસ્ટ રાજ્યવર્ધન રાઠૌર, ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિ, સુરેશ રૈના, અનુપમ ખેર વિગેરેએ પણ મેરીને શુભેચ્છા પાઠવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો