Date :- 9th April 2017
રાજસ્થાનના
જોધપુરમાં ઇ.સ.૧૪૬૦માં રાવ જોધએ બંધાવેલી મહેરાનગઢ કિલ્લો ભારતના સૌથી મોટા કિલ્લાઓમાંનો
એક છે. ૪૧૦ ફૂટ્ની ઊંચાઇએ ટેકરી પર બંધાયેલ આ કિલ્લો તે સમયે 'ભોરચિડિયા' ના નામે
જાણીતો હતો.
કિલ્લામાં
પ્રવેશવા માટે સાત દરવાજા છે તેમાં જય પટેલ, ફ્તેપોળ,લોહાપોળ વિગેરે જાણીતા છે.કિલ્લામાં મોતી મહેલ, ફૂલ મહેલ, શિશ મહેલ, સિલખાના, દોલતખાના
અને મ્યુઝિયમમાં ક્ળાકારીગરીની અનેક ચીજો જોવા મળે છે. કિલ્લાની કિલકિલા તોપ પણ જોવા
જેવી છે. મ્યુઝિયમમાં જોધા અને અકબરની તલવારો ઉપરાંત તૈમૂરની તલવાર પણ સચવાયેલી છે.
મ્યુઝિયમમાં પાઘડીનો સંગ્રહ જોવા જેવો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો