શનિવાર, 7 એપ્રિલ, 2018

World health day : ભારતમાં 19.22 ટકા લોકો પ્રીડાયબિટીક સ્તર પર છે


Image result for world health day

- એક વિશ્લેષણ અનુસાર દેશમાં 79 ટકાથી વધારે લોકોમાં વિટામિન ડીની ઉણપ જોવા મળી છે

વર્તમાન સમયની ફાસ્ટ લાઇફ સ્ટાઇલ અને વધતા શહેરીકરણથી લોકોમાં વિટામિન ડી સહિત પોષણના કેટલાય માપદંડમાં ઉણપ જોવા મળી રહી છે અને એક વિશ્લેષણ અનુસાર દેશમાં 79 ટકાથી વધારે લોકોમાં વિટામિન ડીની ઉણપ જોવા મળી છે. 
દેશભરમાં વર્ષ 2015 થી 2017 વચ્ચે ત્રણ વર્ષ સુધીના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ખાસ કરીને મહિલાઓમાં વિટામિન ડીનું સ્તર અપર્યાપ્ત હોય છે, ત્યારે પુરુષોમાં વિટામિન ડીની ઊણપના કિસ્સા વધારે હતા. 
કેટલાય પ્રકારની મેડિકલ ચેકઅપ કરતી એક ડાયગ્નોસ્ટિક ચેને સાત એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ પહેલા દેશભરના પોતાના નમૂનાઓમાંથી તારણ કાઢ્યું છે કે ભારતમાં 19.22 ટકા લોકો પ્રીડાયાબિટીક સ્તર પર છે. પુરુષો માટે આ સ્તર 20. 80 ટકા અને મહિલાઓ માટે 17.36 છે. 
એસઆરએલ ડાયગ્નોસ્ટિકનો દાવો છે કે તેમની દેશભરની વિભિન્ન શાખાઓમાંથી મેડિકલ ચેકઅપ માટેના ત્રણ લાખથી વધારે નમૂનાઓના વિશ્લેષણને આધારે આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યિ છે. તેના સલાહકાર ડૉ. બી આર દાસે કહ્યુ કે દેશમાં વિટામિન ડીનું સ્તર જોખમકારક જોવા મળ્યું છે. અમે જે નમૂનાઓનું વિશ્લેષણ કર્યું તેમાંથી 79.12 ટકામાં વિટામિન ડીની ઉણપ હતી. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો