9th April 2017
નાલંદાનો અર્થ જ્ઞાન આપનાર એમ થાય છે.
પ્રાચીન કાળમાં નાલંદા વિદ્યાનું મહત્વપૂર્ણ અને મુખ્ય કેંદ્ર હતું. બિહારમાં આવેલી
આ યુનિવર્સિટીના ખંડેર અભ્યાસુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. બિહારમા જ્યારે નાલંદાની
શોધ થઈ ત્યારે જાણવા મળ્યું હતું કે નાલંદા વિષ્વની પ્રથમ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી
કહેવાય છે.પાંચમી સદીમાં મૌય વંશના શાસન દરમિયાન તેની સ્થાપના થયેલી, ૧૨મી સદી સુધી
આ વિધ્યાપીઠ ચાલુ હતી. તેમાં શ્રીલંકા, ચીન, કોરિયા વગેરે દેશોના
વિધાર્થી ભણવા આવતા. નાલંદામાં તે સમયે ૧૦૦૦૦ વિધાર્થીઓ અભ્યાસ કરતા.૨૦૦૦ શિક્ષકો તેમને
જુદી જુદી વિધાઓ ભણાવતા હતા.અહી સ્નાતક થયેલા વિધાર્થીઓ ભણીને બહાર જઈને બૌધ્ધ ધર્મનો
પ્રચાર કરતા હતા, આ યુનિવર્સિટીને નવમી અને બારમી સદી સુધી આંતરરાષ્ટ્રીય
ખ્યાતિ પ્રાપ્ત થઇ હતી.
નાલંદામાં બૌદ્ધ ધર્મગ્રંથો ઉપરાંત અધ્યાત્મ, જ્યોતિષ, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, ગણિત અને તબીબી
વિધાઓનું જ્ઞાન અપાતું. નાલંદા વિધાપીઠમાં નવ માળની લાયબ્રેરી હતી.ચીનથી આવેલા પ્રવાસી
હ્યુ એન સાંગ અને ફા હ્યાન વિશ્વપ્રસિદ્ધ થયેલ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો