વડા
પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે(૧૦/૪/૨૦૧૭) ચંપારણ સત્યાગ્રહના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાષ્ટ્રપિતા ગાંધીજીને યાદ કર્યા હતા. તેમણે
જણાવ્યું કે, આ આંદોલન બાદ જ મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા ગાંધી નામ
આપવામાં આવ્યું હતું. તેઓ સાચા અર્થમાં સ્વચ્છાગ્રહી હતા. તેમણે સ્વચ્છતાની
શક્તિને પારખી લીધી હતી. બાપુ કાયમ કહેતા હતા કે, સ્વચ્છતા આઝાદી
કરતા વધારે મહત્ત્વ ધરાવે છે. ચંપારણ આંદોલનમાં જ સત્યાગ્રહ, શિક્ષણ અને મહિલા
સશક્તિકરણનું અમૃત મળ્યું હતું. અહીંયા જ ગાંધીજીને સત્યાગ્રહની શક્તિ મળી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો