સિક્કિમના પ્રથમ એરપોર્ટ પાક્યોંગની ખાસિયતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પાક્યોંગમાં બનેલા સિક્કિમના પ્રથમ એરપોર્ટનું ઉદ્ધાટન કર્યુ. વર્ષ 2009માં આ ગ્રીનફીલ્ડ એરપોર્ટનો પાયો નાંખવામાં આવ્યો હતો. જેના લગભગ 9 વર્ષ બાદ સિક્કિમનું આ સપનુ પૂરુ થયુ. આ એરપોર્ટ ગંગટોકથી લગભગ 33 કિલોમીટરના અંતરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિક્કિમ
પ્રવાસ દરમિયાન અધિકારીઓએ જણાવ્યુ કે વડાપ્રધાન એરપોર્ટનું ઉદ્ધાટન કર્યા બાદ
પાક્યોંગમાં સેન્ટ જેવિયર્સ સ્કુલમાં બાળકોને સંબોધિત પણ કરશે.
આ છે એરપોર્ટની ખાસ વાતો
- આ સિક્કિમનું પહેલુ અને ભારતનું
100મું એરપોર્ટ છે.
- પાક્યોંગ એરપોર્ટ સમુદ્ર તળથી 4,500
ફૂટની ઉંચાઈ પર બનેલુ છે
- આ એરપોર્ટને વર્ષ 2008માં મંજૂરી
મળી હતી
- આ એરપોર્ટ 206 એકરમાં ફેલાયેલુ છે.
જેમાં જિયોટેક્નિકલ એન્જિનિયરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- અહીંની માટીમાં એરપોર્ટની જરૂરિયાતોના
હિસાબમાં પરિવર્તન કરવામાં આવ્યુ છે
- Airports Authority Of Indiaના
અધિકારીના જણાવ્યા અનુસાર પાકયોંગ એરપોર્ટનું નિર્માણ લગભગ 600 કરોડ રૂપિયામાં થયુ
છે.
- આ એરપોર્ટ ભારત-ચીન સરહદથી લગભગ 60
કિલોમીટરના અંતરે આવેલુ છે.
- ગંગટોકથી આ એરપોર્ટનું અંતર 33
કિલોમીટર છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો