પ્રધાનમંત્રી
જન આરોગ્ય યોજના
- મહત્વાકાંક્ષી
યોજનાને ૨૪મી સપ્ટેમ્બરે લોન્ચ કરાશે
- વિશ્વની
સૌથી મોટી આ હેલ્થકેર સ્કીમમાં દેશના ૧૦.૩૪ કરોડ ગરીબ પરિવારને પાંચ લાખનો વીમો
મળશે
વડાપ્રધાન મોદી
૨૩મી સપ્ટેમ્બર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ખૂલ્લી મૂકશે. દેશની ખાનગી તેમજ
પબ્લિક ૧૫૦૦૦ હોસ્પિટલે આ યોજનામાં જોડાઇને ૧૦.૭૪ કરોડ ગરીબ પરિવારને આરોગ્ય
વીમાનો લાભ આપવા પેનલમાં જોડાવા તૈયારી દર્શાવી છે.
વડાપ્રધાન ૨૩મી
સપ્ટેમ્બરે યોજનાનું લોંચિંગ કરશે અને તેનો અમલ ૨૫મી સપ્ટેમ્બરથી લાગુ થશે.
દેશના ૨૭
રાજ્યે કેન્દ્ર સાથે એમઓયુ કરીને આ યોજનામાં સ્થાન મેળવ્યું છે. બાકીના છ રાજ્ય
ભવિષ્યમાં જોડાશે.
આ યોજનામાં
દેશના ગરીબ પરિવારને રૂપિયા પાંચ લાખના વીમાનું રક્ષણ મળશે. આ લાભ
દેશની ૪૦ ટકા જનતાને મળશે. આ યોજના વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજના બનશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો