બુધવાર, 28 જૂન, 2017


આજથી અમરનાથ યાત્રા શરૂ


બમ બમ ભોલેના જયઘોષ સાથે આજથી અમરનાથ યાત્રા 2017ની શરૂઆત કરવામાં આવી છે. વહેલી સવારે સાડા ચાર વાગે યાત્રીઓનો પહેલો લોટ અમરનાથ માટે રવાના થયો છે. 29મી જૂન એટલે કે આવતી કાલે પારંપરિક બાલટાલ અને પહલગામના ટ્રેક ઉપર યાત્રિકો ભોળા શંભુની શરણમાં પ્રસ્થાન કરશે.

આતંકવાદીઓની ધમકીઓ છતા દેશભરમાંથી અમરનાથની યાત્રાએ આવનાર શ્રધ્ધાળુઓની સંખ્યામાં કોઈ ઘટાડો નથી નોંધાયો. કાશ્મીરની ઘાટીમાં હાલમાં ચાલી રહેલા વિવાદ અને આગામી જુલાઈમાં બુરહાન વાનીની આવનારી વરસીને લીધે હિંસા ફાટી નીકળવાની સંભવાના હોવા છતાં યાત્રીકો પોતાની યાત્રા શરૂ કરી દીધી છે. 

આધાર શિબીર ભગવતી નગરમાં જમ્મૂમાં મંગળવાર રાત સુધીમાં 1500થી પણ વધુ શિવભક્તો પહોંચી ગયા હતા. એટલે નક્કી કરેલી તારીખ અનુસાર જ યાત્રાળુઓની યાત્રા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જમ્મૂમાં યાત્રિકો માટે રેલવે સ્ટેશન પાસે જ, વૈષ્ણવી ધામ, સરસ્વી ધામ અને મહાજન હોલ માં તાત્કાલીક પંજીકરણની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો