બુધવાર, 28 જૂન, 2017

રેન્સમવેર ઈઝ બેકઃ ભારતના સૌથી મોટા જવાહર નહેરુ પોર્ટની કામગીર ઠપ્પ



મુંબઈમાં જવાહર નહેરુ પોર્ટમાં પણ સાઈબર એટેકેની અસર જોવા મળી છે. સાઈબર એટેકના કારણે પોર્ટના કામ ઠપ થઈને પડ્યા છે. જેએનપીટી પર ગેટવે ટર્મિનલ્સ ઈન્ડિયા (જીટીઆઈ)ના કામકાજ ઠપ થઈને પડ્યા છે. કારણકે માલવેયર એટેકના કારણે સિસ્ટમે કામ કરવાનં બંધ કરી દીધું છે. તેઓ મેન્યુઅલી કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

મુંબઈમાં આવેલું જવાહર નહેરુ પોર્ટ દેશના ત્રણ મોટા પોર્ટમાંથી એક છે. તેની ક્ષમતા 1.8 મિનિયન કન્ટેનર્સ યુનિટની છે.


દુનિયાભરમાં સાઈફર અટેક વોન્ના-ક્રાયના આતંકના મહિના પછી એક પીટરેપ રેન્સમવેરે દુનિયાને ફરી નિશાના પર લીધું છે. મંગળવારે યુકે, રશિયા, ફ્રાંસ, સ્પેન અને તેના કન્ઝ્યુમર, શિપિંગ, એવિએશન, ઓઈલ એન્ડ ગેસ કંપનીઓ પર હુમલો કર્યો. પીટરેપે પીટાનામના જૂના રેન્સમવેરનું એડવાન્સ વર્ઝન માનવામાં આવી રહ્યું છે. પીટાએ 20 જાણીતી કંપનીઓના કમ્ય્યુટર સ્ક્રીન્સ લોક કરી દીધી હતી, જેને અનલોક કરવા માટે 300 ડોલરની માગણી કરી હતી. 

જાણકારોનું માનવું છે કે મંગળવારે રેન્સમવેરે મોન્ડેલ્ઝ, મર્ક અને મેર્સ જેવા ખાસ નિશાન બનાવ્યા હતા. એન્ટીવાઈરસ સપ્લાયર્સ કરવાવાળી કંપની એવીરાએ પણ તેની પુષ્ટી કરી છે. ભારતીય કંપનીઓ પણ નિશાન બની યુકે અને રશિયા બેઝ્ડ ઓઈલ એન્ડ ગેસ, ઉર્જા એવિએશન સાથે જોડાયેલી ભારતીય સહાયક કંપનીઓને પણ નિશાના પર લેવામાં આવી છે. રેન્સમવેર જેવો હુમલામાં સીધી રુપિયાની માગણી કરવી સરળ છે અને માટે આધુનિક હુમલાખોરોના હથિયાર બની રહ્યા છે. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો