દેશના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનો પર લહેરાશે 100 ફુટ
ઊંચો ત્રિરંગો
ભારતીય રેલવેએ દેશના 75 સૌથી વધુ વ્યસ્ત રેલવે સ્ટેશનોના કેમ્પસમાં આ
વર્ષના અંત સુધીમાં 100 ફુટ ઊચો રાષ્ટ્રધ્વજ લગાવવાનો નિર્ણય કર્યો છે. રેલવે
બોર્ડે 22 ઓક્ટોબરે આ મામલે આદેશ જાહેર કર્યો છે જેને દરેક ક્ષેત્રીય રેલવને મોકલી
દેવામાં આવ્યો છે. આદેશ પ્રમાણે સંબંધિત અધિકારીઓએ આગામી મહિનાના અંત સુધીમાં
રાષ્ટ્રધ્વજ લગાવી દેવાનું કામ પૂર્ણ કરવા આદેશ કરાયો છે.
આ આદેશ રેલવે બોર્ડના કાર્યકારી નિર્દેશક(સ્ટેશન વિકાસ) દ્વારા જાહેર
કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, બોર્ડે પહલાના A-1 શ્રેણીના દરેક
રેલવે સ્ટેશનો પર ઓછામાં ઓછો 100 ફુટ ઊંચો રાષ્ટ્રધ્વજ લગાવવાનો નિર્ણય કર્યો છે.
મુંબઇના 7 રેલવે સ્ટેશનો પર રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના મુખ્ય
પ્રવક્તાએ જણાવ્યું કે, રેલવે બોર્ડના આદેશને અક્ષરશ: લાગૂ કરવામાં આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો