શનિવાર, 17 નવેમ્બર, 2018


૩ર૦ કિ.મી.ની ઝડપે ઉડતા 'શાહીન' અમેરિકાથી કચ્છના રણમાં આવ્યાં!



- વાયા સાઉદી અરબ થઈ 13,000 કિ.મી.થી વધુ લાંબો પ્રવાસ ખેડયો

- સામાન્ય રીતે ડિસેમ્બરથી ફેબુ્રઆરીમાં ઠંડા સમયમાં જોવા મળતું પેરેગ્રીન ફાલ્કન નામનું બાજ એક માસ વહેલુ નવેમ્બરમાં આવી ગયું


શિયાળાનો પ્રારંભ થતા જ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં હજારો યાયાવર પક્ષીઓ આવી પહોંચે છે. પક્ષીઓ માટે સૌથી પ્રિય એવા કચ્છમાં અન્ય વિદેશી પક્ષીઓની સાથે આવેલા ૩ર૦ કિ.મી.ની તેજ ગતિાથી ઉડી શકતા 'શાહીન' બાજ પક્ષીપ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. છેક ઉત્તર અમેરિકામાંથી ૧૩,૦૦૦ કિ.મી.થી વાધારે અંતરનો લાંબો પ્રવાસ માત્ર બે-અઢી દિવસમાં જ ખેડીને આવી પહોંચેલા બાજ અહી પ્રજનન માટે આવે છે.

કચ્છના રણમાં કુદરતી રીતે રચાતા સરોવર જેવા વિસ્તારમાં આકાર લેતી સુરખાબ નગરી બહુ જાણીતી છે. સુરખાબ સિવાય અનેક વિદેશી પક્ષીઓ શિયાળામાં અહી આવે છે.

આ પૈકીનું એક શાહીન બાજ તાજેતરમાં જ દેખાયું છે. આ અંગે વિગતો આપતા રાજકોટના પક્ષીપ્રેમી પ્રતિક વસાવડા જણાવે છે કે, અંગ્રેજીમાં પેરેગ્રીન ફાલ્કન તરીકે ઓળખાતુ આ પક્ષી મુળ ઉત્તર અમેરિકાનું વતની છે. ત્યાં ઠંડી વાધી જતા સાઉદી અરબમાં સૃથળાંતર કરે છે. ત્યાંથી અહી કચ્છના રણમાં આવે છે. સામાન્ય રીતે ડિસેમ્બરાથી ફેબુ્રઆરી-માર્ચ સુાધી આ પક્ષી અહી જોવા મળતું હોય છે. પરંતુ આ વખતે એક માસ વહેલું નવેમ્બરમાં જ આવી ગયું છે.

 કચ્છના નાના રણમાં પાટડી દેશાળા વિસ્તારમાં આ પક્ષી દેખાયું હતું. સમગ્ર ભારતમાં ક્યારેક હિમાચલ પ્રદેશના ઠંડા વિસ્તારોમાં પણ શાહીન જોવા મળે છે. આ પક્ષીની વિશેષતા તેની ઉડવાની તેજ ગતિ છે. તેની ઉડવાની મહત્તમ ઝડપ ૩૮૯ કિ.મી. એટલે કે ર૪ર માઈલ પ્રતિકલાક સુાધીની છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ બાબત માનવામાં આવે તેમ નાથી. પરંતુ નેશનલ જ્યોગ્રાફીક મેગેઝીન દ્વારા કરવામાં આવેલા પરીક્ષણમાં આ ઝડપ નોંધવામાં આવી છે. હવામાં ઉડીને ઉંચાઈને સૃથાયી થયા બાદ તીવ્ર ગતિાથી આગળ વાધતું રહે છે. જરૃર પડે જ પાંખો હલાવે છે. આમ ઉર્જા જાળવી રાખીને ઉત્તર અમેરિકાથી કચ્છના રણ વચ્ચેનું આશરે૧૩ હજાર કિ.મી.નું અંતર ફક્ત બે-અઢી દિવસમાં કાપી શકે છે!

શાહીન પર બાજ નજર.


પેરેગ્રીન ફાલ્કનનો મુળ ખોરાક આમ તો નાના પક્ષીઓ છે. પરંતુ તેની ક્ષમતા મુજબ બકરીના ચાર-પાંચ માસના નાના બચ્ચાને પણ પોતાના પંજાથી ઉપાડીને લઈ જઈ શકે છે. આ બાજની ઉંચાઈ ૩૪થી પ૮ સેમી અને પાંખોની પહોળાઈ ૭૪થી ૧ર૦ સેમી હોય છે. શક્તિશાળી પંજો તેની મુખ્ય તાકાત છે. ૧રાથી ર૪ વર્ષનું આયુષ્ય ધરાવતું શાહીન નાના ખોરાકને તો પંજામાં પકડીને આકાશમાં ઉડતા-ઉડતા જ ખાઈ જાય છે. અમેરિકાના ઈડાહો રાજ્યમાં તેના ચિત્રવાળો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો